ન હોય તો જોઈએ છે અને હોય તો આકરી લાગે છે

આજથી રિલીઝ થતી ફિલ્મ વિટામિન Sheમાં આજની યંગ જનરેશનની લાક્ષણિકતા, એની મર્યાદાની સાથોસાથ એની ખૂબી અને ખાસિયતોને જબરદસ્ત દિલચસ્પ રીતે વણી લેવામાં આવી છે


vitamin she‘વિટામિન She’ની ટીમ : સ્મિત પંડ્યા, પ્રેમ ગઢવી, ભક્તિ કુબાવત, ફૈસલ હાશ્મી, ધ્વનિત ઠાકર, મૌલિક નાયક.

આજે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘વિટામિન She’ની વાર્તા કે પછી એ ફિલ્મ વિશે વાત કરતાં પહેલાં કહેવાનું કે આ ફિલ્મના કેન્દ્રમાં એક પ્રશ્ન પુછાયો છે અને એ પ્રશ્ન છે કે શું દરેક પ્રેમ એક્સપાયરી ડેટ સાથે જ આવતો હોય છે?

પ્રશ્ન ઇન્ટરેસ્ટિંગ છે અને વિચાર કરતા કરી મૂકવાની ક્ષમતા પણ ધરાવે જ છે અને આ જ ક્ષમતાને લીધે આ ગુજરાતી ફિલ્મ આજે ટૉક ઑફ ધ ટાઉન છે. ગુજરાતના જાણીતા બિલ્ડર અને દેશભરમાં ખ્યાતિ મેળવનારા મોટિવેટર એવા સંજય રાવલે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મની અનાઉન્સમેન્ટ બે વર્ષ પહેલાં છેક ૨૦૧૫માં થઈ હતી અને હવે એ પૂરી થઈ છે. ફિલ્મ મોડી થવા વિશે પણ સંજયભાઈ સરસ વાત કહે છે. સંજયભાઈ કહે છે, ‘હું પર્ફેક્શનનો આગ્રહી છું. જો કામ પર્ફેક્ટ ન થવાનું હોય તો હું એ કામ કરવામાં માનતો નથી અને એવા કામ સાથે મારું નામ જોડાય એવું પણ હું ક્યારેય ઇચ્છતો નથી. જેમ બાળક હોય છેને, સર્વગુણસંપન્ન બાળક? એવી જ મારે ફિલ્મ બનાવવી હતી, સર્વગુણસંપન્ન ફિલ્મ. તમને નવાઈ લાગશે કે આ ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું એ દરમ્યાન પણ પાંચસો વખત સ્ક્રિપ્ટમાં ચેન્જ કરવામાં આવ્યો છે, જે જરૂરી પણ હતા. અમે અનેક વખત શૂટ થઈ ગયેલા સીન કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવમાં લીધા વિના જ ડિલીટ કર્યા છે અને એ સીનને સ્ક્રિપ્ટમાંથી કાઢ્યા પણ છે તો જરૂરી સીન હોય તો એ સીન ફાઇનલ સીન પછી રીશૂટ કર્યા છે. ઇન શૉર્ટ, આ ફિલ્મ મારા માટે સર્વગુણસંપન્ન સ્તર પર જ રિલીઝ કરવી હતી અને એ જ કામ અમે કયુર્ં છે એવું ઑડિયન્સને પણ જોયા પછી ચોક્કસ લાગશે.’

ફિલ્મની વાર્તા એક એવા યંગસ્ટરની છે જે આજના સમયનો, આજના યુગનો છે. જિગર. તેનું નામ જિગર છે. જિગર અમદાવાદમાં રહે છે અને એક ઇન્શ્યૉરન્સ કંપનીમાં તે એજન્ટ છે. જિગરની લાઇફ સાવ જ બોરિંગ અને રસહીન છે. જિગર પોતાનું કામ કર્યા કરે અને બીબાઢાળ રીતે પોતાનો દિવસ પૂરો કરે. જિગરના ત્રણ ફ્રેન્ડ્સ છે. આ ત્રણ ફ્રેન્ડ્સ જિગરને કહે છે કે જો લાઇફમાં વિટામિન શી એટલે કે ગર્લફ્રેન્ડ હોય તો જીવન રોમાંચક થઈ જાય, મસ્ત તીખા મરચા જેવો તિખારો જીવનમાં ઉમેરાઈ જાય. પણ જિગરને એવું કંઈ લાગતું નથી. આની પાછળ પણ કારણ છે કે જિગર અતિશય શરમાળ છે અને એટલે જ તે છોકરીઓથી દૂર ભાગે છે. પણ, પણ, પણ. એક દિવસ જિગરની લાઇફમાં અનાયાસે જ વિટામિન શી આવી જાય છે. શ્રુતિ. શ્રુતિને જોતાંની સાથે જ જિગરને લાગે છે કે યસ, આ જ છે એ છોકરી જે જીવનમાં રોમાંચ ભરી દે. પણ શરમનો માર્યો જિગર તેની સાથે કોઈ વાત કરી નથી શકતો. હવે બધા ફ્રેન્ડ્સને ખબર પડે છે, પણ અફસોસની વાત એ છે કે જિગરને નથી એ છોકરીનું નામ ખબર કે નથી એ છોકરીના ઘરની કંઈ ખબર. ફ્રેન્ડ્સ આર ફોરેવર. સામ-દામ-દંડ અને ભેદ સાથે બધા ફ્રેન્ડ્સ જિગરનું આ વિટામિન શોધવામાં લાગી જાય છે અને જિગરના સદ્નસીબે તેને એ મળી પણ જાય છે.

જિગર અને શ્રુતિ બન્ને એકબીજાની નજીક આવવાનાં શરૂ પણ થઈ જાય છે અને વન ફાઇન ડે જિગર શ્રુતિને પ્રપોઝ કરી દે છે અને સુખદ આંચકો એ લાગે છે કે શ્રુતિ પણ આ રિલેશનશિપ માટે તૈયાર થઈ જાય છે.

જો તમને લાગ્યું હોય કે અહીં વાર્તા પૂરી થઈ અને હવે બન્નેએ ખાધું, પીધું ને રાજ કયુંર્ તો તમે ખોટા છો. જેટલી વાર્તા તમે વાંચી એટલી વાર્તા પછી તો ફિલ્મ શરૂ થઈ છે અને આગળ વધે છે. ફિલ્મના પ્રોડ્યુસર સંજય રાવલ કહે છે, ‘આજનો સમય જુદો છે અને એટલે જ હવે પ્રેમની અભિવ્યક્તિ પણ બદલાય છે, પણ એ બદલાયેલી અભિવ્યક્તિ વચ્ચે પણ એની કોર-વૅલ્યુ એની એ જ છે એ પણ એટલું જ સાચું છે. હું કહીશ કે આ આજના સમયની, આજના એકેક છોકરા અને છોકરીની વાત કરતી ફિલ્મ છે. વૉટ્સઍપ અને સોશ્યલ નેટવર્કિંગના માધ્યમમાં પણ બ્રેકઅપ પીડા તો એવી જ આપે છે જેટલી પીડા રોમિયો અને જુલિયટને છૂટા પડ્યા પછી કે લૈલા અને મજનૂને વિરહ સમયે થતી હતી.’

‘વિટામિન She’ના લીડ સ્ટાર ધ્વનિત ઠાકર છે. ધ્વનિતની આ પહેલી ફિલ્મ છે. ધ્વનિતની સાથે ભક્તિ કુબાવત છે. ભક્તિ નાટક અને ફિલ્મો કરી ચૂકી છે. ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને પાલનપુરમાં થયું છે. ફિલ્મનું મ્યુઝિક મેહુલ સુરતીનું છે. કુલ છ ગીત છે અને એ છમાંથી એક ગીત જાણીતા કવિ અને ગીતકાર તુષાર શુક્લએ લખ્યું છે, જ્યારે પાંચ ગીત ડૉ. રઈશ મનીઆરે લખ્યાં છે. નવી સદીના રવીન્દ્રનાથ ટાગોર જેવો જ લુક ધરાવતા તુષાર શુક્લએ તો ફિલ્મમાં એક નાનકડો પણ અત્યંત મહત્વનો એવો રોલ પણ કર્યો છે.

ઘણુંબધું પહેલુંવહેલું


‘વિટામિન She’માં ઘણુંબધું પહેલુંવહેલું થઈ રહ્યું છે. વાત માંડીને જોવા અને જાણવા જેવી છે. સૌથી પહેલી વાત એ કે આ ફિલ્મના ડિરેક્ટર ફૈસલ હાશ્મીની આ પહેલી ફિલ્મ છે. પહેલી ફિલ્મ ડિરેક્ટર કરતા ફૈસલ પર આટલો મોટો વિશ્વાસ મૂકવા બીજો કોઈ પ્રોડ્યુસર તૈયાર નહોતો, પણ ગુજરાતના જાણીતા બિલ્ડર અને દેશભરમાં ખ્યાતિ કમાયેલા મોટિવેટર એવા સંજય રાવલે ભરોસો મૂક્યો અને તેમણે આ ફિલ્મ પ્રોડ્યુસ કરવાની બાંહેધરી આપી. વાત નંબર બે. પહેલવહેલાની સિરીઝમાં સંજયભાઈનો પણ સમાવેશ થાય છે. સંજય રાવલની પણ આ પહેલી ફિલ્મ છે. હવે આગળ વધીએ. સંજયભાઈએ આ ફિલ્મ માટે એસ્ટૅબ્લિશ્ડ હીરોને ચેન્જ કરીને એના માટે રેડિયો-જૉકી એવા ધ્વનિત ઠાકરને લીધો. ધ્વનિતની આ પહેલી ફિલ્મ છે અને મજાની વાત એ છે કે ધ્વનિતે અગાઉ ઍક્ટિંગનો એ કે બી કે પછી સી કંઈ શીખ્યું પણ નહોતું એટલે કરવાની વાત તો આવતી જ નથી. આગળ વધીએ. પહેલવહેલાવાળી વાતમાં ચોથા નંબરે આવે છે અદિતિ રાવલ. આ ફિલ્મની કર્તાહર્તા. અદિતિ રાવલે ડિજિટલ માર્કેટિંગમાં ઘણું સારું કામ કયુંર્, પણ એક ફિલ્મના માર્કેટિંગની અને એના મેકિંગની પ્રોસેસમાં પણ ઇન્વૉલ્વમેન્ટ લેવું એ બધું અદિતિ માટે નવું હતું. પણ એમ છતાં સંજયભાઈએ વિશ્વાસ મૂકીને બધું કામ તેને સોંપ્યું. આમ ડિરેક્ટર, પ્રોડ્યુસર, હીરો અને માર્કેટિંગ હેડ સહિતના બધા નવા અને પહેલી વાર કામ કરનારા હતા અને એ પછી પણ ‘વિટામિન She’એ જબરદસ્ત લોકચાહના મેળવી લીધી છે અને એ પણ રિલીઝની પહેલાં જ.

ફિલ્મ ક્યાં જોવા મળશે?

Sun Ctiy

Vile Parle

8.00pm

Cinemax

Ghatkopar

7.15pm

Maxus

Bhayander

5.30pm

PVR

Mulund

1.00pm

Carnival

Bhandup

2.00pm

Moviestar

Goregaon

2.30pm

Movie Time Hub

Goregaon

7.00PM

Carnival

Borivali

2.30pm

 ‘વિટામિન She’ બનાસકાંઠાને આપશે વિટામિન M

બુધવારે અમદાવાદમાં થયેલા પ્રીમિયર શોમાં ફિલ્મના પ્રોડ્યુસર સંજય રાવલે પોતાના મનની વાત કહેતાં જાહેરાત કરી હતી કે અત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં જે પૂર-હોનારત સરજાઈ છે એના માટે ફિલ્મના ફસ્ર્ટ પેમેન્ટમાંથી પ્રોડક્શન-હાઉસ દ્વારા પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે સંજય રાવલ પોતે બનાસકાંઠાના પાલનપુરના વતની છે તો ફિલ્મના ડિરેક્ટર ફૈસલ હાશ્મી પણ પાલનપુરના જ છે. સંજયભાઈએ કહ્યું હતું, ‘મારું વતન છે અને મારા વતન સાથે મારી પણ જવાબદારી જોડાયેલી છે. એક સમયે બધાએ કહ્યું હતું કે ફિલ્મની રિલીઝ પાછળ કરી દઈએ, પણ પછી મને જ લાગ્યું કે એવું ન કરવું જોઈએ; કારણ કે ગુજરાત અને ગુજરાતીએ અનેક વખત પુરવાર કયુંર્ છે કે કુદરતની થપાટ વચ્ચે પણ એ હંમેશાં અડીખમ રહ્યા છે. આ વખતે અમારે બધાએ પણ ‘વિટામિન She’ સાથે અડીખમ ઊભા રહેવાનું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK