ગુજરાતી નાટક : ‘WHAT’S અપ’

જાએં તો જાએં કહાં

chirag vora



ઉત્તમ ગડા લિખિત અને મનોજ શાહ દિગ્દર્શિત નાટક ‘WHAT’S અપ’માં એક એવી વ્યક્તિની વાત કહેવામાં આવી છે જેની સામે જીવનના બે ઉતાર-ચડાવ એક જ ક્ષણે આવીને ઊભા રહી જાય છે અને એ ઉતાર-ચડાવ વચ્ચે તેણે નક્કી કરવાનું છે કે હવે કઈ દિશામાં આગળ વધવાનું. નાટકનું મુખ્ય કૅરૅક્ટર ચિરાગ વોરા કરે છે, જેના કૅરૅક્ટરનું નામ પણ ચિરાગ જ છે. ચિરાગ વોરાએ કહ્યું હતું કે ‘આ પ્રકારની સિચુએશન દરેકના જીવનમાં ઊભી થતી હોય છે, પણ એ સમયે તમામ રીતે સાચા રસ્તે વળવામાં આવે એ બહુ જરૂરી હોય છે.’

હજી હમણાં જ ત્રીસી વટાવેલો ચિરાગ ઉતાવળમાં છે. ઇન્ડિયા આવ્યો છે અને તેણે શિકાગો પાછા પહોંચવાનું છે. જો તે શિકાગો પાછો ન પહોંચી શકે તો તેની લાઇફમાં બહુ જ મોટી તકલીફ આવીને ઊભી રહી જાય એમ છે. ચિરાગ ફટાફટ ઍરપોર્ટ પહોંચે છે અને ફ્લાઇટની રાહ જોઈ રહ્યો છે. અત્યારે તેને થોડી શાંતિ છે. હવે માત્ર ફ્લાઇટ પકડવાની જ ઉતાવળ છે, પણ, પણ, પણ એવું નથી. ઍરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોઈ રહેલા ચિરાગને ત્યાં જ એક ફોન આવે છે જેમાં તેને ખબર પડે છે કે ઍરપોર્ટની બહાર પણ એક ક્રાઇસિસ ઊભી છે અને એને પણ તેની જરૂર છે. શું કરવું? ઍરપોર્ટમાંથી નીકળીને બહાર આવી જઈ એ ક્રાઇસિસને હૅન્ડલ કરવાની કે પછી બહારનું બધું ભૂલીને શિકાગોની ફ્લાઇટ પકડીને ફ્લાય કરી જવાનું?

‘WHAT’S અપ’નો શુભારંભ પ્રબોધન ઠાકરે મિની ઑડિટોરિયમમાં આજે રાતે ૯ વાગ્યે થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK