આજે ઓપન થાય છે નવું નાટક ‘રેડી સ્ટેડી ગો’

જનરેશન ગૅપની ખાઈ પૂરવાની હોય ભાઈ

gujarati natak



હંમેશાં કહેવાતું રહ્યું છે કે બે પેઢી વચ્ચે અંતર રહેવાનું જ; પણ આ વાતને શું કામ કોઈ દલીલ સાથે સ્વીકારીને બેસી રહેવાનું, શું કામ આ વાતને ખોટી પાડવાની કોશિશ કરીને એક નવો શુભારંભ ન થઈ શકે. બસ, આ જ વાતને અમરદીપ પ્રેઝન્ટ્સનું નવું નાટક ‘રેડી સ્ટેડી ગો’ કરી રહ્યું છે. નાટક સ્નેહા દેસાઈએ લખ્યું છે તો અનુરાગ પ્રપન્નનું ડિરેક્શન છે. નાટકના મુખ્ય કલાકારોમાં ટિકુ તલસાણિયા, છાયા વોરા અને ખંજન ઠુંબર છે. ‘રેડી સ્ટેડી ગો’ના ડિરેક્ટર અનુરાગ પ્રપન્ન કહે છે, ‘મતભેદ એ સ્તર પર ન પહોંચવા જોઈએ કે એ મનભેદ બનીને ઊભા રહી જાય. આ વાતને દરેકે સમજવી જોઈએ અને જો સમજાય તો જ ફૅમિલીમાં હૅપીનેસ અકબંધ રહે.’

ભટ્ટપરિવારમાં ત્રણ સભ્યો છે.મમ્મી-પપ્પા અને દીકરો. મિડલ ક્લાસ એવા ભટ્ટ ફૅમિલીનાં પોતાનાં સપનાંઓ છે તો એ સપનાં સાથે અઢળક સ્ટ્રગલ પણ છે, મર્યાદાઓ પણ છે અને એ મર્યાદા વચ્ચે સપનાંઓને પૂરાં કરવાનો પ્રયાસ પણ છે. દીકરાને આગળ વધવું છે અને આગળ વધવા માટે તેને અઢળક પૈસો અને ઓળખાણની જરૂર છે. પપ્પા આ બધાં કામ માટે સક્ષમ નથી અને એ અસક્ષમતા જ પપ્પા અને દીકરા વચ્ચે મતભેદ સર્જવાનું કામ શરૂ કરે છે. સૌકોઈ એ વાત સ્વીકારવા તૈયાર છે કે આ જનરેશન ગૅપ વ્યાજબી છે, પણ આ જ જનરેશન ગૅપની સામે હવે માએ વચ્ચે આવવાનું કામ કરવાનું છે અને જનરેશન ગૅપની ખાઈ પૂરવાનું કામ શરૂ કરવામાં આવે છે. નાટકનું મુખ્ય કૅરૅક્ટર કરતા ટીવી અને ફિલ્મ ઍક્ટર ટિકુ તલસાણિયા કહે છે, ‘મોટી વાતને પણ નાના રૂપમાં લેતાં શીખવી પડે અને નાની-નાની પણ ભવિષ્યમાં મોટું અંતર ઊભું કરી દે એવી ચર્ચાઓ પર પણ ફૅમિલીએ પૂરતું ધ્યાન આપવું જોઈએ એ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે.’

‘રેડી સ્ટેડી ગો’નો શુભારંભ આજે સાડાસાત વાગ્યે ભારતીય વિદ્યા ભવન ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK