હું કંઈ સાધ્વી નથી : બિપાશા

બૉયફ્રેન્ડ જૉન એબ્રાહમ સાથેના લાંબા પ્રેમસંબંધ બાદ અલગ પડેલી બિપાશા બાસુ કહે છે કે હું મારું જીવન ૧૮ વર્ષની ટીનેજરની મસ્તીથી જીવી રહી છું

bipasha-sadhviબિપાશા બાસુએ તેનું કોઈ ફિલ્મી બૅકગ્રાઉન્ડ ન હોવા છતાં બૉલીવુડમાં પોતાનું ખાસ સ્થાન બનાવવામાં સફળતા મેળવી છે. બંગાળી કન્યા બિપાશાએ હાલમાં  પોતાનો બીજો ફિટનેસ-વિડિયો લૉન્ચ કર્યો છે અને હવે તે પોતાની આગામી ફિલ્મ ‘રાઝ ૩’ની રિલીઝની રાહ જોઈ રહી છે. છેલ્લા એક દાયકા કરતાં વધારે સમયથી બૉલીવુડમાં કામ કરી રહેલી બિપાશા પોતાના જીવન, લિન્ક-અપ અને બ્રેક-અપ્સ વિશે મોકળા મને વાત કરે છે.

મિડિયામાં તારા અંગત જીવન વિશે સતત ચર્ચા થતી રહે છે. તું આ લિન્ક-અપ્સને કઈ રીતે હૅન્ડલ કરે છે?

જ્યાં સુધી કોઈ સિંગલ ક્યુટ યુવાન સાથે મારું નામ જોડવામાં આવે ત્યાં સુધી મને એની સામે કોઈ વાંધો નથી. જોકે કોઈ બીજી યુવતી સાથે જોડાયેલી વ્યક્તિ સાથે મને સાંકળવામાં આવે તો એ મને પસંદ નથી. હું બંગાળી યુવતી છું અને મારામાં દુર્ગાનો અંશ રહેલો છે. મને ખાતરી છે કે કોઈને મારા આ સ્વરૂપનો પરચો નહીં જોઈતો હોય.

શું એનો મતલબ એ છે કે તું અત્યારે સિંગલ છે?

સાચું કહું તો મને પણ ખબર નથી. હું એટલું કહીશ કે હું કોઈ સાધ્વી નથી અને ૧૮ વર્ષની ટીનેજરની મસ્તીથી જ મારું જીવન જીવી રહી છું.

શું તું પડદા પરની તારી સેક્સી ઇમેજને ગંભીરતાથી લે છે?

બિલકુલ નહીં. રિયલ લાઇફમાં હું સાવ અલગ છોકરી છું. લોકોને લાગે છે કે હું બહુ રસપ્રદ વ્યક્તિ હોઈશ, પણ તેઓ જ્યારે મને મળે છે ત્યારે તેમની કલ્પના ભાંગીને ભુક્કો થઈ જાય છે. ફિલ્મોની વાત કરું તો જો હું ફિલ્મમાં હાઉસવાઇફનો રોલ કરીશ તો પણ લોકો કૉમેન્ટ કરશે કે હું બહુ સેક્સી હાઉસવાઇફ છું. હવે આ સંજોગોમાં હું શું કરું?

શું તું ‘રાઝ ૩’ના તારા પાત્ર સાથે રિયલ લાઇફમાં કોઈ સામ્ય ધરાવે છે?

ફિલ્મમાં મારું પાત્ર બહુ મહત્વાકાંક્ષી છે, જે કોઈ પણ ભોગે સફળતા મેળવવા માગે છે. એને પોતાની આંતરિક ઇચ્છાઓને પૂરી કરતાં કોઈ ડર નથી લાગતો. તેને જે જોઈએ છે એ મેળવીને જ રહે છે. મને એમ થાય છે કે કાશ! આવી લાગણી મારામાં હોત, પણ હું એવી નથી. હું કોઈ પણ ભોગે સફળતા મેળવવા નથી માગતી અને મને જે મળે છે એમાં ખુશ રહું છું.

તને ‘રાઝ ૩’માં કાળો જાદુ કરતો દેખાડવામાં આવી છે. તું બૉલીવુડમાં એવી કોઈ વ્યક્તિને ઓળખે છે જે આવો જાદુ કરતી હોય?

હું કોઈને વ્યક્તિગત રીતે નથી ઓળખતી, પણ આવું થઈ પણ શકે છે. બૉલીવુડમાં બધા બહુ શ્રદ્ધાળુ છે એટલે અંધશ્રદ્ધાનું તત્વ પણ અહીં જોવા મળે છે. જો તેમની ઇચ્છા ભગવાન ન પૂરી કરે તો તેઓ બીજા રસ્તા પણ અપનાવી શકે છે. તેમને કોણ રોકી શકે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK