Pappa તમને નહીં સમજાયની સિલ્વર જ્યુબિલી

ગુજરાતમાં કુલ નવ થિયેટર ઉપરાંત ત્રણ વીકથી અમેરિકા અને કૅનેડામાં પણ ચાલી રહી છે : આવતા અઠવાડિયે બ્રિટન અને પોટુર્ગલમાં પણ રિલીઝ થશે

pappa

મનોજ જોષી, કેતકી દવે અને ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ ફેમ ભવ્ય ગાંધી અભિનીત અને ધર્મેશ મહેતા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘Pappa તમને નહીં સમજાય’એ પચીસ વીક પૂરાં કરીને ગઈ કાલે છવ્વીસમા અઠવાડિયામાં પ્રવેશ કર્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ‘બે યાર’એ સિલ્વર જ્યુબિલી કરી હતી અને એ પછી ‘Pappa તમને નહીં સમજાય’એ કરી છે. ફિલ્મ અત્યારે અમદાવાદ, વાપી, વલસાડ અને સુરતનાં કુલ નવ થિયેટરમાં ચાલે છે તો સાથોસાથ છેલ્લાં ત્રણથી વીકથી અમેરિકા અને કૅનેડાનાં થિયેટરોમાં ચાલે છે. આ ઉપરાંત ફિલ્મ આવતા વીકમાં પોટુર્ગલ અને બ્રિટનમાં પણ રિલીઝ થવાની છે જ્યારે ઑસ્ટ્રેલિયામાં ઑલરેડી રિલીઝ થઈ ચૂકી છે અને સાત વીક ચાલી હતી. પચીસ વીકમાં ફિલ્મે વીસ કરોડ રૂપિયાનો બિઝનેસ ક્રૉસ કરી લીધો છે. ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા કહે છે, ‘આ ફિલ્મની સૌથી મોટી સક્સેસ એ છે કે ફિલ્મ જોઈને અઢળક લોકો એવા મળ્યા જેમણે કહ્યું કે અમારાં ફાધર-સનનાં રિલેશન આ ફિલ્મને લીધે સ્મૂધ થઈ ગયાં.’

‘Pappa તમને નહીં સમજાય’


બાપ-દીકરાના રિલેશન પર આધારિત છે. દીકરો નવી જનરેશનનો છે અને તેને પપ્પાની બધી વાતમાં જુનવાણીપણું દેખાય છે. આધુનિક દુનિયાની પાછળ દોડી રહેલા દીકરાને સાચા રસ્તે લાવવા માટે પપ્પાએ કેવા ઉધામા કરવા પડે છે અને એવું કરવા જતાં એક સમયનું હૅપી ફૅમિલી કેવું વેરવિખેર થઈ જાય છે એની વાત ‘Pappa તમને નહીં સમજાય’માં સંવેદનાત્મક રીતે કહેવામાં આવી છે. ફિલ્મમાં પપ્પાનું કૅરેક્ટર મનોજ જોષી કરે છે જ્યારે નવી જનરેશનના દીકરાનું કૅરૅક્ટર ભવ્ય ગાંધી કરે છે.

મજાની વાત એ છે કે મનોજ જોષી અને ભવ્ય ગાંધી બન્ને ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ પણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK