ગુજરાતી નાટક ‘સંસારનું કૉમેડી સર્કસ’

જૉઇન્ટ ફૅમિલીની અનિવાર્યતા સંકટ સમયે જ સમજાય

sansar nu comedy circus



રાજુ ગાંધી પ્રોડક્શન અને ચેતન ગાંધી દ્વારા નિર્મિત ‘સંસારનું કૉમેડી સર્કસ’ નાટકના લેખક સિદ્ધાર્થ રાંદેરિયા છે, જ્યારે નાટકનું દિગ્દર્શન સૂરજ વ્યાસે કર્યું છે. નાટકની મુખ્ય ભૂમિકા જગેશ મુકાતી નિભાવે છે; તો અન્ય કલાકારોમાં સંજીવની સાઠે, સ્વપ્નિલ, દેવાંગી શાહ, પાયલ પટેલ, દેવલ મહેતા અને સૂર્યાંશ કપાસીનો સમાવેશ છે.

પરિવારમાં જો એકમેકની બાજુમાં ઊભા રહીને એકબીજાને સહકાર આપવાની ભાવના હોય અને પરસ્પર સમજવાની માનસિકતા હોય તો અને તો જ ફૅમિલીની ખુશી અકબંધ રહે, પણ જો ફૅમિલીમાં સૌકોઈના સ્વભાવ એકબીજાથી બિલકુલ વિપરીત હોય તો તકલીફનો પાર ન રહે. આવી પરિસ્થિતિમાં ફૅમિલીના સભ્યો સાથે પણ ન રહી શકે અને એકબીજાથી જુદા રહેવું પણ અઘરું બની જાય. ‘સંસારનું કૉમેડી સર્કસ’ પણ આ જ વાત કહે છે. આ નાટકમાં પારેખપરિવારની વાત કહેવામાં આવી છે. વિનોદ પારેખનો પરિવાર સુખી છે, સમૃદ્ધ છે અને શાંતિથી એકબીજા સાથે જીવે છે, પણ આ પરિવારની સૌથી મોટામાં મોટી જો કોઈ તકલીફ હોય તો એ છે કે એના દરેક સભ્યોના સ્વભાવ એકબીજાથી વિપરીત છે. દરેક પરિવારમાં બને છે એવી જ સિચુએશન પારેખપરિવારમાં બને છે. એક સમયે સંકટ આવે છે અને હસીખુશી સાથે જીવતું આ જૉઇન્ટ ફૅમિલી જુદું થઈ જાય છે. દેખીતી રીતે સૌકોઈને જુદા થવામાં વાંધો નથી અને જુદા રહી શકાય એવી પરિસ્થિતિ પણ નથી. બધાને ભેગા થવું છે, પણ સૌને તેમનો અહમ્ નડી રહ્યો છે. આ અહમ્ને તોડીને કેવી રીતે પરિવારના મોભી વિનોદ પારેખ સૌને ફરીથી એક છત નીચે લઈ આવે છે એ આ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે. નાટકના લેખક સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘આજના સમયમાં આ નાટક દરેક ફૅમિલી માટે અનિવાર્ય છે. જુદા થયા પછી ફરીથી એક થવાનું અઘરું લાગતું આ કાર્ય કૉમેડીની ફ્લેવર સાથે રજૂ કરવામાં આવ્યું છે.’

‘સંસારનું કૉમેડી સર્કસ’ આજે પોણાઆઠ વાગ્યે વિલે પાર્લેના ભાઈદાસ ઑડિટોરિયમથી ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK