ગજબનો યોગ : પદ્મારાણીનું જન્મ અને મૃત્યુ એક જ દિવસે

પદ્મારાણી છેલ્લા છ મહિનાથી હેડ ઍન્ડ નેક પ્રકારના કૅન્સરની બીમારીનો સામનો કરતાં હતાં.

padma birthday

શરૂઆતના તબક્કે તેમની તબિયતની રિકવરી ખૂબ જ સારી રહી હતી, પણ ટ્રીટમેન્ટના અંતિમ તબક્કામાં જ્યારે બધું જ સુખરૂપ પૂÊરું થઈ રહ્યું છે એવા રિપોર્ટ આવતા હતા ત્યારે જ બીમારીએ ઊથલો મારતાં તેમની તબિયત લથડી અને તેમને વૉકહાર્ટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાં પડ્યાં. ત્યાં ચાર દિવસ નૉર્મલ રૂમમાં રાખવામાં આવ્યાં અને વીસ દિવસ પહેલાં પદ્માબહેનને ત્ઘ્શ્માં ખસેડવામાં આવ્યાં. કૅન્સરનું ઇન્ફેક્શન ફેફસાં સુધી પહોંચી ગયું હોવાથી તેમને શ્વસનક્રિયામાં પ્રૉબ્લેમ થતો હતો. એને લીધે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં. એ પછી પણ રવિવારે રાતે તેમની તબિયત વધારે બગડતાં વેન્ટિલેટરની પણ કોઈ અસર રહી નહીં અને પદ્માબહેને ગઈ કાલે બપોરે જીવ છોડ્યો. ગઈ કાલે પદ્માબહેનનો બર્થ-ડે હતો. ૭૯ વર્ષ પૂરાં કરીને તેમણે ૮૦મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો, પણ ગઈ કાલે તેમનો જીવ જતાં હવે પદ્માબહેનની જન્મતારીખ જ તેમની મરણતારીખ બની છે.

ગઈ કાલે સવારે તેમને બર્થ-ડે વિશ તેમના સાથી અરવિંદ રાઠોડે કર્યો હતો. અરવિંદભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં હૅપી બર્થ-ડે કહ્યું એટલે તેણે સહેજ આંખો ખોલી, મારી સામે સ્મિત કર્યું અને પછી ફરીથી આંખો બંધ કરી. મેં પૂછ્યું કે સૂઈ જવું છે? જવાબમાં તેણે સહેજ-અમસ્તી ગરદન હલાવી અને પછી તે સૂઈ ગઈ.’

મૃત્યુ પહેલાં જ આપી દીધી શ્રદ્ધાંજલિ

ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોનાં ખ્યાતનામ ઍક્ટ્રેસ પદ્મારાણીનો દેહાંત ગઈ કાલે બપોરે ૧.૧૫ વાગ્યે થયો, પણ તેમના મૃત્યુની વાતો અને અફવા રવિવારે મોડી બપોરથી જ શરૂ થઈ ગઈ હતી અને વૉટ્સઍપ પર પણ વાઇરલ થઈ હતી. જોકે જે કોઈને આ સમાચાર મળતા હતા એ સૌએ પોતપોતાના કૉન્ટૅક્ટ પાસેથી આ સમાચારની ખરાઈ કરીને ખોટી રીતે ફૉર્વર્ડ થઈ રહેલા એ ન્યુઝને આગળ વધતા અટકાવ્યા હતા, પણ રવિવારે રાતે ભાઈદાસ ઑડિટોરિયમમાં ભજવાઈ રહેલા ‘નો એક્ઝિટ’ નાટકમાં ભાંગરો વટાઈ ગયો અને રાતે શો દરમ્યાન પદ્મારાણીના દેહાંતના સમાચાર ઑડિયન્સમાં જાહેર કરવામાં આવ્યા એટલું જ નહીં, પદ્માબહેનના શોકમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. આ ઘટનાથી નાટકજગતમાં સોપો પડી ગયો હતો અને આ પ્રકારની ઉતાવળની ભારોભાર ટીકા પણ થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK