NCPAમાં આવતી કાલથી ત્રણ દિવસનો ગુજરાતી નાટ્યોત્સવ

ગુજરાતી નાટ્યકલાકૃતિઓના શોખીન છો? તો ૨૧ માર્ચથી ૨૩ માર્ચ દરમ્યાન આવી રહ્યો છે ફ્ઘ્ભ્ખ્નો નાટ્યોત્સવ. કલા અને સંસ્કૃતિનું રક્ષણ, જતન અને સંવર્ધન કરી રહેલી જાણીતી સંસ્થા NCPAમાં વસંત નામનો ગુજરાતી નાટ્યોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે.

ગુજરાતી રંગભૂમિની પ્રાદેશિક પ્રતિભા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરતા આ નાટ્યોત્સવમાં આ વખતે સુરત, નવસારી અને અમદાવાદનાં નાટકો ભજવવામાં આવશે. ગુજરાતી સાહિત્યના નામાંકિત લેખકોની વાર્તાઓ પરથી જ નહીં, ફ્રેન્ચ અને ઇટાલિયન નાટકો પરથી રૂપાંતરિત થયેલાં નાટકો પણ એમાં છે.

૨૧ માર્ચ : શુક્રવારે એક્સપરિમેન્ટલ થિયેટરમાં સાંજે સાત વાગ્યે ભજવવામાં આવનારું નાટક ‘હોળી’ ૧૯૬૯માં બહુ ગાજેલા ભારતીય લેખક મહેશ એલ્કુંવરના નાટક ‘હોળી’નું રૂપાંતર છે જેની પાશ્વર્ભૂમાં કૉલેજ અને કૉલેજિયનો છે.

૨૨ માર્ચ : શનિવારે ગોદરેજ ડાન્સ થિયેટરમાં સાંજે પાંચ વાગ્યે સો મિનિટ ભજવાનારું નાટક ‘હજી એક વારતા’ ગુજરાતી સાહિત્યના નામાંકિત વાર્તાકારો જ્યોતીન્દ્ર દવે, મોતી પ્રકાશ, અહમદ નદીમ કાઝમી, સરોજ પાઠક, બકુલ ત્રિપાઠીની વખણાયેલી વાર્તાઓ પરથી છે.

૨૨ માર્ચ : શનિવારે સાંજે સાત વાગ્યે એક્સપરિમેન્ટલ થિયેટરમાં ૧૪૦ મિનિટનું ‘એન્કાઉન્ટર’ નાટક ઇટાલિયન રાઇટર ડેરિયો ફોના ‘ઍક્સિડેન્ટલ ડેથ ઑફ ઍનાર્કિસ્ટ’ નાટક પરથી છે.

૨૩ માર્ચ : રવિવારે સાંજે પાંચ વાગ્યે ગોદરેજ ડાન્સ થિયેટરમાં છેલ્લું પારસી નાટક નામશેષ થઈ રહેલી પારસીની સમસ્યાને લઈને આવ્યું છે અને સાંજે સાત વાગ્યે એક્સપરિમેન્ટલ થિયેટરમાં ભજવવામાં આવનારું ૧૨૦ મિનિટનું ‘શુકદન’ ફ્રેન્ચ લેખક એડમન્ડ રોસ્ટેન્ડના નાટક ‘સિયારુનો દ ર્બેજે‍રાક’ પરથી છે.

ગુજરાતી રંગમંચની સર્જનાત્મકતા અને પ્રયોગશીલતાને પ્રોત્સાહન આપવાના આશય સાથે ૨૦૧૧થી શરૂ થયેલા આ ગુજરાતી નાટ્યોત્સવનું આ ચોથું વર્ષ છે.

ટિકિટ બુક કરવા કૉલ કરો : ૬૬૨૨ ૩૭૨૪, ૬૬૨૨ ૩૭૫૪, ઑનલાઇન બુકિંગ : www.ncpamumbai.com 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK