આજે ઓપન થાય છે નવું નાટક “નાટકના નાટકનું નાટક”

શર્મન જોષીના હોમ પ્રોડક્શનમાં પહેલી વખત ગુજરાતી નાટક બની રહ્યું છે. ડિરેક્ટર કેદાર શિંદેનું આ નાટક બ્રૉડવે પર ધૂમ મચાવી ચૂકેલા ‘ધ પ્લે ધૅટ ગોઝ રૉન્ગ’નું ઑફિશ્યલ ગુજરાતી અડૉપ્શન છે.


gotala anlimited

બ્રૉડવે પર આ નાટકે ધૂમ મચાવી છે અને છેલ્લા બેથી અઢી વર્ષમાં નાટકે ઇન્ટરનૅશનલ સ્તર પરના પંદરથી વધુ અવૉર્ડ જીતી લીધા છે. અંગ્રેજી નાટકનું ગુજરાતીકરણ અને અંગ્રેજી ફિલ્મોની બેઠી ઉઠાંતરી ગુજરાતી રંગભૂમિ માટે નવી વાત નથી, પણ કદાચ પહેલી વખત બનશે કે અંગ્રેજી નાટકના ઑફિશ્યલ રાઇટ્સ લઈને નાટક બનાવવામાં આવ્યું હોય. નાટકના નામ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે નાટકમાં નાટકની વાત કરવામાં આવી છે અને એ નાટકમાં પણ જાતજાતનાં નાટકો શરૂ થઈ જાય છે. ‘નાટકના નાટકનું નાટક’ની શરૂઆત જ નાટકથી થાય છે. નાટકની તૈયારી ચાલી રહી છે અને એ તૈયારી દરમ્યાન બધા પોતપોતાના કૅરૅક્ટરમાં આવે છે. નાટક શરૂ થાય છે અને ઑડિયન્સ પણ નાટક જોવા માટે ગોઠવાઈ જાય છે, પણ એ પરિસ્થિતિ વચ્ચે એવા સંજોગો ઊભા થાય છે કે કોઈને ખબર નથી, પણ નાટકના કલાકારો અને નાટકના બૅકસ્ટેજના આર્ટિસ્ટો વચ્ચે પણ એક પ્લાન ચાલી રહ્યો છે અને એ પ્લાન વચ્ચે ચાલુ નાટકે એક મર્ડર થાય છે. મર્ડર થયું છે એ ઑડિયન્સને દેખાય છે, પણ આ ઘટના સાચી છે એવું દેખાડવાનું પણ નથી અને એટલે હવે નવેસરથી આખી પરિસ્થિતિ બદલે છે; જેની સીધી અસર નાટકની સ્ક્રિપ્ટ પર થાય છે અને એ અસર હવે જબરદસ્ત ગોટાળાઓ શરૂ થાય છે અને એ પછી તો ગોટાળાઓની હારમાળા શરૂ થાય છે, જે છેક નાટક પૂરું થયા પછી થનારા કર્ટનકૉલ સુધી ચાલુ રહે છે અને કર્ટનકૉલમાં છેક એના ભાંડા ફૂટે છે.

નાટકના મુખ્ય કલાકારોની સૌથી મોટી અફસોસની વાત એ છે કે શર્મન જોષીના હોમ પ્રોડક્શનના પહેલા ગુજરાતી નાટકમાં શર્મન પોતે જ નથી. શર્મન જે કૅરૅક્ટર કરવા માટે તૈયારી કરતો હતો એ કૅરૅક્ટર હવે કમલેશ ઓઝા કરે છે. કમલેશ ઓઝા ઉપરાંત નાટકમાં દિશા સાવલા, હેમાંગ વ્યાસ, કરણ ભાનુશાલી, નિખિલ મોદક, ધવન ઠક્કર અને વિધિ ચિતલિયા છે.

‘નાટકના નાટકનું નાટક’નો શુભારંભ આજે બપોરે સાડાત્રણ વાગ્યે નેહરુ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK