Pappa તમને નહીં સમજાય એ હકીકતમાં તો દરેકેદરેક પપ્પાની વ્યથા છે

આટલું કહીને નૅશનલ અવૉર્ડ વિનર મનોજ જોષી કહે છે કે ભરપેટ જમ્યા પછી જેમ સંતોષનો ઓડકાર આવે એમ આ ફિલ્મ કર્યા પછી મને સંતોષનો ઓડકાર આવ્યો છે

manoj joshi

હિન્દી ટીવી-સિરિયલમાં લૅન્ડમાર્ક બની ગયેલી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના શરૂઆતના પાંચસો એપિસોડ ડિરેક્ટ કરી પ્રોડ્યુસર બનેલા ધર્મેશ મહેતાની પહેલી ગુજરાતી ફિલ્મ ‘Pappa તમને નહીં સમજાય’ના ટાઇટલમાં જે પપ્પા વિશે કહેવાયું છે એ પપ્પાનું કૅરૅક્ટર બીજું કોઈ નહીં પણ હિન્દી-ગુજરાતી અને મરાઠીના જાણીતા ઍક્ટર મનોજ જોષીએ કર્યું છે. મનોજ જોષી કહે છે, ‘આ ફિલ્મનું ટાઇટલ હકીકતમાં તો દરેકેદરેક પપ્પાની હૃદયવ્યથા છે. બધાં બાળકોને એવું જ લાગે છે કે તેના પપ્પાને સમજાશે નહીં, પણ હકીકત સાવ જુદી હોય છે. પપ્પા એ બધું સમજે છે એટલું જ નહીં, પપ્પા તો એનું પરિણામ શું આવશે એ પણ જોઈ શકતા હોય છે.’

નૅશનલ અવૉર્ડ વિનર ઍક્ટર મનોજ જોષી અત્યારના તબક્કે ગુજરાતી ફિલ્મો માટે અવિભાજ્ય અંગ બની ગયા છે, પણ ‘Pappa તમને નહીં સમજાય’ માટે તેમને વિશેષ લગાવ છે અને એનું કારણ તે સબ્જેક્ટને ગણાવે છે. મનોજ જોષી કહે છે, ‘તમને ભાવતું ભોજન મળે, તમે એ પેટ ભરીને જમો અને જમ્યા પછી જે સંતોષનો ઓડકાર આવે એવું જ ‘Pappa તમને નહીં સમજાય’ માટે બન્યું છે. કામ કર્યાનો સંતોષ મળ્યો છે તો સાથોસાથ એક એવા વિષય પર વાત કરવા મળી જે આજની જનરેશન માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે.’

ફિલ્મના ડિરેક્ટર ધર્મેશ મહેતા જ્યારે સ્ટોરી-સ્ક્રીનપ્લે પર કામ કરતા હતા ત્યારે જ ક્લિયર હતું કે આ રોલ મનોજ જોષી સિવાય કોઈ કરી જ ન શકે. ધર્મેશ મહેતા કહે છે, ‘મનોજ સિવાય બીજો કોઈ ઍક્ટર મને જોઈતો જ નહોતો. શૂટિંગ સમયે તેનાં બીજાં કમિટમેન્ટ્સ પણ હતાં, પણ મને એ બધા વચ્ચે પણ મનોજ જ ફિલ્મમાં જોઈતો હતો. હું કહીશ કે અત્યાર સુધી તમે જે મનોજ જોષીને જોયો છે એ મનોજથી સાવ જ વિપરીત મનોજ ઑડિયન્સને ‘Pappa તમને નહીં સમજાય’માં જોવા મળશે. અતિશયોક્તિ નથી કરતો, પણ ફૅક્ટ છે કે મનોજ જોષીની ઍક્ટિંગ આ ફિલ્મમાં સોળે કળાએ ખીલી છે. તે પેટ પકડીને હસાવે છે અને છાતીનાં પાટિયાં બેસી જાય એવી પીડા સાથે રડાવે પણ છે.’

પ્રોડ્યુસર અલ્પેશ પટેલ, હર્ષ પટેલ અને સ્નેહલ ત્રિવેદીની સોશ્યલ-કૉમેડી એવી આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK