આજે ભાવનગરમાં સંજય ગોરડિયાનું સન્માન

‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ સંજય ગોરડિયાને અભિનય રતïનાકર અવૉર્ડ આપવામાં આવશે.

sanjay

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આ અવૉર્ડ સમારંભમાં જાણીતા ઍક્ટર અને મિડ-ડેના કૉલમનિસ્ટને આપવામાં આવશે અભિનય રતïનાકર અવૉર્ડ છેલ્લાં ચાર વર્ષથી એકધારા થઈ રહેલા રતïનાકર સન્માન સમારોહ અંતર્ગત આજે ભાવનગરમાં જાણીતા ઍક્ટર-ડિરેક્ટર અને પ્રોડ્યુસર તથા ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ સંજય ગોરડિયાને અભિનય રતïનાકર અવૉર્ડ આપવામાં આવશે. વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આગેવાની હેઠળ થઈ રહેલા સ્વામીનારાયણ સંપ્રદાય આયોજિત આ રતïનાકર અવૉર્ડ માટે માત્ર છેલ્લા વર્ષની કામગીરીને જ નહીં પણ પૂરા કાર્યકાળ દરમ્યાનની કામગીરીને જોવામાં આવે છે અને એના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે. બાળનાટકોથી કરીઅરની શરૂઆત કરનારા સંજય ગોરડિયાએ પહેલાં ઍક્ટર તરીકે પોતાની કરીઅર શરૂ કરી અને એ પછી તેમણે પ્રોડક્શન ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને હમણાં તેમણે બે દશકના લાંબા અરસા પછી નાટક ‘સુંદર બે બાયડીવાળો’ પણ ડિરેક્ટ કરીને એ ક્ષેત્રે પણ નવેસરથી સફળતા હાંસલ કરી. સંજય ગોરડિયાએ કહ્યું હતું કે ‘અવૉર્ડ એ કલાકારોને મળતો સાચો રિવૉર્ડ છે, પણ દરેક વખતે અવૉર્ડ મહત્વનો નથી હોતો, પણ કોઈ વખત એ અવૉર્ડ કોના દ્વારા આપવામાં આવે છે એ મહત્વનું બની જાય છે.’

સંજય ગોરડિયા ઉપરાંત આ અવૉર્ડ કાર્યક્રમમાં પાશ્વર્ગાયનક્ષેત્રે પાર્થિવ ગોહિલને અને લોકગીતક્ષેત્રે હેમુ ગઢવીના દીકરા બિહારી હેમુ ગઢવીને પણ અવૉર્ડ આપવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK