આજે ઓપન થાય છે નવું નાટક ‘પટેલ પટલાણી પ્રેમમાં પડ્યાં’

જે પ્રેમ માટે સૌ સાથે ઝઘડીને એક થયા એ જ પ્રેમનું બાષ્પીભવન થાય ત્યારે

patel patlani



મનોરંજન મેનિયાનું સર્જન અને ઇમ્તિયાઝ પટેલ લિખિત-દિગ્દર્શિત નાટક ‘પટેલ પટલાણી પ્રેમમાં પડ્યા’નાં મુખ્ય કલાકારો હેમંત ઝા, શીતલ અંતાણી, દેવલ મહેતા, સમીર શાહ, નીતિન સૌદાગર અને દેવાંગ ભટ્ટ છે. નાટકમાં રોમૅન્સની વાત કરવામાં આવી છે, એવા રોમૅન્સની વાત જે પાકટ વયે થાય છે. નાટકના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ પટેલે કહ્યું હતું કે ‘મૅરિડ વ્યક્તિ પ્રેમમાં પડે એવું બને, પણ વ્યક્તિ પોતાના પતિના કે પત્નીના પ્રેમમાં ફરીથી પડે તો એનાથી ઉત્તમ બીજું શું હોય. આ એકમાત્ર વિચારથી આ નાટકનું સર્જન થયું.’

મુંબઈની ફાઇવસ્ટાર હોટેલના મૅનેજર આનંદ પટેલે બે દસકા પહેલાં શોભા પટેલ સાથે લવ-મૅરેજ કયાર઼્ છે, પણ હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મૅરેજ બન્ને વચ્ચે અકબંધ છે અને પ્રેમનું બાષ્પીભવન થઈ ગયું છે. હોટેલમાં જૉબ હોવાથી આનંદ પટેલ પાસે કોઈ સમય રહેતો નથી. આંખ સામે તે લોકોને મોજમજા કરતા જુએ છે, પણ પોતાને માટે તે સમય નથી કાઢી શકતો. હસબન્ડ-વાઇફ વચ્ચેનો મતભેદ મોટો થતો જાય છે અને એક તબક્કો એવો આવીને ઊભો રહી જાય છે કે શોભા ઘર છોડીને ચાલી જાય છે. વાત અહીંથી પૂરી નથી થતી. શોભા ઘર છોડીને આનંદને નોટિસ મોકલીને ડિવૉર્સ માગે છે. જે પ્રેમને કારણે બન્ને જગતભરના લોકો સામે લડ્યાં હતાં એ જ પ્રેમ ઓછો થઈ જતાં હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે એ બન્ને છૂટાં થવાની અણી પર આવી ગયાં. ઇમ્તિયાઝ પટેલે કહે છે, ‘પ્રેમ જો સંબંધોમાંથી ઘટ્યો હોય તો એ ઉમેરવાનું કામ કરવાનું હોય, નહીં કે પ્રેમ વિનાના સંબંધોને તોડવાનું. નાટકમાં આ જ મુદ્દાને સમજાવવાની કોશિશ કરી છે જે પ્રેમ તમારી તાકાત હતી એ પ્રેમને નવેસરથી તાકાત બનાવવાની કોશિશ કરો જેથી બાકીની જિંદગી પણ ખુશમિજાજી સાથે જીવી શકાય.’

નાટકનો શુભારંભ આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK