પ્રમોશન એટલે નમ્રભાવે માગવામાં આવેલી ભીખ : આલિયા

આલિયા ભટ્ટનું માનવું છે કે ફિલ્મનું પ્રમોશન પૂરું થાય ત્યાં સુધીમાં એવી પરિસ્થિતિ ઊભી કરી દેવાની હોય છે કે જેણે ફિલ્મ નથી જોવી તે પણ જોવા માટે થિયેટરમાં જાય


છેલ્લા થોડા સમયથી આલિયા ભટ્ટ પોતાના કો-સ્ટાર વરુણ ધવન સાથે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ના પ્રમોશન માટે ફરી રહી છે. તેનું માનવું છે કે આ પ્રકારનું પ્રમોશન નમ્રભાવે ફિલ્મ જોવા જવા માટેની ભીખ માગવા બરાબર છે. આ ઇન્ટરવ્યુમાં આલિયાએ તેની આજથી રિલીઝ થઈ રહેલી ફિલ્મથી માંડીને વરુણ ધવન અને પ્રમોશનની ઍક્ટિવિટી સુધ્ધાંની વાત કરી છે.

ચોથી હિટની રાહ જુએ છે?

ચોક્કસ. મને ચોથી હિટ જોઈએ જ છે. એક જ વર્ષમાં ત્રણ હિટ ફિલ્મ હોય એ ખરેખર સારી વાત છે અને આ વખતે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ફૅમિલી એન્ટરટેઇનર છે એટલે વધુ મોટું ઑડિયન્સ મળે એવી શક્યતા છે.

પ્રમોશન દરમ્યાન તેં દરેક ઇવેન્ટમાં ગીત ગાયું હતું?

હા, સાચી વાત છે અને એનું પ્રેશર પણ હતું મારા પર. સ્ટેજ પર જવું અને સેંકડો લોકોની સામે ગીત ગાવું એ સહેલું નથી, પણ મને લાગે છે કે પ્રમોશન વખતે લોકોને મજા આવે એવું કરવું પણ મહત્વનું છે. જોકે દિવસ પૂરો થતાં સુધીમાં એટલું થાકી જવાય છે કે તમારું માઇન્ડ આ બધું ટાળવું કેવી રીતે એની ટ્રિક શોધતું થઈ જાય છે. ‘૨ સ્ટેટ્સ’ના પ્રમોશનની સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી હતી કે એમાં આટલો થાક નહોતો લાગતો.

કઈ રીતે?


એ ફિલ્મનો સબ્જેક્ટ એવો હતો જેમાં પ્રમોશન માટે મૉલ કે પબમાં નહોતું જવું પડ્યું. અરે, મારે પ્રમોશન દરમ્યાન સતત કહેવું પડતું હતું કે મારે કંઈ કરવાનું હોય એવું મને આપો. ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ યંગ જનરેશન સાથે જોડાયેલી છે એટલે વરુણ અને મારે દરેક જગ્યાએ પહોંચવું પડે છે. પ્રમોશન દરમ્યાન બધું જ બહાર આવવું જોઈએ અને અમે પ્રમોશન પૂરું કરીએ ત્યાં સુધીમાં એ પરિસ્થિતિ ઊભી થવી જોઈએ કે જેમને ફિલ્મમાં રસ ન હોય અને ફિલ્મ જોવી ન હોય તે પણ ફિલ્મ જોવા માટે થિયેટર સુધી પહોંચે. પ્રમોશન એ નમ્રપણે માગવામાં આવતી ભીખ છે.

ફિલ્મમાં તેં કરીના કપૂરની ફૅનનું કૅરૅક્ટર કર્યું છે?

એક્ઝૅક્ટ્લી એવું નથી. કરીનાના લેહંગાની જે પૅટર્ન છે એ પૅટર્નની હું ફૅન છું. મનીષ મલ્હોત્રાએ કરીના માટે જેવો લેહંગા બનાવ્યો છે એવો જ લેહંગા કાવ્યાને એટલે કે હું જે કૅરૅક્ટર કરું છું તેને જોઈએ છે. હા, મારું કૅરૅક્ટર કરીના કપૂર જેવું છે, પણ વાત લેહંગાની છે જે કાવ્યાને પોતાના વેડિંગમાં પહેરવા જોઈએ છે.

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં’ દરમ્યાન વરુણમાં શું ફરક આવ્યો?


જો પહેલી ફિલ્મ પછી સીધી હું ફિલ્મ સમયે મળી હોત તો બરાબર જવાબ આપી શકી હોત, પણ અમે નિયમિત રીતે મળતા રહીએ છીએ તો મને તેનામાં કોઈ એવો ચેન્જ દેખાયો નથી અને મારા માટે તો તે બિલકુલ બદલાયો નથી. તે આજે પણ એટલો જ મજાકિયો, મસ્તીખોર અને સંભાળ રાખનારો છે. આશા રાખું કે તે ક્યારેય બદલાય નહીં. જો બદલાશે તો હું તેને એક લાફો મારીશ. અમે ઍક્ટર બન્યાં એ પહેલાં જ અમારા બન્નેમાં ઘણુંબધું સામ્ય અમે શોધી લીધું હતું એટલે એવું નથી કે અમે સાથે કામ કર્યું એટલે ફ્રેન્ડ્સ બન્યાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK