આજે ઓપન થાય છે નવું નાટક 'સ્વજન રે જૂઠ મત બોલો'

બા-બાપુજીના મોતના રૂપિયા તો લઈ લીધા, હવે શું?

gujarati natak



સંજય ગોરડિયા પ્રોડક્શન્સનું નવું નાટક ‘સ્વજન રે જૂઠ મત બોલો’ વિનોદ સરવૈયાએ લખ્યું છે અને વિપુલ મહેતાએ ડિરેક્ટ કર્યું છે. બે વર્ષ પહેલાં અમદાવાદમાં ઘટેલી એક સત્યઘટના પર આધારિત આ નાટકની વાર્તા મિડલ-ક્લાસ એવા શાસ્ત્રીપરિવારની આસપાસ ઘૂમરાય છે. દિનાનાથ શાસ્ત્રી પોતાની વાઇફ, બે દીકરા અને બન્ને દીકરાની પુત્રવધૂઓ સાથે ખુશીથી રહે છે. શાસ્ત્રીજી પોતાની વાઇફ સાથે ચારધામની યાત્રાએ જવાના છે એ વાતથી સૌ ખુશ છે. યાત્રા શરૂ થાય છે, પણ એ સમય દરમ્યાન સમાચાર આવે છે કે આવેલા તોફાનને કારણે શાસ્ત્રીજી અને તેમની વાઇફનો દેહાંત થયો છે. દીકરાઓ માનવા તૈયાર નથી કે તેમનાં મા-બાપનું મોત થયું હોય, પણ રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન અનેક પુરાવાઓ એવા મળે છે જેને લીધે કમને માનવું પડે કે શાસ્ત્રીદંપતી હયાત નથી. ત્રણ મહિના વીતી જાય છે અને સરકાર અન્ય લાપતા લોકોની જેમ જ શાસ્ત્રીદંપતીને પણ મૃત જાહેર કરીને તેમની ફૅમિલીને આઠ લાખ રૂપિયાનું વળતર ચૂકવી દે છે. દીકરાઓ ભારે મને એ પૈસા સ્વીકારી લે છે અને પછી રાબેતા મુજબ એ પૈસા ખર્ચાઈ પણ જાય છે.

એક સવારે ઘરમાં જ્યારે પૂજા ચાલી રહી છે ત્યારે જ અચાનક શાસ્ત્રી-કપલ ચહેરા પર સિનેમાસ્કોપ સ્માઇલ સાથે પ્રગટ થાય છે. મા-બાપ આવી ગયાં હોવાની ખુશી તો દીકરાઓને બહુ છે, પણ હવે મસમોટી મુશ્કેલી એ છે કે મા-બાપના મોતના વળતરપેટે જે રૂપિયા લેવાઈ ગયા છે એ તો વપરાઈ ગયા છે અને ગજવાં ખાલી છે. નાટકના ડિરેક્ટર વિપુલ મહેતાએ કહ્યું હતું, ‘વિષય સાંભળતી વખતે ભારે લાગે એવું બને, પણ આ આખી વાત એકદમ કૉમેડી-ફૉર્મેટ સાથે રજૂ કરવામાં આવી છે. પૈસા ચૂકવીને મા-બાપ પાછાં જોઈએ છે, પણ પૈસા છે નહીં એટલે મા-બાપને સ્વીકારી શકાતાં નથી. બસ, અહીંથી અનેક પ્રકારની સિચુએશન જનરેટ થાય છે.’

‘સ્વજન રે જૂઠ મત બોલો’ના મુખ્ય કલાકારોમાં જગેશ મુકાતી, મેઘના સોલંકી, નીલેશ પંડ્યા, પરાગ શાહ, વિમલ પટેલ, માર્ગી કુલકર્ણી, પ્રતીક દવે અને મનીષા મહેતાનો સમાવેશ છે. આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી નાટકનો શુભારંભ થઈ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK