ગુજ્જુભાઈ MOST WANTEDએ રિલીઝ સાથે બનાવ્યા અનેક રેકૉર્ડ

ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે દુબઈ સેન્સર બોર્ડે આ ફિલ્મ પાસ કરવાની ના પાડીને રિજેક્ટ કરી નાખી

gujju

જયંતીલાલ ગડા નિર્મિત અને સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ‘ગુજ્જુભાઈ MOST WANTED’એ રિલીઝની સાથે જ અનેક રેકૉર્ડ્સ બનાવી લીધા છે. પહેલા જ દિવસે સુપરહિટ પુરવાર થયેલી આ એવી પહેલી ગુજરાતી ફિલ્મ છે જેના પેઇડ પ્રીવ્યુ થયા તો પહેલી ગુજરાત ફિલ્મ છે જે માત્ર ગુજરાત અને મુંબઈમાં જ નહીં પણ દેશ અને દુનિયા સહિત કુલ અગિયાર દેશોમાં એકસાથે રિલીઝ થઈ. ફિલ્મના પ્રોડ્યુસર જયંતીલાલ ગડા કહે છે, ‘ફિલ્મનું લીડ કૅરૅક્ટર ગુજ્જુભાઈ પોતે જ મોટી બ્રૅન્ડ છે એ પેઇડ પ્રીવ્યુમાં પુરવાર થયું. પેઇડ પ્રીવ્યુ માટે અમને પબ્લિસિટી માટે એક જ દિવસ મળ્યો, પણ એમ છતાં વર્કિંગ ડેએ થયેલા પેઇડ પ્રીવ્યુમાં ૬૨ ટકા કલેક્શન આવ્યું, આટલું જ કલેક્શન ‘પદ્માવત’નું હતું.’

ઑલ વર્લ્ડ રિલીઝ અને પેઇડ પ્રીવ્યુ ઉપરાંત ‘ગુજ્જુભાઈ MOST WANTED’એ બનાવેલા અન્ય રેકૉર્ડ્સ પણ જોવા જેવા છે. આ અત્યાર સુધીની સૌથી કૉસ્ટ્લી ગુજરાતી ફિલ્મ છે. જયંતીલાલ ગડા કહે છે, ‘ફિલ્મની સ્ટોરી જ એવી છે કે એના માટે બજેટમાં કોઈ જાતની કચાશ અમે નથી રાખી. ફિલ્મનું મેકિંગ કોઈ પણ હિન્દી ફિલ્મ જેવું જ છે અને એની ઍક્શન-સીક્વન્સ પણ હિન્દી સ્ટાન્ડર્ડની રાખવા ટેક્નિકલ ટીમ પણ હિન્દી અને સાઉથની ફિલ્મોની રાખવામાં આવી છે.’

સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મો મૅક્સિમમ સોથી સવાસો સ્ક્રીનમાં રિલીઝ થતી હોય છે, પણ ‘ગુજ્જુભાઈ MOST WANTED’ ૨૩૨ સ્ક્રીનમાં એકસાથે રિલીઝ થઈ છે, જે સિદ્ધાર્થ રાંદેરિયાના ફૅન્સને કારણે થઈ શક્યું છે. સિદ્ધાર્થભાઈ કહે છે, ‘નાટકને કારણે જ્યાં-જ્યાં ગુજરાતી હોય ત્યાં-ત્યાં નાટકના શો કરવાનું બન્યું હોય, જેનો બેનિફિટ આવા સમયે થાય. ખુશીની વાત છે કે ફિલ્મ લાર્જ સ્કેલ પર રિલીઝ થઈ, પણ બમણી ખુશીની વાત એ છે કે બધી જ જગ્યાએ એનો રિસ્પૉન્સ સારો છે.’

‘ગુજ્જુભાઈ MOST WANTED’એ બનાવેલા અનેક રેકૉર્ડ્સમાંથી એક છે દુબઈ દ્વારા એની અટકાવવામાં આવેલી રિલીઝનો. યસ, આ પહેલી ઇન્ડિયન ફિલ્મ છે જેને દુબઈ સેન્સર બોર્ડે અટકાવી દીધી છે. જયંતીલાલ ગડા કહે છે, ‘અમે તો આટલાં વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં છીએ પણ અમે જોયું નથી કે એક પણ ફિલ્મને દુબઈએ અટકાવી હોય, પણ આ ફિલ્મને જોયા પછી દુબઈ સેન્સર બોર્ડે ફિલ્મ રિજેક્ટ કરી નાખી અને નવેસરથી એડિટ કરીને આપીએ તો જ એ રિલીઝ કરવાની પરમિશન આપશે એવું રાઇટિંગમાં આપ્યું છે. ફિલ્મની વાર્તા છે કે આતંકવાદીઓ સામે એક ગુજરાતી બાપ-દીકરો કેવી ફાઇટ આપે છે અને કેવી રીતે આતંકવાદીઓને પકડાવે છે. દુબઈએ ના પાડી એટલે અમે પાકિસ્તાન સેન્સર બોર્ડમાં ફિલ્મ સબ્મિટ કરવાનું માંડી વાળ્યું છે.’

ગુજરાતી ફિલ્મોને બજેટનો મુદ્દો સૌથી વધારે નડતો હોય છે, જેને લીધે ઝડપથી ફિલ્મ પૂરી કરવામાં આવે છે, પણ ‘ગુજ્જુભાઈ MOST WANTED’એ એ બૅરિયર પણ તોડી નાખ્યું અને ફિલ્મનું શૂટિંગ કુલ ૫૭ દિવસ ચાલ્યું, જેમાંથી માત્ર બાર જ દિવસ ઇનડોર શૂટ થયું છે જ્યારે બાકીના ૪૫ દિવસ આઉટડોર શૂટિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત આ ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ બની જે કચ્છના BSFના કબજામાં રહેલા સરહદી વિસ્તારમાં શૂટ થઈ હોય. સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘રણમાં અમારો ક્લાઇમૅક્સ હતો, સામસામી ગોળીઓ છૂટે એવા સીન્સ હતા. ગોળી છોડવાનું શરૂ કર્યું અને BSFના જવાનો ત્રાટક્યા. કૅમેરાથી માંડીને આખા યુનિટનો કબજો લઈ લીધો. અમારું કામ તો રખડી પડ્યું એ તો ઠીક, પહેલાં તો અમારે છુટકારો મેળવવાનું કામ કરવું પડ્યું, પણ ભલું થજો નાટકોનું કે BSFના એક સિનિયર ઑફિસરે મારાં નાટક જોયાં હતાં એટલે એ ઓળખી ગયા અને મારી વાત માનીને તેમણે અમને છોડી દીધા, બાકી આતંકવાદીવિરોધી એવી આ ફિલ્મના શૂટિંગમાં એ દિવસે તો અમે જ આતંકવાદી સાબિત થઈ જઈએ એમ હતું.’

ગુજ્જુભાઈ હવે નવા અવતારમાં

અત્યાર સુધીમાં માત્ર બે જ ગુજરાતી ફિલ્મ કરનારા સિદ્ધાર્થ રાંદેરિયાની આ બન્ïને ફિલ્મ ગુજ્જુભાઈ કૅરૅક્ટર પર આધારિત છે. આ કૅરૅક્ટરને ડેવલપ કરવાનું અને એને રંગભૂમિ પર પૉપ્યુલર કરવાનું કામ પણ સિદ્ધાર્થ રાંદેરિયાએ કર્યું છે. ભારોભાર કૉમેડી ફ્લેવર ધરાવતા આ કૅરૅક્ટરમાંથી બહાર નીકળીને સિદ્ધાર્થ રાંદેરિયા પહેલી વખત હવે એક નવું જ કૅરૅક્ટર કરવાના છે અને એનું કામ પણ શરૂ થઈ ગયું છે. નાના પાટેકરને ચમકાવતી અને ખૂબ જ વખણાયેલી ફિલ્મ ‘નટસમ્રાટ’ની ઑફિશ્યલ રીમેક ગુજરાતીમાં બની રહી છે જેનું ડિરેક્શન જયંત ગિલાતર કરે છે અને નટસમ્રાટનું કૅરૅક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા કરે છે. આખી જિંદગી રંગભૂમિની સેવા કરનારો એક કલાકાર પોતાનું બધું બાળકોને ધરી દે છે, પણ એ પછી તેની શું વલે થાય છે એ વાત ‘નટસમ્રાટ’માં કહેવાઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK