હેપ્પી ફેમિલી...ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શકલ બદલી નાંખશે : રાજીવ મહેતા

ગુજરાતી ફિલ્મ જગતમાં મોર્ડન ફિલ્મોની શરૂઆત થવા લાગી છે ત્યારે  આવતી કાલે 6 ડિસેમ્બરના રોજ 'હેપ્પી ફેમીલી Pvt Ltd.' રિલીઝ થવા જઈ રહી છે. વધુ એક મોડર્ન ફિલ્મ ગુજરાતી દર્શકોને રિઝવવા માટે આવી રહી છે ત્યારે અમે ફિલ્મના મુખ્ય કલાકાર રાજીવ મહેતા સાથે આ ફિલ્મ વિશે અને ગુજરાતી ફિલ્મ જગત વિશે વાત કરી...(કુનાલ પંડ્યા)


મુંબઈ, 5 ડિસેમ્બર 2013


ગુજરાતી ફિલ્મની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે કેડિયા અને ધોતી  પહેરેલા હીરો અને ચણિયા ચોળી અને સાડી પહેરેલી હિરોઈનો ગામડામાં ફરતી દેખાય તેવું દ્રશ્ય આપણી આંખ સમક્ષ આવી જાય. પરંતુ આ દ્રશ્યની છાપની મિટાવવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી નવી ગુજરાતી જનરેશન મેદાનમાં પડી છે તેવું લાગી રહ્યું છે. 'કેવી રીતે જઈશ', 'સપ્તપદી', 'ધ ગુડ રોડ' અને હવે 'હેપ્પી ફેમીલી Pvt Ltd.' જેવી મોડર્ન ફિલ્મો જેમાં હિન્દી ફિલ્મોની જેમ જ સ્ટોરીલાઈન, એક્શન સીકવન્સ, મ્યુઝિક અને હિરો-હિરોઈનના ડ્રેસિંગ બધું જ મોડર્ન બની રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં સ્ટોરી એક્સપરિમેન્ટ પણ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ કેવી રીતે જઈશમાં જ્યારે ગુજરાતીઓની પટેલ જાતિને અમેરિકા જવા માટે કેટલી તકલીફો પડે છે તે બતાવવામાં આવ્યું હતું તો ત્યારે સપ્તપદીમાં દંપતિ અને સંતાન વચ્ચેના પ્રેમની લાગણીઓને વણી લેવામાં આવી હતી.

'હેપ્પી ફેમીલી...'ના મુખ્ય કલાકાર રાજીવ મહેતાને આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વર્ષમાં ઓછામાં ઓછી આવી બે ગુજરાતી ફિલ્મો બને તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસને કોઈ રોકી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે હેપ્પી ફેમીલી પ્રાઈવેટ લિમિટેડ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની શકલ બદલી નાંખશે. આ ફિલ્મનો સબ્જેક્ટ અત્યંત સુંદર છે અને તેનો સ્ટોરી આઈડ્યા સંપૂર્ણ રીતે મનોરંજક અને સિનેમાની સીટ પર જકડી રાખનાર છે.

ફિલ્મની સ્ટોરીલાઈન


સફળ બિઝનેસમેન - બિલ્ડર ઉત્તમ મહેતા (રાજીવ મહેતા) પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. મહેતા સ્વભાવે ખૂબ જ ઇગોઇસ્ટિક, ઉદ્ધત અને વગર કારણે ગુસ્સે રહેનાર છે. ઓફિસમાં કર્મચારીઓ પર કારણ વિના તૂટી પડનાર ઉત્તમ મહેતાને વારંવાર ગુસ્સો આવતો રહેતો હોય છે. મલ્ટિમિલ્યોનેર હોવાના કારણે બિઝનેસમાં વ્યસ્ત રહેવાની સાથે સાથે એશોઆરામની જિંદગી ગુજારતો હોય છે આખો પરિવાર. જ્યારે પત્ની પોતાને હજુ પણ 18 વર્ષની માનતી હોય છે અને અન્યને પણ પોતે યુવાન જ છે તેવું માનવા માટે તેમનું બ્રેઈન વોશ કરતી રહેતી હોય છે. દીકરી પ્લાસ્ટિક મની એટલે કે ક્રેડિટ કાર્ડનો જ ઉપયોગ કરવામાં માનતી હોય છે કોઈ પણ ખરીદી તે ક્રેડિટ કાર્ડ દ્વારા જ કરવાનો અનોખો શોખ ધરાવતી હોય છે. જ્યારે દીકરો એકદમ ફૂડી છે જેને આખો દિવસ ખાવાનું અને પાણી ભરેલા બાથટબમાં બેસી રહેવું જ ગમે છે.

ફિલ્મ વધુ રસપ્રદ બને છે જ્યારે સફળ બિલ્ડર ઉત્તમ મહેતાને દુશ્મન બિલ્ડર તરફથી મોતની ધમકી મળે છે. આવા સમયે મહેતાનો પોલીસ મિત્ર તેમને એવી જગ્યાએ થોડાં દિવસો માટે છુપાઈ જવાનું કહે છે જ્યાં તેમને ગૂગલ પણ સર્ચ ન કરી શકે. બસ, ત્યાર બાદ આખું મહેતા ફેમિલી મુંબઈથી એન્ટિલાપુરમાં ફિયાટની ડેકીમાં લાખ્ખો રૂપિયા ભરીને પહોંચી જાય છે. પરંતુ આ લાખ્ખો રૂપિયા આ ગામમાં તેમના કોઈ કામમાં નથી આવતા કારણકે અહીં ફક્ત બદલા પદ્ધતિ (બાર્ટર) જ સમગ્ર આપ-લે વ્યવહાર થતો હોય છે. બસ, આ સંજોગોમાં મલ્ટિ મિલ્યોનેર ફેમિલી જે કૂદકે ને ભૂસકે પૈસા પાણીની જેમ વાપરવા માટેના આદિ હોય છે ત્યારે આ બાર્ટર સિસ્ટમ ધરાવતા ગામમાં કેવી રીતે સર્વાઈવ કરે છે તે જોવાનું રહે છે.
ફિલ્મના યંગ ડિરેક્ટર રઘુવીર જોશી વિશે રાજીવ મહેતા કહે છે કે તેમની આ ફિલ્મ જોઈને તમને લાગશે નહીં કે તેમની આ પ્રથમ ફિલ્મ છે. ડિરેક્ટર તરીકે તેમને શું જોઈએ છે તેની ખાસ તેમને ખબર હતી અને અમારી પાસેથી કેટલું અને કેવું કામ લેવું તેની માટે તેઓ વેલ પ્રીપેર્ડ દેખાયા હતા.

ફિલ્મમાં એક આઈટમ સોંગ પણ છે જે રઘુવીર જોશીની પત્ની દ્વારા જ કમ્પોઝ કરવામાં તેમ જ ગાવામાં આવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK