પ્રોડ્યુસરના કારણે જોવા જશે લોકો વિટામિન She

બિલ્ડર, હોટેલિયર, બુકશૉપ્સ અને જિમના માલિક તથા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ હવે ગુજરાતી ફિલ્મના નિર્માતાની નવી ભૂમિકામાં

vitamin she

મૂળ પાલનપુરના અને પાંચ વર્ષથી અમદાવાદમાં રહેતા સંજય રાવલની એક નહીં, અનેક ઓળખાણ છે અને એ તમામ ઓળખાણોથી તે પૉપ્યુલર પણ છે. સંજયભાઈ જાણીતા બિલ્ડર છે તો તેમની તક્ષશિલા નામની અમદાવાદમાં એક અને પાલનપુરમાં એક એમ બે બુકશૉપ્સ છે. તેમનાં બે જિમ અને હોટેલ છે. હમણાં જ તેમણે પાલનપુરનો શાહી પૅલેસ ખરીદ્યો છે, જેની કિંમત કરોડોની થાય છે તો આ જ સંજયભાઈ મોટિવેશનલ સ્પીચ પણ આપે છે. માત્ર શોખથી જ ફ્રીમાં સંજયભાઈએ પાંચ જ વર્ષમાં દેશ-વિદેશમાં આઠસોથી વધારે સેમિનાર કર્યા છે અને તમને જાણીને નવાઈ લાગશે કે તેમની ૧૭૦ સ્પીચની ડેટ્સ અત્યારથી અપાઈ ગઈ છે. યુટuુબ પર તેમની સ્પીચના વિડિયોને દસથી વીસ લાખ વ્યુ મળી ચૂક્યા છે. મજાની વાત એ છે કે સંજયભાઈની સ્પીચના વિડિયો પણ વૉટ્સઍપ પર ફરે છે અને દિવસમાં ઓછામાં ઓછી પચીસ વખત તો તેમને પોતાને એ વૉટ્સઍપ પર મળે છે! સંજયભાઈ કહે છે, ‘સામાન્ય વેઇટરની ત્રણ વર્ષની જૉબથી કરીઅરની શરૂઆત કરી ત્યારે પણ ખબર હતી કે મારે મૅજિક અને મિરૅકલ જ સર્જવા છે, જે અત્યારે પણ ચાલુ રાખ્યું છે ને ચાલુ જ રાખવાનો છું.’

sanjay raval

ભારોભાર હકારાત્મક અભિગમ અને અવાજમાં જબરદસ્ત આત્મવિશ્વાસ. એક માણસને આટલાં કામ કરવા માટે પાંચ જન્મ લેવા પડે, પણ એ બધાં કામો સંજયભાઈ એકલા હાથે કરે છે. ગુજરાતી ભાષાને જબરદસ્ત પ્રેમ કરતા બાવન વર્ષના સંજયભાઈ હવે ફિલ્મ-પ્રોડ્યુસરની નવી ભૂમિકામાં આવ્યા છે. તક્ષશિલા એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના બૅનર હેઠળની સંજયભાઈની પહેલી ગુજરાતી ફિલ્મ ‘વિટામિન She’ ૨૮ જુલાઈએ રિલીઝ થશે. મજાની વાત એ છે કે પહેલી ફિલ્મ હજી રિલીઝ પણ નથી થઈ ત્યાં સંજયભાઈએ બીજી બે ફિલ્મનું કામ શરૂ કરી દીધું છે.  સંજયભાઈ કહે છે, ‘ચૅલેન્જ મને હંમેશાં ગમે છે. વાત રહી ‘વિટામિન She’ની તો આ ફિલ્મ અત્યાર સુધીના તમામ ફિલ્મોના રેકૉર્ડ તોડશે એ નક્કી છે. એનું કારણ પણ ક્લિયર છે કે મેં બનાવવા ખાતર કે પૈસા રળવા ખાતર આ ફિલ્મ નથી બનાવી, મેં દિલથી બનાવી છે અને એટલે જ એ પૂરી થવામાં ત્રણ વર્ષ લાગ્યાં છે અને એના પછી સંતોષ થયો એટલે રિલીઝ કરવાની તૈયારી કરી છે. મેં જ્યારે પણ કોઈ કામ શરૂ કર્યું ત્યારે એમાં લૉસ જોયો અને એ પછી પણ હિંમત હારવાનું મને આવડ્યું નથી અને એટલે જ આજે એ બધાં કામોમાં હું મારી ઇચ્છા હતી એ જગ્યા સુધી પહોંચી શક્યો.’

વાત જરાય ખોટી પણ નથી. વેઇટરની જૉબ કરનારા સંજય રાવલે ડાયમન્ડ અને કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં મોટી ખોટ ખાધી અને એ પછી પણ તે એ જ બિઝનેસને વળગી રહ્યા. આજે પણ તે અમદાવાદ અને પાલનપુરની બુકશૉપ્સમાં દર મહિને ત્રણથી ચાર લાખ રૂપિયાનો લૉસ કરે છે. પાલનપુરના જિમમાં તેમણે જે સ્કીમ મૂકી છે એ સ્કીમ પણ અદ્ભુત છે. આ જિમમાં નિયમિત આવે તેની પાસેથી ફી લેવામાં નથી આવતી. સંજયભાઈ કહે છે, ‘જો તમને તમારી પડી હોય તો મને પણ તમારી પડી છે. આ જ નીતિ મેં બુકશૉપ અને જિમમાં રાખી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK