તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના બે સ્ટાર ફરી થયા એક

સિરિયલ છોડ્યા પછી ડિરેક્ટર ધર્મેશ મહેતા અને ઍક્ટર ભવ્ય ગાંધીનો હવે ગુજરાતી ફિલ્મમાં થયો મેળાપ : તેમની પપ્પા તમને નહીં સમજાય આ શુક્રવારે આવી રહી છે

tapu

ટીવી-ઇન્ડસ્ટ્રીમાં લૅન્ડમાર્ક બની ગયેલી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના શરૂઆતના પાંચસો એપિસોડના ડિરેક્ટર ધર્મેશ મહેતા અને સિરિયલમાં એક સમયે ટપુનું પાત્ર ભજવતા ભવ્ય ગાંધીની પહેલી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ શુક્રવારે રિલીઝ થશે. ભવ્યએ પોતાની

ટીવી-કરીઅર ધર્મેશ મહેતાની આગેવાનીમાં શરૂ કરી હતી અને હવે પોતાની ફિલ્મ-કરીઅર પણ તેણે ધર્મેશભાઈની અન્ડરમાં જ શરૂ કરી. ધર્મેશ મહેતા હસતાં-હસતાં કહે છે, ‘અમે બન્ને એકબીજાના લકી ચાર્મ છીએ એવું કહી શકાય અને આ સાચું પણ છે. ભવ્ય નવ વર્ષનો હતો ત્યારે અમે સાથે કામ શરૂ કર્યું. મમ્મી-પપ્પા જેમ ખિજાય એમ હું તેને ખિજાયો છું અને દીકરો જેમ રિસાય એમ તે મારાથી રિસાઈને ખૂણામાં જઈને રડ્યો પણ છે. સબ્જેક્ટ પણ એવો જ હતો એટલે જ મેં તેને અપ્રોચ કર્યો અને ભવ્યએ સ્ટોરી સાંભYયા વિના એક જ સેન્ટેન્સમાં જવાબ આપ્યો કે તમે ડિરેક્ટ કરતા હો તો હું ફિલ્મ કરું છું.’

‘પપ્પા તમને નહીં સમજાય’ ફિલ્મની સૌથી મોટી ખૂબી એ છે કે આ ફિલ્મ સાંભળનારાથી માંડીને ટ્રાયલ અને એડિટિંગ ટેબલ પર એ જોનારા સૌકોઈ પહેલી વખત તો રડ્યા જ છે. ફિલ્મના પ્રોડ્યુસર અલ્પેશ પટેલ અને સ્નેહલ ત્રિવેદીએ માત્ર એક જ વાક્ય પર આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું નક્કી કરી લીધું હતું. ફિલ્મનો સબ્જેક્ટ પણ એવો જ છે. અલ્પેશ પટેલ કહે છે, ‘ધર્મેશભાઈએ સ્ટોરી કહેવાનું શરૂ કરતાં પહેલાં કહ્યું કે વાર્તા શરૂ બાપ-દીકરાની રિલેશનશિપથી થાય છે અને એ બે ફ્રેન્ડની રિલેશનશિપ પર પૂરી થાય છે. આ વાત જ એટલી ઇમોશનલ છે કે મને લાગ્યું કે આ ફિલ્મ બનવી જ જોઈએ.’

દરેક યંગસ્ટરની જ આ ફીલિંગ હોય છે કે પપ્પા તમને નહીં સમજાય અને સામા પક્ષે દરેક પપ્પા અમુક અંશે એવું માનતા જ હોય છે કે દીકરા આ વાત તને અત્યારે નહીં સમજાય. ધર્મેશ મહેતા કહે છે, ‘ગુજરાતી ફિલ્મ માટે અઢળક ઑફર આવી હતી, પણ ઘરેડમાં હોય એવું કોઈ કામ કરવું નહોતું અને લાંબા સમયથી આ સબ્જેક્ટ મનમાં ચાલતો હતો એટલે એ પણ ક્લિયર હતું કે ફિલ્મ તો આ જ સબ્જેક્ટ પર કરવી છે. આ ફિલ્મમાં એક એવો મેસેજ છે, જેના માટે હું કહીશ કે એ આજની જનરેશન માટે ખૂબ જ જરૂરી છે. અનુભવના આધારે જ્યારે વાત કહેવામાં આવતી હોય ત્યારે એમાં કોઈ તર્કની આવશ્યકતા હોતી નથી કે પછી દલીલોને પણ અવકાશ નથી હોતો. બને કે બાપને મોબાઇલ વાપરતાં ન આવડતું હોય, પણ એનો અર્થ એવો નથી કે તેને દીકરાનો પગ કઈ દિશામાં પડે છે એ જોતાં નથી આવડતું.’

સ્ટોરી પર કામ ચાલતું હતું એ સમયે જ ધર્મેશભાઈના મનમાં ભવ્ય આવી ગયો હતો, પણ એ સમયે ટપુની સિરિયલ ચાલુ હોવાથી તેમને તેનો કૉન્ટૅક્ટ કરવાનું યોગ્ય ન લાગ્યું અને એ જ કારણે લાંબો સમય સુધી રેડી થયેલી સ્ક્રિપ્ટ એમ જ કમ્પ્યુટરમાં પડી રહી. એક સમયે ધર્મેશભાઈને ખબર પડી કે ભવ્ય પણ સારું કૅરૅક્ટર હોય તો ફિલ્મ કરવા માગે છે એટલે તેમણે ભવ્યનો કૉન્ટૅક્ટ કર્યો અને ભવ્યએ એક જ લાઇનમાં પૉઝિટિવ જવાબ આપી દીધો. ભવ્ય કહે છે, ‘ફિલ્મના શૂટિંગ દરમ્યાન સમજાયું કે જે પપ્પાને આપણે ‘તમને નહીં સમજાય’ એવું કહી દેતા હોઈએ છીએ એ પપ્પાને એ પણ સમજાતું હોય છે કે આવું આપણે શું કામ બોલીએ છીએ. પણ ફરક એટલો જ હોય છે કે તે ચૂપ બેસી રહે છે.’

‘પપ્પા તમને નહીં સમજાય’ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ભવ્ય ગાંધી ઉપરાંત મનોજ જોષી, કેતકી દવે અને જૉની લીવર જેવા સ્ટાર પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK