કેતકી દવે પાંત્રીસ વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં

Pappa તમને નહીં સમજાયમાં જોવા મળશે મનોજ જોષીની પત્ની અને ભવ્ય ગાંધીની મમ્મીના રોલમાં

ketki dave

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ના અરરરર... સંવાદથી માત્ર ગુજરાતીઓમાં જ નહીં પણ દેશભરમાં પૉપ્યુલર થઈ ગયેલાં કેતકી દવે ગુજરાતી નાટક અને ગુજરાતી સિરિયલો કરે છે અને એટલે તેમને ગુજરાતી ફિલ્મો માટે એકધારી ઑફર આવતી રહી છે, પણ તેમણે એ કોઈ ઑફર સ્વીકારી નહોતી. કેતકી દવે કહે છે, ‘લગભગ પાંત્રીસેક વર્ષ પહેલાં એક ગુજરાતી ફિલ્મ કરી હતી, પણ એ પછી એક પણ ગુજરાતી ફિલ્મ નથી કરી અને ‘Pappa તમને નહીં સમજાય’ જો ન આવી હોત તો હજી પણ નહોતી કરવાની. આ સ્ક્રિપ્ટ અદ્ભુત છે. આઇ મસ્ટ સે કે આ સબ્જેક્ટ પર ફિલ્મ બનવી જ જોઈએ અને હું તો આ જનરેશન-ગૅપ મારા ઘરમાં પણ રસિક અને મારા દીકરા અભિષેક વચ્ચે જોતી આવી છું, પણ જે સજેશન ડિરેક્ટર ધર્મેશ મહેતાએ આપ્યાં છે એ ખૂબ જ સરસ છે. હું કહીશ કે ફાધર-સનની રિલેશનશિપમાં દેખાતા જનરેશન-ગૅપનું સૉલ્યુશન ડિરેક્ટર ધર્મેશ મહેતાએ ખૂબ જ સરસ અને સાવ નવી જ રીતે દર્શાવ્યું છે.’

ડિરેક્ટર ધર્મેશ મહેતા માટે મનોજ જોષીની વાઇફનું કૅરેક્ટર કોણ કરશે એ યક્ષ પ્રશ્ન હતો. ધર્મેશ મહેતા કહે છે, ‘જીવનમાં માનું કામ બે ડબ્બા વચ્ચેના બફર જેવું હોય છે. જો બફર બરાબર કામ ન કરે તો ટ્રેનના બન્ને ડબ્બા આપસમાં જ ભટકાઈને નુકસાન કરે. ફાધર મનોજ અને સન ભવ્ય વચ્ચે બફરનું કામ કરે અને એ પણ અદ્ભુત રીતે કરે એવી કોઈ ઍક્ટ્રેસ દેખાતી નહોતી અને કેતકી પાસે પુષ્કળ કામ હતું એ તો પહેલેથી જ ખબર હતી, પણ એમ છતાં હિંમત કરીને ના સાંભળવા મળશે એવી ધારણા સાથે તેમને સ્ક્રિપ્ટ સંભળાવવા પહોંચી ગયો અને આર્ય વચ્ચે તેમણે હા પાડી.’

કેતકીબહેન કહે છે, ‘બાપ-દીકરાની ચડભડ સૌથી વધારે વસમી હોય છે. હું કહીશ કે આજે નેવું ટકા ગુજરાતી મમ્મીઓ ભગવાન પાસે એ બન્નેનો જનરેશન-ગૅપ દૂર થાય એની જ પ્રાર્થના કરતી હોય છે. આ ફિલ્મમાં પણ એવું જ છે, પણ અહીં મમ્મી પ્રાર્થના કરતાં બેસી રહેવાને બદલે ઍક્ટિવ રોલ કરે છે અને બાપ-દીકરાને નજીક લાવવાનું કામ કેવી રીતે કરવું એમાં ભાગ લે છે જે સૌકોઈએ કરવાની જરૂર છે.’

‘Pappa તમને નહીં સમજાય’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK