આજે ઓપન થાય છે નવું નાટક 'તમે આવશો તો ગમશે'

ક્ષણભરમાં તૂટતા સંબંધો જીવન પર્યંત યાદ રહે છે

tame aavsho to hamshe


સંબંધો અને લાગણી હવે તકલાદી બની ગઈ છે અને એટલે જ એ થોડી વારમાં તૂટી પણ જાય છે, પરંતુ ક્ષણભરમાં તૂટી જતા સંબંધોમાંથી કેટલાક સંબંધો એવા પણ હોય છે જે જીવન પર્યંત યાદ રહી જાય છે. આ જ વાત કહેવાય છે કિરણ ભટ્ટ દિગ્દર્શિત અને પંકજ ભટ્ટ લિખિત નાટક ‘તમે આવશો તો ગમશે’માં. નાટકનાં મુખ્ય કલાકારો કરણ ત્રિવેદી, લીના શાહ, પ્રાર્થી ધોળકિયા, પાર્થ ઠાકર અને અભય હરપળે છે. નાટક આજની જનરેશનની વાત કહે છે. સંબંધો રાતોરાત બંધાય છે અને ઘડીભરમાં તૂટી પણ જાય છે. નવી પેઢીની આ ખાસિયત કે ખામીને નાટકના કેન્દ્રમાં રાખવામાં આવી છે. નાટકના દિગ્દર્શક કિરણ ભટ્ટ કહે છે કે ‘સંબંધો બંધાય અને એ આખી લાઇફ અકબંધ રહે એ જોવાની જવાબદારી બન્ને પક્ષની હોય છે. જો કોઈ એક પક્ષ એ નિભાવવાનું ભૂલી જાય તો સજા બન્નેએ ભોગવવી પડે છે.’

સિતાંશુ યંગ અને આધુનિક છે. રાઇટિંગ તેનું પૅશન છે અને એ પૅશન વચ્ચે પોતે રાઇટિંગ ફીલ્ડમાં જ આગળ વધવા માગે છે. એક દિવસ સિતાંશુની લાઇફમાં રચના આવે છે અને સિતાંશુ તેના પ્રેમમાં પડે છે. પ્રેમમાં પડનારા સિતાંશુને રચના વિશે બીજી કોઈ માહિતી નથી અને તેને એની જરૂર પણ નથી, પણ ભૂતકાળ ક્યારેક ધાર્યું હોય એના કરતાં વધારે આકરો હોય છે. રચના અને સિતાંશુ સાથે પણ એવું જ બને છે. અચાનક આવેલી રચનાની કેટલીક વાતો એ રીતે સામે આવે છે જે સમજવાની ક્ષમતા સિતાંશુમાં નથી. સિતાંશુ અને રચનાના સંબંધો પર અનેક પ્રfનાર્થ ઊભા થાય છે, પણ એ તમામમાં મદદ કરવાનું કામ કાનુડો કરે છે. કાનુડો પાડોશી છે, પણ તે બન્નેના જીવનનો ભાગ્યવિધાતા બની જાય છે.

‘તમે આવશો તો ગમશે’ આજે બપોરે પોણાચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy