આજે ઓપન થાય છે નવું નાટક ‘વિરાર ફાસ્ટ’

એક ઘટના બદલશે આખી દુનિયા


virar fast



માર્વેલ આર્ટ્સનું ‘વિરાર ફાસ્ટ’ કમલેશ મોતાએ ડિરેક્ટ કર્યું છે, જ્યારે એનુંં લેખન પ્રયાગ દવેએ કર્યું છે. સત્યઘટના પર આધારિત એવા આ નાટકના ડિરેક્ટર કમલેશ મોતાએ કહ્યું હતું, ‘આ નાટકને હું ક્યાંય કોઈ એક ચોક્કસ માળખામાં બાંધીને ઓળખાવા નથી માગતો. ‘વિરાર ફાસ્ટ’ એક જીવન છે અને આ ટ્રેન કેવી લાઇફ ચેન્જ કરી નાખે છે એની વાત કરવામાં આવી છે. એમાં ઇમોશન્સ છે, સસ્પેન્સ છે, નેકેડ ટ%થ છે અને ક્યારેય ન જોયો હોય એવો રોમૅન્સ પણ છે.’

નિયમિત રીતે લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરનારા મુંબઈકરને ખબર છે કે લાઇફલાઇન તરીકે ઓળખાતી આ લોકલ વિના ખરેખર મુંબઈ કેવું અધૂરું છે. આ જ લાઇફલાઇન અનેક લોકોના જીવનને ટૂંકું કરવાનું પણ કામ કરે છે. દરરોજ ૧૪.૪૦ લાખ લોકો લોકલમાં ટ્રાવેલ કરે છે અને વર્ષે સેંકડોની લાઇફ આ લાઇફલાઇન થકી જ ટૂંકી થાય છે. ‘વિરાર ફાસ્ટ’માં આ જ વાત છે. નિયમિત ટ્રેનમાં સાથે ટ્રાવેલ કરનારા એક યંગસ્ટરે એક દિવસ વિરાર ફાસ્ટમાં લટકી રહેલા એક કાકાને ખેંચીને અંદરની બાજુએ લીધા. ઉંમરને લીધે તેણે સહાનુભૂતિથી આ કામ કર્યું. ખીચોખીચ ભરેલી ટ્રેનમાં જગ્યા નહોતી એટલે એ છોકરો ધીમેકથી સરકીને બહારની બાજુએ વિરાર ફાસ્ટના દરવાજા પાસે આવેલા હૅન્ડલને પકડીને લટકીને ઊભો રહી ગયો. બે જ મિનિટ, માત્ર બે જ મિનિટમાં બાજુમાંથી આવતી ટ્રેને એ યંગસ્ટરને પોતાની સાથે લઈ લીધો અને છોકરો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો. કોઈના માથે લટકી રહેલા મોતને પોતાના પર ઓઢી લેવાની આ ઘટના કાકાના દિમાગ પર ઘર કરી ગઈ અને કાકાનું સુખચેન હરામ થઈ ગયું. મહામુશ્કેલીએ પોતાની જાતને થોડા સમય માટે રોકી રાખી, પણ પછી કાકાએ પેલા છોકરાનું સરનામુ શોધ્યું અને કાકા તેના ઘરે ગયા. એ છોકરાનાં મૅરેજને હજી માંડ દોઢ વર્ષ થયું હતું અને ત્રણ મહિનાના બચ્ચાનો તે બાપ બન્યો હતો. તાજી બનેલી વિધવાને જોઈને કાકાનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. ડિરેક્ટર કમલેશ મોતા કહે છે, ‘જવાબદારી ક્યારેય લખીને કોઈ નથી આપતું, પણ એ હંમેશાં સમજીને લેતા રહેવાની હોય છે. આ વાત ‘વિરાર ફાસ્ટ’માં સાવ નવી સ્ટાઇલથી કહેવામાં આવી છે.’

દિલીપ દરબાર, રાજેશ સોલંકી, સંજીવની સાઠે, તિતિક્ષા પંડ્યા, હિમાંશુ ભક્તિ, નયન, પ્રિયમ, હાર્દિક અને ધ્રુવ મોતા નાટકનાં મુખ્ય કલાકારો છે. ‘વિરાર ફાસ્ટ’ આવતી કાલે સાંજે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK