લગ્નની પારંપરિક વિધિઓને અનોખો મ્યુઝિકલ ટચ

મૅરેજ સમયે નાનાથી લઈને મોટાનો રસ જળવાઈ રહે અને આપણા મંત્રોચ્ચાર સાથે દરેકનું કનેક્શન થાય એ હેતુથી જાણીતાં ગાયિકા ધારિણી ઠક્કરે નવો જ કન્સેપ્ટ ડિઝાઇન કર્યો છે

wedding


સેજલ પોન્દા

ભારતીય સંસ્કૃતિ ગમેએટલી મૉડર્ન થઈ જાય, સંસ્કૃતિનાં મૂળ હજી પણ સચવાયાં છે અને રહેશે. ભારતીય સંસ્કૃતિની મોટી ખાસિયત એટલે એ કે આપણે નાતજાતના ભેદભાવ વગર દરેક જાતિના તહેવારો મૂળ વિધિવિધાન સાથે દિલથી ઊજવીએ છીએ.

લગ્નપ્રસંગની વાત કરીએ તો લગ્ન સમયે વર-વધૂ અને કુટુંબીજનો સિવાય બીજા કોઈને લગ્નવિધિમાં રસ પડતો નથી. લગ્નની દરેક વિધિનું મહત્વ માત્ર વર-વધૂ પૂરતું જ સીમિત બની જાય છે. મહારાજ દ્વારા બોલાતા મંત્રમાં કોઈને રસ પડતો નથી, પણ આ મંત્રમાં જ્યારે સૂર-સંગીતનો સંગમ થાય ત્યારે ખ્યાલ આવે કે તમે કેટલું બધું ચૂકી ગયા છો. ત્યારે એક સુરીલો સંગમ લઈને તમારી સમક્ષ હાજર છે ધારિણી ઠક્કર.

‘સોહમ્ આર્ટ્સ’ના બૅનર હેઠળ લગ્નવિધિના અનેક કાર્યક્રમો કરતાં ધારિણી ઠક્કર ‘ધ વેડિંગ ચૅન્ટ્સ’ નામનો અનોખો કન્સેપ્ટ લઈને આવ્યાં છે. ‘ધ વેડિંગ ચૅન્ટ્સ’ કન્સેપ્ટ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં સંપૂર્‍ણ પારંપરિક મંત્રોચ્ચાર સાથે મૉડર્ન મહેક પણ

સચવાય છે.

મૂળ સંગીતપરિવાર સાથે જોડાયેલાં ધારિણી ઠક્કરના કંઠની મીઠાશ લગ્નની દરેક વિધિને યાદગાર બનાવે છે. ગણેશસ્થાપના કે જાન-સ્વાગત વખતે બોલાતી ચોપાઈ, હસ્તમેળાપ, ફેરા, મંગળાક્ટક કે વિદાયની સર્વ વિધિમાં ધારિણીબહેન સંસ્કૃતના શ્લોક સાથે વિધિ સમજાવે છે. વિધિ પ્રમાણેનું ગીત ગાય છે. એ સમયે જે ઑરા નર્મિાણ થાય છે એ માત્ર અનુભવવાની વાત છે.

ધારિણીબહેન કહે છે, ‘દરેક જનરેશનને એક છત્ર હેઠળ આપણી મૂળ વિધિ સાથે જોડવાનો ‘ધ વેડિંગ ચૅન્ટ્સ’નો મૂળ હેતુ છે. લગ્ન સમયે નાનાથી લઈને મોટા દરેકનો રસ જળવાઈ રહે અને આપણા મંત્રોચ્ચાર સાથે દરેકનું કનેક્શન થાય એ હેતુથી મેં આ કન્સેપ્ટ ડિઝાઇન કર્યો છે. વિધિ સમયે ગોરમહારાજ તો હોય જ છે; પણ અમારી ટીમ જ્યારે દરેક વિધિના શ્લોક, એનું મહત્વ, એ સમયનું ગીત વહેતું કરે છે ત્યારે વર-વધૂની સાથે ત્યાં હાજર દરેકેદરેક વ્યક્તિ એમાં ઓતપ્રોત થઈ જાય છે.’

મંત્રોચ્ચારનો અર્થ જ ન સમજાતો હોય એટલે લોકોને રસ ન પડે એ સ્વાભાવિક છે ત્યારે આ મંત્રોચ્ચારને શુદ્ધ વાણીમાં નોખી રીતે પ્રેઝન્ટ કરી એમાં ગીત અને લાઇવ વાંજિત્રો જેવાં કે વાંસળી, શહેનાઈ, ઢોલકની જુગલબંદી જામે અને એ સંગીતના સૂર લોકોની ભીતર ઊતરી જાય ત્યારે લગ્નપ્રસંગ યાદગાર બની જાય. ગુજરાતી, કચ્છી, મરાઠી, હિન્દી, મારવાડી, અંગ્રેજી જેવી ૬ ભાષામાં ધારિણીબહેનના સૂર આ જ રીતે લોકોને એક યાદગાર પ્રસંગનાં સંભારણાંનું ભાથું આપે છે. ગુજરાતી સાથે અંગ્રેજી, હિન્દીમાં સમજાવવામાં આવતી વિધિને કારણે આજની જનરેશનનું ઇન્વૉલ્વમેન્ટ અને ઇન્ટરેસ્ટ એકસાથે ડેવલપ થાય છે. 

‘ધ વેડિંગ ચૅન્ટ્સ’ માટે બે વર્ષથી રિસર્ચ કરતાં ધારિણીબહેને શ્લોકને મ્યુઝિકલ રૂપ આપી લગ્નપ્રસંગમાં આવનાર દરેક જનરેશનને એકતાંતણે બાંધી છે. ધારિણીબહેન કહે છે, ‘વિધિ અનુરૂપ ગવાતાં ગીતોમાં પરંપરાત ગીતોની રમઝટ જામે છે ત્યારે વડીલો આનંદિત થઈ જાય છે. તો સાથોસાથ આજની જનરેશનને અનુરૂપ જ્યારે ગીત ગાઈએ છીએ ત્યારે મૉડર્ન જનરેશનને મજા આવે છે. હવે પરંપરાની સાથે એન્ટરટેઇનમેન્ટ પણ જરૂરી બની ગયું છે.’

ધારિણીબહેન માત્ર લગ્નપ્રસંગ જ નહીં; પણ નવરાત્રિ, દાંડિયા, જન્માક્ટમી, રક્ષાબંધન, જનોઈ, સીમંત જેવા વિવિધ પ્રસંગે પોતાની ટીમ સાથે લોકોને જલસા કરાવે છે. તેમના કંઠે ભજન તેમ જ ભગવદ્ગીતાનો ૧૫મો અધ્યાય સાંભળવાનો એક અનેરો લહાવો છે.

છેલ્લાં ૨૦ વર્ષથી ધારિણીબહેન મુંબઈ તેમ જ દુબઈ, મસ્કત, અમેરિકા, થાઇલૅન્ડ, બેલ્જિયમ, લંડન જેવાં વિવિધ સ્થળોએ વિવિધ બૅન્ડ સાથે નવરાત્રિ તેમ જ વેડિંગ-ઇવેન્ટમાં લોકોને મજા કરાવે છે. ખાસ તો પાર્થિવ ગોહિલ અને રાહુલ વૈદ્ય સાથેની નવરાત્રિ યાદગાર છે. અંબાણીપરિવારમાં થતા વિવિધ પ્રસંગોમાં ધારિણીબહેનના સૂર પારંપરિક ગુજરાતી ગીતોની લહાણી કરાવે છે. ધારિણીબહેન કહે છે, ‘મારો પરિવાર સૂર-સંગીત સાથે જોડાયેલો છે. મારા સાસરાપક્ષે મારા સસરા નરેન્દ્ર ઠક્કર અને મારા હસબન્ડ ભાવિક ઠક્કર સંગીતપ્રેમી અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાને કારણે પરિવારના દરેકેદરેક સદસ્યનો મને ખૂબ સપોર્ટ છે.’

ધારિણીબહેન માને છે કે શ્લોકમાં આપણા શરીર તેમ જ આસપાસના માહોલને પવિત્ર કરવાની ગજબની તાકાત છે અને એટલે જ ધારિણીબહેને લગ્નવિધિના શ્લોકમાં સંગીતનું સંયોજન કરીને આ પ્રસંગની પરંપરા, ગરિમા અને મનોરંજન સર્વ બાબતોને સાંકળી લીધી છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK