ગુજરાતી ફિલ્મ-જગતના અર્બન યુગમાં થયેલો એક નવતર અને સફળ પ્રયોગ ‘પ્રેમજી : રાઇઝ ઑફ અ વૉરિયર’

સાવ સામાન્ય અને ગૌણ હાવભાવવાળો માણસ જાત સામે પડકાર કરી કેવી રીતે હીરો બને છે એવી અનોખી સ્ટોરીલાઇન સાથે તૈયાર થયેલી આ ફિલ્મમાં ઍક્શન, કૉમેડી, ગ્લૅમર અને લવ-સ્ટોરી બધું જ છે; પણ જરા હટકે અંદાજમાં


natak


કોઈ પણ ફિલ્મના હીરોની કલ્પના કરો તો તરત એક દેખાવડો, સશક્ત પર્સનાલિટી ધરાવતો મૅચો મૅન આપણી નજર સમક્ષ તરવરે; પણ સામાન્ય દેખાવ ધરાવતો, ગૌણ હાવભાવવાળો, બાયલો કહેવાતો પુરુષ પણ હીરો બની શકે એવું જાણવું, માનવું અને સમજવું હોય તો ‘પ્રેમજી : રાઇઝ ઑફ અ વૉરિયર’ નામની આ ગુજરાતી ફિલ્મ જોવી જ રહી.

છેલ્લા એક વર્ષમાં અનેક ગુજરાતી ફિલ્મો આવી છે અને એના પરથી લાગે છે કે ગુજરાતી સિનેજગતનો અસ્ત થઈ ગયેલો સૂર્ય ફરી પાછો ઊગી રહ્યો છે, પણ આ સૂર્યને તેજસ્વી અને ઝળહળતો રાખી શકે એવી નવતર પ્રયોગની ફિલ્મ એટલે ‘પ્રેમજી : રાઇઝ ઑફ અ વૉરિયર.’


ફિલ્મનો હીરો પ્રેમજી ગે નથી, પણ ગૌણ ગુણો ધરાવે છે અને આ હીરોના છપ્પનની પહોળી છાતી ધરાવતા મદર્‍ પિતાને આવો નમાલો દીકરો હોવાનું અત્યંત દુ:ખ છે. ફેમિનાઇન જેસ્ચર ધરાવતા પ્રેમજીને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવામાં આવે છે અને પછી ફિલ્મમાં સર્જા‍ય છે અનેક વમળો. ના, એકાએક પ્રેમજી મૅચો મૅન અને સ્ટ્રૉન્ગ નથી બની જતો. એક પછી એક ઊઘડતાં લેયર્સ સાથે સાવ મોળા વલણના પ્રેમજીની અંદર ધરબાયેલી શક્તિ ખીલી ઊઠે છે અને પોતાની બુદ્ધિશક્તિથી તે હીરો બને છે અને એ જોતાં જ તમારા-મારા જેવા અનેક સામાન્ય લોકોની અંદર પ્રોત્સાહનનું ઝરણું ફૂટી નીકળે છે. પણ મરદ બનવા મૂછો નહીં, જિગર જોઈએ અને એ પણ ખોટાની સામે થવાનું જિગર એવું દર્શાવવા માગતા ડિરેક્ટર-કમ-રાઇટર વિજયગિરિ બાવા સફળ રહ્યા છે. જોકે આવા ઑફબીટ સબ્જેક્ટ માટે એક મહિલા પ્રોડ્યુસર તરીકે ટ્વિન્કલ વિજયગિરિની પારખુ નજર પણ દાદ માગી લે એવી ચોક્કસ ગણી શકાય.

વિજયગિરિ ફિલ્મ્સના બૅનર હેઠળ તૈયાર થયેલી આ ફિલ્મનું જમા પાસું સ્ટોરીલાઇનને જસ્ટિફાય કરતું એનું કન્ટેન્ટ છે. ‘રામલીલા’ અને ‘ગુલાલ’ ફિલ્મમાં જેના અભિનયનો પરચો મળી ચૂક્યો છે એવો અભિમન્યુ સિંહ પિતાના રોલમાં જચે છે અને હકીકતમાં મજબૂત બાંધો ધરાવતા મેહુલ સોલંકીની પ્રેમજીનો રોલ ભજવવા માટેની જહેમત પણ રંગ લાવી છે. નમ્રતા પાઠક અને મલ્હાર પંડ્યા પણ પોતાપોતાના રોલને જસ્ટિફાય કરી રહ્યાં છે.


ટ્રાન્સમીડિયા અવૉર્ડ્સ તરફથી ચાર અવૉર્ડ મેળવી ચૂકેલી ફિલ્મમાં કચ્છના અંતરિયાળ ગામની વાત હોવાને લીધે સફેદ રણથી શરૂ થતી આ ફિલ્મનાં દૃશ્યો દીવ અને અમદાવાદ સુધી લંબાય છે. ફિલ્મનું મ્યુઝિક કૅચી હોવાની સાથે લય અને શબ્દોનો સંગમ રચતું ‘સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરી...’ ગીત ઘણું ફેમસ થયું છે.       

મરાઠી અને બંગાળી જેવી રીજનલ ભાષાની ફિલ્મો એક્સપરિમેન્ટલ બેઝલાઇન માટે વખણાય છે. તો ગુજરાતી ફિલ્મો માત્ર અને માત્ર મસાલા ફિલ્મો કે લવ-સ્ટોરી પૂરતી જ શા માટે મર્યાદિત રહે? ગુજરાતમાં સફળ રહેલી આ ફિલ્મ ૩૧ માર્ચથી મુંબઈનાં સિનેમાઘરોમાં પ્રથમ વાર રિલીઝ થઈ છે ત્યારે બૉલીવુડ અને હૉલીવુડની જાયન્ટ બજેટની કે મોટા સ્ટારડમની ન હોવા છતાં અનોખા સબ્જેક્ટ સાથે તૈયાર થયેલી આ ફિલ્મ ચૂકવા જેવી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK