૯૩.૪ ટકા કલેક્શન સાથે વિટામિન She સુપરહિટ

પ્રોડ્યુસર સંજય રાવલ બનાવશે બીજી બે ફિલ્મ

sanjay

માત્ર બે અને ત્રણ ફિલ્મોનાં નામ સાથે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગયાની દુહાઈઓ આપવામાં આવતી હતી એમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે, જે નામ છે ‘વિટામિન She’. પ્રોડ્યુસર સંજય રાવલે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘ગુજરાતમાં અતિભારે વરસાદ અને ઘરની બહાર નહીં નીકળવાની તાકીદ વચ્ચે પણ ૯૪ ટકા થિયેટરોમાં ૯૩.૪ ટકા કલેક્શન સાથે ફિલ્મ હાઉસફુલ રહી, જે દેખાડે છે કે લોકોને સારી કન્ટેન્ટ અને સારી નામના ધરાવતા લોકોની ફિલ્મ જોવી જ છે. ભક્તિ કુબાવતથી માંડીને નાનામાં નાના કલાકારોનાં લોકો વખાણ કરે છે ને મજાની વાત તો એ છે કે લોકો ફિલ્મના કૅરૅક્ટરના નામના જોક બનાવીને સોશ્યલ નેટવર્ક પર ફૉર્વર્ડ પણ કરી રહ્યા છે.’

‘વિટામિન She’ લવ-સ્ટોરી છે, પણ એ લવ-સ્ટોરીમાં ફૅમિલી વૅલ્યુથી માંડીને ફ્રેન્ડશિપ નિભાવવા માટે આવશ્યક કહેવાય એવા સંબંધો પણ સમજાવવામાં આવી રહ્યા છે. બિલ્ડર અને દેશભરમાં પૉપ્યુલર થયેલા મોટિવેશનલ લેક્ચરના પ્રણેતા સંજય રાવલ કહે છે, ‘લેક્ચરમાં જે વાત કહેવાતી અને લેક્ચર દ્વારા જે વાત સમજાવવાનો પ્રયાસ થતો એ જ વાતને અમે અહીં ફિલ્મમાં લાવ્યા છીએ. સામાન્ય રીતે ગુજરાતમાં પાઇરસીનું ચલણ થોડું વધારે છે, પણ ‘વિટામિન She’ની પાઇરસી ન થાય એનું ધ્યાન સામાન્યમાં સામાન્ય માણસ રાખી રહ્યો છે અને એનું કારણ છે લોકોને આ ફિલ્મ તેમની પોતાની લાગી રહી છે. મારી દૃષ્ટિએ સક્સેસની આ પહેલી નિશાની છે.’

vitamin she

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે બીજા વીકમાં ફિલ્મનું સ્ક્રીનિંગ ઘટે, પણ સુપરહિટ ફિલ્મોને આ નિયમ લાગુ પડતો નથી અને એમાં હવે ‘વિટામિન She’નો પણ સમાવેશ થાય છે. ‘વિટામિન She’ બીજા વીકમાં તો નાનાંમાં નાનાં શહેરો અને ગામડાંઓની સિંગલ સ્ક્રીનમાં પણ રિલીઝ થઈ તો પહેલા વીકમાં જ્યાં ફિલ્મ રિલીઝ થઈ ત્યાં એનું સ્ક્રીનિંગ અકબંધ રહ્યું છે. ખુશ થવા જેવી વાત એ છે કે ‘વિટામિન She’ સોમ, મંગળ કે બુધ જેવા વર્કિંગ ડેઝમાં પણ હાઉસફુલ હોય છે. સંજય રાવલે નક્કી કર્યું છે કે આ જ પ્રકારની શુદ્ધ, સંસ્કારી અને શાકાહારી બીજી બે ગુજરાતી ફિલ્મ તે પ્રોડ્યુસ કરશે. સંજયભાઈ કહે છે, ‘ગુજરાતી ભાષા માટે કંઈક કરવાની ભાવના સૌકોઈએ રાખવી જોઈએ. સાચું કહું તો પહેલી ફિલ્મના મેકિંગનો અનુભવ તો ખૂબ ખરાબ રહ્યો અને આ અનુભવ પર એક બુક પણ લખવાનો છું, પણ એનો અર્થ એવો નથી કે ભાષા માટે કામ ન કરવું; એ કામ તો અવિરત હવે ચાલુ જ રહેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK