બે ગુજ્જુભાઈએ ભેગા મળીને તૈયાર કરી અદ્ભુત ફિલ્મ ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ

૧૯ જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મનું ટીઝર રજૂ થતાં જ એ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ

gujju

સતત પરિવર્તન ઝંખતા આજના યુવાવર્ગને આકર્ષવો સહેલો નથી. ગુજરાતી દર્શકો અને એમાંય ખાસ કરીને ગુજરાતી યુવાનો હિન્દી ફિલ્મોના શોખીન હોય છે. હિન્દી ફિલ્મો મોટા પાયે બનતી હોય છે એટલે તેઓ એની તરફ વધુ આકર્ષાય છે. આ ગુજરાતી યુવાવર્ગને ગુજરાતી ફિલ્મો જોવા માટે થિયેટર સુધી ખેંચી લાવવા એ ખૂબ જ મોટો પડકાર છે.

આ પડકાર જે ઝીલે છે તે પણ ‘ગુજ્જુભાઈ’ જ હોય તો પછી પૂછવું જ શું? હિન્દી ફિલ્મઉદ્યોગમાં અનેરી નામના ધરાવનારા જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ) પોતે એક ગુજરાતી છે અને હવે તેમણે પોતાનો બહોળો અનુભવ કામે લગાડીને ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં મોટા પાયે ઝુકાવ્યું છે.

આ ‘ગુજ્જુભાઈ’ને બીજા ‘ગુજ્જુભાઈ’ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયાનો સાથ મળ્યો છે. બન્ને ‘ગુજ્જુભાઈ’ઓએ ભેગા મળીને ‘ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ’ નામની ફિલ્મનું નિર્માણ પૂરું કર્યું છે અને હવે આ ફિલ્મ ૧૯ જાન્યુઆરીએ ગુજરાતભરમાં અને સાથે જ મુંબઈમાં પણ રજૂ થવાની છે અને ઓïવરસીઝ માર્કેટમાં પણ એ મોટા પાયે રજૂ કરવામાં આવશે.

‘ગુજ્જુભાઈ’ તરીકે સિદ્ધાર્થ રાંદેરિયા એક બ્રૅન્ડ બની ગયા છે. તેમણે અનેક હિટ ગુજરાતી નાટકો આપ્યાં છે અને તેમની પહેલી ફિલ્મ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ને બૉક્સ-ઑફિસ પર અદ્ભુત સફળતા મળી હતી. બીજી બાજુ ‘પેન ઇન્ડિયા લિમિટેડ’ બૉલીવુડમાં એક મોટી બ્રૅન્ડ છે. એ બન્નેએ હાથ મેળવતાં ગુજરાતી પ્રેક્ષકોને તો જલસો જ પડી જવાનો છે.

‘ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ’નાં કથા-પટકથા અને દિગ્દર્શન સિદ્ધાર્થ રાંદેરિયાના પુત્ર ઈશાન રાંદેરિયાનાં છે અને ‘પેન સ્ટુડિયોઝ’ના બૅનર હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા છે. ફિલ્મનાં મુખ્ય કલાકારોમાં સિદ્ધાર્થ રાંદેરિયા, જિમિત ત્રિવેદી, તેજલ વ્યાસ, પૂર્વી વ્યાસ, જયેશ મોરે, વ્યોમા નંદી, સુનીલ વિસરાની, અનિલ માંગે અને ખાસ ભૂમિકામાં ફિરોઝ ઈરાની છે.

આ ફિલ્મનું ટીઝર હાલમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે માત્ર બે દિવસમાં જ સોશ્યલ મીડિયા પર એ છïવાઈ ગયું હતું. આ ફિલ્મનું ટીઝર બે દિવસમાં બે લાખ કરતાં વધુ લોકોએ જોઈને ખૂબ જ વખાણ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK