આજે ઓપન થાય છે નવું નાટક 'ઝિંદગી એક સફર હૈ સુહાના'

જીવવા માટે અઢળક કારણો હોય છે, જો શોધતાં આવડે તો

natak



લીલા આર્ટ્સ નિર્મિત અને કમલેશ મોતા દિગ્દર્શિત નાટક ‘ઝિંદગી એક સફર હૈ સુહાના’ એના ટાઇટલ પ્રમાણે એ વાતનો સંદેશ આપે છે કે જીવનની સફર એક રળિયામણી સફર છે, પણ શરત માત્ર એટલી કે એને માણતાં આવડવી જોઈએ. નાટકનાં મુખ્ય કલાકારોમાં દીપક ઘીવાલા અને રાગિણી છે. દીપક ઘીવાલા અને રાગિણી બન્ને લગભગ ૧૦ વર્ષ પછી ફરીથી એકસાથે કામ કરી રહ્યાં છે. નાટકની વાર્તા ગોમતી ગોરડિયા અને શાંતિલાલ મહેતાની આસપાસ ઘૂમરાય છે.

ગોમતી ગોરડિયા મૉડર્ન વિચારધારા ધરાવતી વિધવા મહિલા છે. કૂતરા, ચકલી, કાચબા અને પક્ષીઓ પાળવાનો તેને ગજબનાક શોખ છે અને આ શોખને તે પૂરા પણ કરી રહી છે. ગોમતીની એકલતા દૂર કરવાનું કામ આ પ્રાણીઓ તો કરે જ છે, પણ એ ઉપરાંત તેમનો નોકર અને પક્ષી-પ્રાણીઓને સાચવવાનું કામ કરતી મંજરી પણ ગોમતીના સાથીઓ છે. એક દિવસ ગોમતીને તેના ઘરની બહારથી ૧૦૦ રૂપિયાની નોટ મળે છે. ૧૦૦ રૂપિયાની એ નોટ પર એક મોબાઇલ-નંબર લખ્યો છે. નોટ તેના માલિક સુધી પહોંચી જાય એવા હેતુથી ગોમતી એ નંબર પર ફોન કરે છે જે આંચલનો નંબર હોય છે. આંચલનો અવાજ ગોમતીને તેની ખોવાયેલી દીકરી તમન્ના જેવો લાગે છે. દીકરી મળી શકે છે એવી આશાએ ગોમતી આંચલને મળવા માટે પહોંચે છે, પણ ત્યારે તેને ખબર પડે છે કે આંચલ તો કરોડપતિ શેઠ શાંતિલાલ મહેતાની દીકરી છે. શાંતિલાલ મહેતા જીવે છે તો વ્હીલચૅર પર છતાં આખા ઘરને તેઓ ઊભા પગે રાખે છે. સંજોગો અને પરિસ્થિતિ એવાં નર્મિાણ પામે છે કે ગોમતી તેનું ઘર છોડીને નોકર, મંજરી અને પશુ-પક્ષીઓ સાથે શાંતિલાલ મહેતાના ઘરે રહેવા આવી જાય છે. નાટકના દિગ્દર્શક કમલેશ મોતાએ કહ્યુંં કે ‘દરેક સમય અને સંજોગને માન આપીને જો જીવવાનું શરૂ કરવામાં આવે તો ચોક્કસપણે ઝિંદગીની સફર સુહાનાપન આપે એ સંદેશ નાટકના પ્રત્યેક સીનમાંથી મળી રહ્યો છે અને એ જ એની બ્યુટી છે.

‘ઝિંદગી એક સફર હૈ સુહાના’નો શુભારંભ આજે રાતે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK