આજે ઓપન થાય છે મનોજ જોષીનું નવું નાટક ‘રંગીલો’

હસવું બહુ જરૂરી છે,સાથે-સાથે આંખોમાં આંસુ પણ અનિવાર્ય છે

manoj joshi

ઍક્ટર અને ડિરેક્ટર મનોજ જોષીનું નાટક ‘રંગીલો’ આજે ઓપન થઈ રહ્યું છે. આ નાટક મૂળ મરાઠી કૃતિ પર આધારિત છે અને એનું રૂપાંતર મનોજ જોષીએ જ કર્યું છે. નાટકમાં મનોજ જોષી કુલ ૬ રોલ કરે છે અને એ છએછ ભૂમિકા હાસ્યના છ પ્રકારને પ્રસ્થાપિત કરે છે. મનોજ જોષી કહે છે, ‘નાટકચેટકના હેતુથી આ નાટક નથી બન્યું અને છતાં એક પૂર્ણ નાટક જોવાની તમામ ઇચ્છા ‘રંગીલો’માં પૂર્ણ થાય છે. આ નાટક વાસ્તવિકતા સમજાવવા ઉપરાંત એ પણ સમજાવે છે કે જીવનમાં હાસ્ય જરૂરી છે, પણ આંખોમાં આંસુની પણ અનિવાર્યતા છે. જો આંખમાં આંસુ હશે તો જ હાસ્યનું મૂલ્ય સમજાશે.’

નાટકની વાર્તા જૂની રંગભૂમિના કલાકાર જયશંકર જોષીની છે. જયશંકર જોષીને ૮૭ વર્ષ થઈ ગયાં છે અને હવે તેઓ ખર્યું પાન છે. જયશંકર જોષી ગુજરાતમાં રહે છે. મુંબઈના નાટ્યપ્રેમીઓ જયશંકર જોષીનું સન્માન રાખે છે અને જોષીસાહેબ મુંબઈ આવવા માટે નીકળે છે, પણ રસ્તામાં અટવાઈ જાય છે અને કાર્યક્રમ શરૂ કરી દેવો પડે છે. શરૂ થયેલા આ કાર્યક્રમ દરમ્યાન અલગ-અલગ લોકો આવે છે, જે આમ તો આ જ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. ચાણક્યનું પાત્ર જયશંકર જોષી અદ્ભુત રીતે ભજવતા એટલે એ પાત્ર ભજવવામાં આવે છે, તો ગુજરાતી ભાષાનાં ચીંથરાં ફાડી નાખે એવો પણ કાર્યક્રમનો બધો ખર્ચ આપનારો ચાઇનીઝ પ્રિન્સ પણ આવે છે. ચાવાળા અને કોકિલાબહેન પણ આવે છે અને જયશંકર જોષીનો જ પૌત્ર યોયો વિકી બાદશાહ પણ આવે છે. સૌથી છેલ્લે કાર્યક્રમ પૂરો થવાની તૈયારી છે એ સમયે જયશંકર જોષી આવે છે. જયશંકર જોષી પાસે આમ તો કંઈ કહેવાનું રહેતું નથી, પણ તેઓ જે વાત કહે છે એ સૌકોઈના હૃદયની આરપાર નીકળી જાય છે. એકસાથે ૬ ભૂમિકા સ્ટેજ પર અદા કરનારા મનોજ જોષી કહે છે કે આ નાટક માત્ર મનોરંજન નથી, જીવનના અલગ-અલગ તબક્કાઓને આંખ સામે લઈ આવવાનું કામ પણ આ નાટક કરે છે.

‘રંગીલો’નો શુભારંભ આજે રાતે ૯ વાગ્યે ઘાટકોપરના ઝવેરબેન સભાગૃહથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK