“સાચી રંગત તો રંગભૂમિની જ”

ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીથી લઈને જોધા અકબર જેવી અઢળક સુપરહિટ ટીવી-સિરિયલના ક્રીએટિવ હેડ અને રાઇટર રાજેશ જોષી છેક આઠ વર્ષ પછી ફરી વખત ગુજરાતી રંગભૂમિ પર આવી રહ્યા છે. આ  વખતે તે જે નાટક ડિરેક્ટ કરી રહ્યા છે એ CODE ‘મંત્ર’નું બજેટ સાંભળીને ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસરનાં પણ છાતીનાં પાટિયાં બેસી જશે


raju joshi



રશ્મિન શાહ


એકતા કપૂરના ફેવરિટ રાઇટર પૈકીના એક એવા રાજેશ જોષી છેક આઠ વર્ષ પછી ફરીથી ગુજરાતી નાટક ડિરેક્ટ કરી રહ્યા છે. રવિવારથી ઓપન થઈ રહેલા નાટક ‘CODE ‘મંત્ર’’ને રાજેશ જોષીએ દોઢ વર્ષથી અટકાવી રાખ્યું હતું. રાજેશ જોષી કહે છે, ‘મને એની વનલાઇન બહુ ગમી હતી. મારે કોઈ પણ ભોગે આ નાટક કરવું હતું, પણ ટાઇમ જ નહોતો મળી રહ્યો. મજા પણ નહોતી આવતી. ગુજરાતી રંગભૂમિ તો મારું ઘર છે. ઘરથી કેટલું દૂર રહી શકાય? છેલ્લે ૨૦૦૭માં ‘પપ્પા પધરાવો સાવધાન’ નાટક કર્યું હતું. પછી તો ટીવી-ઇન્ડસ્ટ્રીમાં એવો તો જોતરાઈ ગયો કે ટાઇમ જ ન મળ્યો. હમણાં મન મક્કમ કરી લીધું અને નક્કી કરી લીધું કે હમણાં એકેય કામ બીજાં કરવાં નથી, પહેલાં આ નાટક કરવું છે.’

અગાઉ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’, ‘કસૌટી ઝિંદગી કી’, ‘બંદિની’, ‘કુસુમ’, ‘કુમકુમ’, ‘સારથિ’, ‘કોશિશ એક આશા’ જેવી અનેક મેગા હિટ સિરિયલ લખી ચૂકેલા રાજેશ જોષીએ છેલ્લાં આઠ વર્ષમાં ‘જોધા અકબર’, ‘પવિત્ર રિશ્તા’, ‘તેરે લિએ’ અને ‘પરિચય જેવી સિરિયલ ડેવલપ કરી, લખી અને ક્રીએટિવ હેડની ભૂમિકા પણ નિભાવી. આ સિરિયલો ત્રણથી સાત વર્ષ જેટલો સમય ચાલી. નાટકનું ડિરેક્શન શરૂ કર્યું ત્યારે પણ રાજેશ જોષીના હાથમાં નવી ત્રણ મલ્ટિસ્ટારર સિરિયલ અને એક ફિલ્મના રાઇટિંગનું કામ હતું, પણ તેમણે નક્કી કરી લીધું હતું કે પહેલાં હવે નાટક કરવું છે. રાજેશ જોષી કહે છે, ‘નાટકની વિષયવસ્તુ જ એવી છે કે એ સાંભળ્યા પછી મારાથી રહેવાતું નહોતું. ગુજરાતીમાં તો શું, હિન્દી-મરાઠી-અંગ્રેજી ભાષામાં પણ આ પ્રકારનો પ્લે નથી થયો. હું તો ત્યાં સુધી કહીશ કે ઇન્ટરનૅશનલ થિયેટરમાં પણ આ પ્રકારનો પ્લે નહીં થયો હોય.’

વાતમાં તથ્ય છે. ‘CODE ‘મંત્ર’’ નાટક પણ ગુજરાતી રંગભૂમિ પર અનેક લૅન્ડમાર્ક સર્જનારું બનનારું છે. સામાન્ય રીતે નાની ગુજરાતી ફિલ્મ વીસેક લાખ રૂપિયામાં બને, પણ ‘CODE ‘મંત્ર’’નું બજેટ પચીસ લાખે પહોંચ્યું છે. ગુજરતી રંગભૂમિ પર આટલું ખર્ચાળ નાટક આજ સુધી આવ્યું નથી. રંગભૂમિ પર આજ સુધી એવું નાટક પણ આવ્યું નથી જે આર્મી ટ્રેઇનિંગ અને આર્મી કૅમ્પનું નાટક હોય અને નાટક એ કૅમ્પ પર જ પૂરું થતું હોય. ત્રીજી વાત - આ નાટકમાં પાંચ, પંદર કે પચીસ નહીં; પણ પાંત્રીસ આર્ટિસ્ટ છે, જે બધા જ મહત્વના છે. રાજેશ જોષી કહે છે, ‘સામાન્ય રીતે પ્રોડ્યુસર આ પ્રકારના સબ્જેક્ટની ફિલ્મ બનાવવાની હિંમત નથી કરતા, પણ અમે એ હિંમત કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK