વિટામિન She એટલે માત્ર ગર્લફ્રેન્ડ નહીં

ફિલ્મના પ્રોડ્યુસર સંજય રાવલ આવી ચેતવણી આપતાં કહે છે કે જીવનમાં આવેલું માથી માંડીને બહેન અને વાઇફ સુધીનું દરેક સ્ત્રીપાત્ર વિટામિનનું કામ કરે છે

vitamin she

શુક્રવારે રિલીઝ થતી ફિલ્મ ‘વિટામિન She’ લવ-સ્ટોરી છે, પણ એનો અર્થ એવો નથી કે આ ફિલ્મમાં એક છોકરા અને એક છોકરીનાં ટાયલાવેડાં જ દેખાડવામાં આવ્યાં હોય. ફિલ્મના પ્રોડ્યુસર અને ગુજરાતના જાણીતા બિઝનેસમૅન તથા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ દાંત ભીંસીને કહે છે, ‘આવી ભૂલ મોટા ભાગના લોકો કરતા હોય છે કે જ્યારે છોકરીની વાત આવે ત્યારે તે પોતાની ગર્લફ્રેન્ડ કે પ્રેમિકાનું જ વિચારે. પણ ના, એવું જરાય નથી હોતું. ‘વિટામિન She’ એટલે મારી દૃષ્ટિએ જીવનમાં આવેલાં તમામ મહિલા પાત્રો. માથી માંડીને બહેન, ભાભી, દાદી, નાની અને એવાં બધાં પાત્રો જે તમારા જીવનમાં આવે છે અને તમારા જીવનને વિટામિનસભર બનાવે છે. આ તમામ સ્ત્રીપાત્રો વિનાની જિંદગીની એક વાર કલ્પના કરી જો-જો. રૂંવાડાં ઊભાં થઈ જશે અને શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ જશે.’

આગળ કહ્યું એમ ‘વિટામિન She’માં પહેલી ધારની લવ-સ્ટોરી છે, પણ આ પહેલી ધારની લવ-સ્ટોરીની સાથોસાથ એમાં જીવનમાં પ્રવેશતી તમામ મહિલાઓ સાથેના સંબંધોની વાત પણ છાના ખૂણે અને ધીમી ધારે કહેવામાં આવી રહી છે. સંજય રાવલ કહે છે, ‘હું મારાં લેક્ચરોમાં પણ કહેતો હોઉં છું કે જો તમે તમારી લાઇફમાં તમારી આસપાસ રહેલા ‘વિટામિન શી’ની કદર નહીં કરો તો ચોક્કસપણે તમારી જિંદગી પણ તમારી કદર નહીં કરે. અત્યારે પણ હું એ જ કહેવા માગું છું કે જીવનમાં રહેલું આ વિટામિન તમને તો જ મળશે જો તમે ગયા જન્મમાં સારાં કામો કયાંર્ હશે. આજે અનેક લોકો એવા છે જે મા વિના મોટા થાય છે, ભાઈ ન હોય એટલે મા જેવી ભાભી નથી મળતી. એકલું સંતાન હોય એટલે નાની-નાની વાતમાં શિખામણ દેનારી મોટી મા જેવી બહેન સાથેના સંબંધોના અનુભવનો લહાવો નથી મળતો. ‘વિટામિન She’ માટે હું કહીશ કે આ ફિલ્મ જગતનાં તમામ એ સ્ત્રીપાત્રોને સમર્પિત છે જે પાત્રો વિના જિંદગી અધૂરી છે, જેમને લીધે પુરુષને જીવનના દરેક તબક્કે સથવારો અને સાથ મળ્યો છે. ચાલતાં શીખવવાનું કામ મા કરે છે, જો તે ન મળી હોય તો ચાલતાં આવડી જાય છે; પણ એમાં ભટકી જવાની શક્યતા રહે છે. જીવનમાં જો વાઇફનો પ્રેમ ન મળે તો સંબંધો બંધાઈ જાય છે, પણ હૂંફનો અભાવ રહી જાય છે.’

શુક્રવારે રિલીઝ થતી ‘વિટામિન She’માં ધ્વનિત ઠાકર અને ભક્તિ કુબાવત લીડ રોલમાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK