વિટામિન Sheનો ઑફસ્ક્રીન હીરો છે મેહુલ સુરતી

પહેલાં કામ કરવાની ઘસીને ના અને છેલ્લે એક પણ રૂપિયો માગ્યા વિના કામ કરવાની તાલાવેલી મેહુલ સુરતીને વિટામિન She માટે કેમ જાગી એ જાણવા જેવું છે

mehul

ગુજરાતી ફિલ્મ ‘વિટામિન She’માં કુલ છ ગીત છે અને એ છએ છ ગીતનું કૉમ્પોઝિશન સુરત રહેતા જાણીતા મ્યુઝિક-ડિરેક્ટર મેહુલ સુરતીએ કર્યું છે. આ ગીતો એવાં સુપરહિટ થયાં છે કે સોશ્યલ મીડિયા પર વાઇરલ થાય છે અને યુટ્યુબ-ફેસબુક પર ધૂમ મચાવીને લાખોની સંખ્યામાં લાઇક્સ લઈ રહ્યાં છે. ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે સુપરહિટ મ્યુઝિક આપનારા મેહુલ સુરતી પહેલાં આ ફિલ્મ કરવા રાજી નહોતા અને પ્રોડ્યુસર સંજય રાવલની ઇચ્છા હતી કે મેહુલ સુરતી જ મ્યુઝિક આપે. સંજયભાઈ કહે છે, ‘મં્ તેમને ફોન કર્યો ત્યારે તેણે વાત સાંભળતાંની સાથે જ ફિલ્મ કરવાની ના પાડી દીધી. મને નવાઈ લાગી. કારણ પૂછ્યું તો કોઈ ખાસ કારણ આપ્યા વિના જ તેણે ઘસીને ના પાડી દીધી. નેગેટિવિટી સાથે આ શરૂઆત થઈ, પણ મેં તેને ફોન કરવાનું ચાલુ રાખ્યું. ઘણા દિવસો મેહુલને ચેઝ કર્યા પછી એક દિવસ એટલું નક્કી થયું કે અમે મળીએ. એક વખત મેહુલને અમદાવાદ આવવાનું થયું. અમે બન્ને અમારી ઑફિસમાં મળ્યા. અમારી મીટિંગ પૉઝિટીવ રહી. મેહુલે ફિલ્મના મ્યુઝિક માટે હા પાડી. આથી મેં તેને ચેક આપ્યો અને અમારી મીટિંગ પૂરી થઈ.’

હવેની વાત વધારે ઇન્ટરેસ્ટિંગ છે. મીટિંગ પછી સંજયભાઈ મેહુલ સુરતીને નીચે મૂકવા ગયા. બન્ને ગાડી પાસે વાત કરતા હતા ત્યારે એ જગ્યાએથી બાઇક પર બે કપલ નીકળ્યાં, જે સંજયભાઈને જોઈને પાછાં વળ્યાં અને સંજયભાઈને પગે લાગ્યાં. બન્નેએ વાતો પણ કરી. એક પરણેલું કપલ હતું તો બીજું કૉલેજિયન હતું. સંજયભાઈની બધી વાતો ત્યાં ઊભા રહીને મેહુલે પણ સાંભળી. પેલા ચારેય જણ રવાના થઈ ગયા એટલે મેહુલે પોતાના પૉકેટમાંથી ચેક કાઢ્યો અને સંજયભાઈને પાછો આપીને કહ્યું કે આપણે કામ કરીએ છીએ એ નક્કી છે, પણ મારે ઍડ્વાન્સ પેમેન્ટ નથી જોઈતું. સંજયભાઈ કહે છે, ‘જે માણસ દિલથી જીવતો હોય તે પોતાનું ક્રીએશન શ્રેષ્ઠ જ આપતો હોય. મેહુલને માટે હું કહીશ કે તે બેસ્ટ કામ આપવા માટે જ સર્જાયો છે. હું તેને ગુજરાતીનો એ. આર. રહમાન કહીશ અને તે કામ પણ એ જ સ્તરનું કરે છે.’

‘વિટામિન She’નાં ગીતો દર્શન રાવલ, ઐશ્વર્યા મજમુદાર, સિદ્ધાર્થ ભાવસાર, જાહ્નવી શ્રીમાંકર અને ધ્વનિતે ગાયાં છે. રસપ્રદ વાત તો એ છે કે જે માણસ પહેલાં મ્યુઝિક-ડિરેક્શન માટે રાજી નહોતો એ જ મેહુલ સુરતીએ પછી તો આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ આપ્યું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK