ગુજ્જુભાઈ MOST WANTEDને મળેલા બહોળા પ્રતિસાદથી ફિલ્મની યુવા ટીમ રોમાંચિત

દર્શકો આ રીતે ગુજરાતી ફિલ્મોને આવકારતા રહે તો વધુ ને વધુ સારી કૉમેડી ફિલ્મો આપવાનો ટીમનો નિર્ધાર

gujju

‘ગુજ્જુભાઈ MOST WANTED’ રિલીઝ થઈ ત્યારથી જ બૉક્સ-ઑફિસ પર છવાઈ ગઈ છે. આબાલવૃદ્ધ દરેક વયજૂથના લોકોને આ કૉમેડી ફિલ્મ ખૂબ જ પસંદ પડી રહી છે અને એટલે જ દર્શકો આ ફિલ્મ જોવા માટે થિયેટર સુધી લાંબા થઈ રહ્યા છે.

‘ગુજ્જુભાઈ...’ એટલે સિદ્ધાર્થ રાંદેરિયા એ એક અવિદિત વાત બની ગઈ છે. સિદ્ધાર્થ રાંદેરિયા અને ફિલ્મના નિર્માતા જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ) તેમ જ પેન સ્ટુડિયોની યુવા નિર્માતા બેલડી ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા પણ આ ફિલ્મને મળેલા દર્શકોના બહોળા પ્રતિસાદથી ખૂબ જ ખુશ છે અને તેઓ દર્શકોનો મનપૂર્વક આભાર માને છે.

‘ગુજ્જુભાઈ...’ની આખી ટીમ આ પ્રતિસાદથી એકદમ ફૉર્મમાં આવી ગઈ છે. માત્ર ૨૦૦ રૂપિયામાં સતત બે કલાક હસાવતી આ કૉમેડી ફિલ્મને જોવા આવનારા ગુજ્જુભાઈઓ એટલે કે ગુજરાતી દર્શકોનો આ ટીમ હૃદયપૂર્વક આભાર માને છે અને એમ ઇચ્છે છે કે રોજની તનાવભરી જિંદગીમાંથી રાહત મેળવવા અને સતત હસતા રાખવાનો તેમનો પ્રયાસ સફળ થયો છે ત્યારે આ ફિલ્મ ‘ગુજ્જુભાઈ MOST WANTED’ જોવા માટે દર્શકો વારંવાર થિયેટર સુધી આવતા રહે એ જરૂરી છે.

આ રીતે ગુજરાતી ફિલ્મને ભવ્ય પ્રતિસાદ મળતો રહે તો ગુજરાતી ફિલ્મોદ્યોગને ઉત્તેજન મળે અને વધુ ને વધુ સારી ફિલ્મો બનતી રહેશે એવો ‘ગુજ્જુભાઈ...’ની યુવા ટીમને વિશ્વાસ છે. ગુજરાતી દર્શકો અને એમાંય ખાસ કરીને યુવા દર્શકો હજી વધુ મોટા પ્રમાણમાં ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષાશે તો જ ગુજરાતી ફિલ્મઉદ્યોગની અત્યારે જે રીતે પ્રગતિ થઈ રહી છે એેને કોઈ જ રોકી શકે નહીં.

‘ગુજ્જુભાઈ MOST WANTED’ના દિગ્દર્શન અને કથા-પટકથાની જવાબદારી ઈશાન રાંદેરિયાએ સંભાળી છે અને સિદ્ધાર્થ રાંદેરિયા-જિમિત ત્રિવેદીની જોડીની કેમિસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે. તેમની સાથે તેજલ વ્યાસ, પૂર્વી વ્યાસ, જયેશ મોરે, વ્યોમા નંદી, સુનીલ વિસરાની અને ખાસ ભૂમિકામાં ફિરોઝ ઈરાનીએ પણ દર્શકોને ઘેલા કર્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK