અમારે લૅન્ડમાર્ક ફિલ્મ બનાવવી હતી, જે અમે બનાવીને દેખાડી

આવું કહેવું છે ગઈ કાલે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ તંબૂરોના મુખ્ય કલાકાર મનોજ જોષીનું : ગુજરાતી ફિલ્મોમાં હાઇએસ્ટ બજેટ અને ડ્રીમ-કાસ્ટ સાથે બનેલી આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને બદલી નાખશે એવો એના પ્રોડ્યુસર રોહિત શેટ્ટીને વિશ્વાસ છે

list

તંબૂરો. ગુજરાતી ભાષાનો સૌથી લોકપ્રિય શબ્દ જો કોઈ હોય તો આ જ શબ્દ છે. મહદ અંશે આ શબ્દનો ઉપયોગ સૌકોઈ ક્યારેક ને ક્યારેક અને કોઈ ને કોઈ તબક્કે વાપરી ચૂક્યા હોય છે, પણ હવે આ શબ્દ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી માટે પણ ઓળખ સમાન બની જવાનો છે અને એનું શ્રેય જો કોઈને જવાનું હોય

તો એ સાઉથ ઇન્ડિયનને જશે, જેમનું નામ છે રોહિત શેટ્ટી. રોહિત શેટ્ટીની પહેલી ગુજરાતી ફિલ્મ ‘તંબૂરો’ ગુજરાતી ફિલ્મોની અત્યાર સુધીની સૌથી મોંઘીદાટ ફિલ્મ છે. આ ફિલ્મનું ઑફિશ્યલ બજેટ પાંચ કરોડનું છે અને આટલા ખર્ચની કોઈ ફિલ્મ અત્યાર સુધી બની નથી. પ્રોડ્યુસર રોહિત શેટ્ટી કહે છે, ‘અમે ફિલ્મ બનાવતા હતા, કોઈ શોરૂમ કે પ્રોડક્ટ નહોતા બનાવતા કે જેને લીધે અમારે બજેટ કે પછી નફા-નુક્સાનને ધ્યાનમાં રાખવાનાં હોય. સ્ટોરીની રિક્વાયરમેન્ટ મોટા બજેટની છે, જેની અમને પહેલેથી જ ખબર હતી અને આ સ્ટોરી લખાતી હતી ત્યારે જ અમારી સામે કાસ્ટિંગ પણ રેડી હતું. અમારે એમાં પણ કોઈ બાંધછોડ નહોતી કરવી.’

રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં ખરા અર્થમાં ગુજરાતી કલાકારોની ગૅલૅક્સી એકત્રિત થઈ છે. નૅશનલ અવૉર્ડ વિનર મનોજ જોષી ફિલ્મમાં છે તો અનેક સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલો પ્રતીક ગાંધી પણ ફિલ્મમાં છે. સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ની લીડ ઍક્ટ્રેસ જાનકી બોડીવાલા પણ ફિલ્મમાં છે તો ‘શુભ આરંભ’થી ગુજરાતી ફિલ્મોની દિશામાં આગળ વધેલા અને અગાઉ ‘રામલીલા’ જેવી હિન્દી ફિલ્મ અને અનેક હિન્દી

ટીવી-સિરિયલ કરી ચૂકેલા ભરત ચાવડા પણ ફિલ્મમાં છે. જયેશ મોરેનું નામ પણ  જરાય અજાણ્યું નથી. ગુજરાતી સ્ટેજ અને ગુજરાતી ફિલ્મોમાં વજનદાર નામના મેળવી લેનારા જયેશ મોરે પણ ‘તંબૂરો’માં છે તો તેલુગુ અને તામિલ ફિલ્મોમાં સ્ટાર બની ગયેલી પ્રિયા નાયર ફિલ્મની લીડ ઍક્ટ્રેસ છે. કૉમેડી ફૅક્ટરી ખૂબ જ જાણીતો શો છે અને આ શોમાં સ્ટૅન્ડઅપ કૉમેડિયન તરીકે જબરદસ્ત પૉપ્યુલર થયેલો ઓજસ રાવલ પણ ફિલ્મમાં છે અને ગુજરાતી ફિલ્મોના ગોલ્ડન પિરિયડ સમયમાં અઢળક સુપરહિટ ફિલ્મો આપનારાં રીટા ભાદુરી પણ દસકાઓ પછી ગુજરાતી ફિલ્મોમાં પહેલી વાર દેખાઈ રહ્યાં છે. વાત અહીં પૂરી નથી થતી.

અનેક સિરિયલો-હિન્દી ફિલ્મોમાં દેખાનારા શેખર શુક્લ, આયુષ જાડેજા અને હિન્દી ફિલ્મોના ખ્યાતનામ કૉમેડિયન પ્રસાદ બર્વે સહિત બાર કલાકારોની તોતિંગ ફોજ ‘તંબૂરો’માં ધમાલ મચાવે છે.

ફિલ્મનું ડિરેક્ટન શૈલેશ શંકરે કયુંર્ છે. રોહિત શેટ્ટી કહે છે, ‘અમારા માટે સૌથી મોટી મૂંઝવણની વાત ત્યારે આવી જ્યારે અમે પોસ્ટર અને પબ્લિસિટી-મટીરિયલ તૈયાર કરતા હતા. આટલા નામી કલાકારોને એક પોસ્ટરમાં સમાવવાનું કામ અઘરું હતું, જે અમારે કરવાનું હતું.’

tamburo

મળ્યો અદ્ભુત રિસ્પૉન્સ

ગઈ કાલે રિલીઝ થયેલી ‘તંબૂરો’ને અદ્ભુત રિસ્પૉન્સ મળ્યો છે. પહેલા જ દિવસનું કલેક્શન ૯૪.૭ પર્સન્ટ પર પહોંચ્યું છે, જે દેખાડે છે કે ફિલ્મ ઑડિયન્સને પસંદ આવી છે. ફિલ્મના લીડ સ્ટાર મનોજ જોષી કહે છે, ‘આ ફિલ્મની ટૅગલાઇન છે એક હટકે ગુજરાતી ફિલ્મ, જે ફિલ્મને એકદમ લાગુ પડે છે. આવી ફિલ્મ બનાવવા માટે હિંમત જોઈએ. જે સ્ટારકાસ્ટ છે એ સ્ટારકાસ્ટમાં એક નહીં, પાંચ ગુજરાતી ફિલ્મ બની જાય. પણ એવો કોઈ હિસાબ કે ગણતરી કરવામાં આવી નથી, કારણ કે અમારે લૅન્ડમાર્ક ફિલ્મ બનાવવી હતી; જે રોહિત શેટ્ટીએ કરી દેખાડ્યું. કાસ્ટથી માંડીને ટેક્નિશ્યન સુધ્ધાં ખ્ ગ્રેડના લાવવામાં આવ્યા છે. હું કહીશ કે ‘તંબૂરો’નો રેકૉર્ડ જો કોઈ તોડી શકે તો એ આ ફિલ્મના પ્રોડ્યુસર જ તોડી શકશે, બીજું કોઈ નહીં.’

મજાની વાત એ છે કે આ ફિલ્મનું ટાઇટલ પણ ખુદ મનોજ જોષીએ આપ્યું છે. મનોજ જોષીને જ્યારે સ્ટોરી નરેટ કરવામાં આવી ત્યારે એનું ટાઇટલ નક્કી નહોતું થયું. રોહિત શેટ્ટીએ મનોજ જોષીને ટાઇટલ પૂછ્યું અને મનોજભાઈએ એક જ ઝાટકે ટાઇટલ આપી દીધું, તંબૂરો. મનોજ જોષી કહે છે, ‘સાંભળવામાં જરાતરા વરવું લાગે, પણ આ ફિલ્મ જોયા પછી સૌકોઈને આ ટાઇટલ વાજબી રીતે સમજાશે અને એ જ હકીકત છે. આપણે બધા આપણો પોતાનો તંબૂરો લઈને નીકળીએ છીએ. બીજાની વાત સાંભળવી નથી અને આપણે આપણો જ આલાપ ચાલુ રાખીએ છીએ. આ આલાપમાં આપણને એ પણ નથી સમજાતું કે આપણે બેસૂરા છીએ; કારણ કે આપણે બીજાનો રાગ સાંભળવા, બીજાની વાત સાંભળવા રાજી જ નથી. ફિલ્મમાં પણ એવું જ બને છે અને બધા પોતપોતાનો તંબૂરો વગાડતાં એકધારા આગળ વધતા જાય છે અને તકલીફોને ઘરમાં લાવે છે.’

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મ કૉમેડી, ઍક્શન અને થિþલનું ફ્યુઝન છે; જેમાં બે ફ્રેન્ડની વાત કહેવાય છે. બન્ને પોતાની કરીઅર બનાવવાની હોડમાં છે. એકને રૉકસ્ટાર બનવું છે તો બીજા ફ્રેન્ડને બેસ્ટ મૉડલિંગ ફોટોગ્રાફર બનવું છે, પણ બન્નેનાં કરમ એવાં ફૂટલાં છે કે બન્ને અજાણતાં જ સિટીના બે ડૉનની અડફેટે ચડી જાય છે; જે ડૉન લવ-સ્ટોરીમાં અનાયાસે જ આવી ગયા છે. હવે પરિસ્થિતિ એવી સરજાય છે કે ડૉન બન્નેની પાછળ પડ્યા છે અને બન્ને ફ્રેન્ડને લફરામાંથી પસાર થવાનું છે, જે પસાર થતાં-થતાં નવાં લફરાં પણ ઊભાં થતાં જાય છે. ઊભાં થઈ રહેલાં આ લફરાંઓ વચ્ચે નવી-નવી મુશ્કેલીઓ પણ એકધારી આવી રહી છે અને એ મુશ્કેલીઓને પણ પાર કરતા જવાની છે. મુશ્કેલીઓને પાર કરતા જવાની આ દોટમાં સસ્પેન્સ વધુ ઘૂંટાય છે તો કૉમેડી પણ એટલી જ સરજાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK