નરેન્દ્ર મોદીએ આપેલો આ ફિલ્મ ગુજરાતીમાં બનાવવાનો વિચાર

વીસથી વધુ સિરિયલ અને પંદરથી વધુ નાટકો ડિરેક્ટ કરી ચૂકેલા ધર્મેશ મહેતા કહે છે કે કૉલેજના દિવસોમાં આ મારો તકિયાકલામ હતો

modi



‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’, ‘આર. કે. લક્ષ્મણ કી દુનિયા’ અને અત્યારે કલર્સ પર ચાલતી ‘ભાગ બકુલ ભાગ’ જેવી વીસથી વધુ સિરિયલ અને પંદરથી વધુ નાટકો પ્રોડ્યુસ-ડિરેક્ટ કરી ચૂકેલા ધર્મેશ મહેતા જ્યારે પ્રી-કૉલેજમાં હતા ત્યારે તેમને પપ્પા સાથે આખો દિવસ ચણભણ થતી અને એનો અંત એક જ ડાયલૉગ પર આવતો, પપ્પા, તમને નહીં સમજાય. ધર્મેશ મહેતા કહે છે, ‘આ ફિલ્મનું ટાઇટલ ‘Pappa તમને નહીં સમજાય’ એ લગભગ મારો તકિયાકલામ બની ગયો હતો. પપ્પા જે વાતમાં આર્ગ્યુમેન્ટ કરવા જાય એમાં હું ફુલસ્ટૉપ મૂકી દેવા માટે આ એક જ વાત કહી દઉં : રહેવા દો પપ્પા, તમને નહીં સમજાય. એ સમયે તો નહોતું સમજાયું, પણ પાંચેક વર્ષ પહેલાં એક વાતમાં મને મારા દીકરાએ એક વાર આ જ જવાબ આપ્યો, પપ્પા, લીવ ઇટ, તમને નહીં સમજાય. અને આ સબ્જેક્ટ મારા મનમાં આવ્યો.’

મજાની વાત એ છે કે આ સબ્જેક્ટ પર સીધી જ ફિલ્મ બનાવવાનો વિચાર ધર્મેશ મહેતાને નહોતો આવ્યો. પહેલાં તેમને આ સબ્જેક્ટ પર નાટકનો વિચાર આવ્યો, પછી તેમને સિરિયલ માટે વિચાર આવ્યો અને એ પછી તેમને હિન્દી અને પછી મરાઠી ફિલ્મનો વિચાર આવ્યો. મરાઠી ફિલ્મ માટે તો તેમણે ઑલરેડી સચિન ખેડેકર સાથે વાત કરી અને સચિન ફિલ્મ માટે તૈયાર પણ થઈ ગયો, પણ એક ઇવેન્ટ દરમ્યાન એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મીટિંગ થઈ અને એ સમયે નરેન્દ્ર મોદીએ તેમના ભવિષ્યના પ્રોજેક્ટ માટે પૂછ્યું અને આ સબ્જેક્ટની વાત નીકળી. મોદીએ જ એ સમયે તેમને સજેશન કર્યું કે માતૃભાષામાં આવા વિષયોની ફિલ્મ બનશે તો ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને લાભ થશે એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ આ ફિલ્મનું શૂટિંગ પણ ગુજરાતમાં કરવા માટે આમંત્રણ આપ્યું અને એ પછી પહેલી વખત ધર્મેશ મહેતાએ આ ફિલ્મ ગુજરાતીમાં બનાવવા વિશે વિચારવાનું શરૂ કર્યું.

‘Pappa તમને નહીં સમજાય’માં એવા બાપ-દીકરાની વાત છે જેમાં દીકરો દરેક તબક્કે એવું જ માન્યા કરે છે કે બાપ હવે જુનવાણી થઈ ગયો છે, તેમને આજના સમયની કંઈ ખબર પડે નહીં અને બાપને સતત એવો અંદેશો મળ્યા કરે છે કે દીકરો ખોટી દિશામાં આગળ વધતો જાય છે. ધર્મેશ મહેતા કહે છે, ‘મારા માટે ‘Pappa તમને નહીં સમજાય’ પ્રાયશ્ચિત્તરૂપ છે અને આને તમે પિતૃતર્પણ પણ કહી શકો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK