આજે ઓપન થાય છે નવું નાટક 'સખણાં રે’જો રાજ'

ગરબડ ગોટાળા અનલિમિટેડ

sakhana rejo raj



અમી ત્રિવેદીના અવનિ પ્રોડક્શન્સ, ચેતન ગાંધીના રાજુ ગાંધી પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત અને સુરેશ રાજડા લિખિત-દિગ્દર્શિત નાટક ‘સખણા રે’જો રાજ’માં પ્રેમને પામવા માટે કરવામાં આવતા નિર્દોષ ગોટાળા કઈ હદે હેરાનપરેશાન કરી મૂકે છે એની વાત કહેવામાં આવી છે. સુરેશ રાજડા કહે છે, ‘પ્રેમને પામવા માટે જે પ્રયાસ કરવામાં આવે એમાં થોડી ભૂલ હોય તો પણ એ ક્ષમ્ય હોય છે, કારણ કે પામવો તો પ્રેમ હોય છે. બસ, આ જ વાત પ્રસ્તુત કરવામાં આવી છે.’

સંદીપ અજમેરા અબજોપતિ છે. તેની ઇચ્છા છે કે તે અનાથાશ્રમમાં મોટી થયેલી સુલોચના સાથે મૅરેજ કરે, પણ સુલોચના ઇચ્છે છે તેના મૅરેજ એક એવા ઘરમાં થાય જ્યાં સાસુ, સસરા, નણંદ, દિયર હોય અને એ સૌ તેની અનાથ જિંદગીમાં સંબંધોની નવી સુવાસ લઈ આવે. સંદીપ કંઈ કહે એ પહેલાં તો સંદીપના કાકા ખોટું બોલીને કહી દે છે કે સંદીપ એક હૅપી ફૅમિલીમાંથી જ આવે છે અને તેના ઘરમાં મા-બાપ, ભાઈ-બહેન બધાં છે. સુલોચના મૅરેજ માટે હા પાડે છે અને હવે અંકલ સંદીપ માટે માર્કેટમાંથી ભાડાનાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન સૌ શોધવાનું શરૂ કરે છે. જે મળે તો છે, પણ એકેક નંગ છે. કોઈ ચોર છે, કોઈ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરે છે, કોઈ પૂજારી છે તો કોઈ વળી બીજા જ ધંધામાં જોડાયેલા છે. હવે સુલોચના સાથે સૌ એક ઘરમાં રહેવા માટે આવે છે અને આવતાંની સાથે જ તોફાન-મસ્તી અને ગરબડ ગોટાળા શરૂ થઈ જાય છે.

‘સખણાં રે’જો રાજ’ આમ તો અગાઉ ભજવાઈ ગયેલું નાટક છે, પણ આ નાટકમાં જરૂરિયાત મુજબના તમામ ફેરફાર કરવામાં આવ્યા છે. આ જ નાટક પરથી સબ ટીવી પર સુમીત રાઘવન, અમી ત્રિવેદી, ટિકુ તલસાણિયા, અપરા મહેતા સાથેની ટીવી-સિરિયલ ‘સજન રે ઝૂઠ મત બોલો’ પણ ટેલિકાસ્ટ થઈ ચૂકી છે. નાટક અને સિરિયલ બન્ને સુપરહિટ રહ્યાં હતાં.

જયેશ બારભાયા, ગઝલ રાય, જયદીપ શાહ, મિહિર રાજડા અને અન્ય કલાકારો સાથેનું આ નાટક રવિવારે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી (રી)ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK