ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ ગુજરાતી ફિલ્મમાં નવો ઇતિહાસ રચવા તૈયાર

કોઈ સફળ ફિલ્મની સીક્વલ કે ફ્રૅન્ચાઇઝી ગુજરાતી ફિલ્મમાં પહેલી જ વાર રજૂ થવાની છે

gujju


ગુજરાતી ફિલ્મનો એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. હિન્દી ફિલ્મોમાં તો અનેક સફળ ફિલ્મોની સીક્વલ બનતી જ હોય છે, પણ ગુજરાતી ફિલ્મમાં પહેલી જ વાર ‘સીક્વલ’ બનવા જઈ રહી છે. આને સીક્વલ કહીએ કે એક ફ્રૅન્ચાઇઝી એ ફરી એક નવો વિષય છે.

સિદ્ધાર્થ રાંદેરિયાએ બે વર્ષ અગાઉ ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ નામની સફળ ફિલ્મ આપી હતી અને નાટકોમાં તેમણે ‘ગુજ્જુભાઈ’ને આખેઆખી સિરીઝ બનાવી છે અને અપાર સફળતા પણ મેળવી છે. ‘ગજ્જુભાઈ ધ ગ્રેટ’ પછી હવે ફિલ્મોમાં એ ફ્રેન્ચાઇઝી આગળ વધારવા માટે હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર જયંતીલાલ ગડા (પેન ઇન્ડિયા લિમિટેડ) અને સિદ્ધાર્થ રાંદેરિયાએ હાથ મેળવ્યા છે.

સિદ્ધાર્થ રાંદેરિયા પિક્ચર્સના બૅનર અને પેન સ્ટુડિયોના ધવલ જયંતીલાલ ગડા અને અક્ષય જયંતીલાલ ગડા ‘ગુજ્જુભાઈ મોસ્ટ વૉન્ટેડ’ નામની ફિલ્મ દ્વારા આ ફ્રૅન્ચાઇઝી આગળ વધારવા જઈ રહ્યા છે. ૧૯ જાન્યુઆરીએ આ ફિલ્મ ગુજરાતભરમાં, મુંબઈમાં અને ઓવરસીઝ માર્કેટમાં પણ રિલીઝ થવાની છે.

આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ લૉન્ચ કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો. એને મીડિયામાં બહુ જ સારો આવકાર મળ્યો હતો. હવે ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ પહેલા ભાગ કરતાં પણ મોટા પાયે બનાવવામાં આવી છે. ગુજરાતી ફિલ્મમાં ક્યારેય ન આવ્યો હોય એવો ક્લાઇમૅક્સ સીન આ ફિલ્મમાં ફિલ્માવાયો છે.

ફિલ્મનું ડિરેક્શન, કથા-પટકથા ઈશાન રાંદેરિયાનાં છે. ફિલ્મના કલાકારોમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને જિમિત ત્રિવેદીની જોડી ફરી એક વાર દર્શકોને ભરપેટ હસાવવા તૈયાર છે. તેમની સાથે તેજલ વ્યાસ, પૂર્વી વ્યાસ, જયેશ મોરે, વ્યોમા નંદી, સુનીલ વિસરાણી અને ખાસ ભૂમિકામાં ફિરોઝ ઈરાની છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK