પારકાં બૈરાં જ શું કામ વહાલાં હોય?

આવતી કાલે ઓપન થાય છે નવું નાટક વાર લાગી થોડી પણ જામી ગઈ જોડી


vaar laagi



પ્રોડ્યુસર કિરણ ભટ્ટ અને ચેતન ગાંધી, ડિરેક્ટર રાહુલ અંતાણી અને લેખક પ્રણવ ત્રિપાઠીનું નવું નાટક ‘વાર લાગી થોડી પણ જામી ગઈ જોડી’માં અનુરાગ પ્રપન્ન, રાજીવ મહેતા, શીતલ અંતાણી અને અમિતા ચોકસી મુખ્ય કલાકારો છે. આ કૉમેડી નાટકનો મેસેજ સમજાવતાં નાટકના ઍક્ટર અને જાણીતા રાઇટર-ડિરેક્ટર અનુરાગ પ્રપન્ન કહે છે, ‘જીવનમાં ક્યારેય એવું નથી બનતું કે હંમેશાં તમે ઇચ્છતા હો એ તમને મળે નહીં, પણ એનો અર્થ એવો નથી કે તમને જે મળે છે એને તમે ગમતું નથી કરી શકતાં.’

નાટકનાં મુખ્ય પાત્રો અભય રાઠોડ અને મેહુલ વેકરિયા છે. અભય રાઠોડ પોલીસ-ઇન્સ્પેક્ટર છે અને મેહુલ વેકરિયા ઍડ્વોકેટ છે. બન્ને એક દિવસ અનાયાસે મંદિરમાં મળી જાય છે. મંદિરમાં બન્ને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. ના, બન્ને એકબીજાની વાઇફની ફરિયાદ કરતા હોય છે અને એ દરમ્યાન બન્નેની ઓળખાણ થાય છે. અભય પોતાના જૂના પ્રેમ બેલા વિશે કરે છે તો મેહુલ પણ પોતાના જૂના પ્રેમ શીલાની વાત કરે છે. કહાનીમાં ટ્વિસ્ટ ત્યાં છે કે બન્નેમાંથી કોઈને નથી ખબર કે એકબીજાનો એ જૂનો પ્રેમ ખરેખર તો એકબીજાની વાઇફ છે. એટલે કે અભય જેને પ્રેમ કરતો તે બેલા હવે મેહુલની વાઇફ છે અને મેહુલ જેને પ્રેમ કરતો તે શીલા અભયની વાઇફ છે. ભાઈબંધી આગળ વધતાં બન્ને એકબીજાના ઘરે જાય છે અને ઘરે જવાની સાથે જૂનો પ્રેમ અને જૂના સંબંધો સપાટી પર આવે છે. પ્રfન હવે એ શરૂ થાય છે કે બન્નેને એકબીજાના ઘરે જવા માટે બહાનાં જોઈએ છે અને એ પણ એવા સમયે કે જે સમયે ભાઈબંધ ઘરમાં ન હોય.

‘વાર લાગી થોડી પણ જામી ગઈ જોડી’નો શુભારંભ આજે સાંજે સાડાછ વાગ્યે ચોપાટીમાં આવેલા ભારતીય વિદ્યા ભવન્સથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK