પેન ઇન્ડિયા લિમિટેડની યશકલગીમાં વધુ એક ઉમેરો : ત્રણ ચૅનલ શરૂ કરશે

iLove, BT NEWS ના લૉન્ચિંગ ઉપરાંત MTunes (HD)નું રીલૉન્ચિંગ

pen india

અત્યારે ટેલિવિઝનમાં ખૂબ જ સ્પર્ધા ચાલી રહી છે. મનોરંજનથી ભરપૂર કાર્યક્રમો રજૂ કરનારી અનેક ચૅનલો છે. એની સાથે જ ફક્ત અને ફક્ત સંગીત રજૂ કરનારી પણ અનેક ચૅનલો છે. હવે આ સ્પર્ધામાં પેન ઇન્ડિયા લિમિટેડે પણ ઝુકાવવાનો નિર્ણય કર્યો છે.

જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ)એ આ વિશે જણાવ્યું હતું કે સરકારના માહિતી અને પ્રસારણ ખાતા તરફથી અમને આ માટેનું લાઇસન્સ મળી ગયું હોવાથી ૧૫ ઑગસ્ટથી અમે ત્રણ નવી ચૅનલ ચાલુ કરી રહ્યા છીએ.

આ ત્રણમાંથી બે ચૅનલ એકદમ નવી છે, જેમાં iLove અને બૉલીવુડ ટાઇમ્સ ન્યુઝ (BT NEWS)નો સમાવેશ થાય છે. iLove  ચૅનલ પર આખો દિવસ હિન્દી ફિલ્મોનાં ગીતોનો સુવર્ણકાળ ગણાતો હતો એ સમયનાં લોકપ્રિય ગીતો રજૂ કરવામાં આવશે, જ્યારે BT NEWS પર બૉલીવુડના ન્યુઝ સાથે ગીત-સંગીત રજૂ કરવામાં આવશે.

MTunes (HD) નામની ચૅનલે અત્યાર સુધીમાં સંગીતપ્રેમીઓમાં પોતાનું આગવું સ્થાન જમાવી જ દીધું છે, પણ આ ચૅનલને ૧૫ ઑગસ્ટે રી-લૉન્ચ કરવામાં આવશે. MTunes (HD) ચૅનલ અત્યારે જે કાર્યક્રમો રજૂ કરે છે એમાં થોડા ફેરફારો સાથે નવા સ્વરૂપે રજૂ કરવામાં આવશે.

અત્યારે બધી જ મોટી ચૅનલોની પોતાની સંગીતની ચૅનલો છે જ. એમાં પેન ઇન્ડિયા લિમિટેડે ઝુકાવતાં સ્પર્ધા વધશે. પેન ઇન્ડિયા લિમિટેડની આ ત્રણેય ચૅનલ ફ્રી-ટુ-ઍર છે એટલે એ આસાનીથી જોઈ શકાશે.

મનોરંજનની દુનિયામાં પેન ઇન્ડિયા લિમિટેડનું નામ ખૂબ જ મોટું છે અને તેમની પોતાની વિડિયો-લાઇબ્રેરી પણ ખૂબ જ વિશાળ છે એ જોતાં આ ચૅનલ પર રજૂ થનારાં ગીતો હટકે હશે એમાં કોઈ જ શંકા નથી. આમ પણ ઘણી ચૅનલો પર રજૂ થનારાં ગીતો મર્યાદિત સંખ્યામાં હોય છે ત્યારે બૉલીવુડના સુવર્ણકાળ દરમ્યાનનાં ગીતો રજૂ કરીને દર્શકોને મોહી લેવાની તૈયારી છે.

બીજું, આજના યંગસ્ટર્સને આકર્ષવા માટે BT NEWS ચૅનલને સફળતા મળશે. બૉલીવુડના તાજા સમાચારોની સાથે આજના જમાનાનાં ગીતો યંગસ્ટર્સને પ્રભાવિત કરશે. આમ કુટુંબના દરેક વર્ગને આકર્ષવા માટે પેન ઇન્ડિયા લિમિટેડની ભરપૂર તૈયારી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK