નવું ગુજરાતી નાટક : મમ્મી v/s પપ્પા

સંયુક્ત પરિવારની વ્યાખ્યા શું?

mummy vs papa



એક ઘરમાં સાથે રહેવાથી અનેક જાતનાં બંધન આવી જાય એવું બની શકે, પણ સાથે રહેવાથી અઢળક ફાયદાઓ થતા હોય છે એ પણ ક્યારેય કોઈએ ભૂલવું ન જોઈએ. ચેતન ગાંધી અને ઈશા કાપડિયાએ પ્રોડ્યુસ કરેલું, સેજલ પોન્ડા લિખિત અને જય કાપડિયાએ ડિરેક્ટ કરેલું નાટક ‘મમ્મી વર્સસ પપ્પા’માં આ જ વાત કહેવાય છે. નાટકના મુખ્ય કલાકારો જય કાપડિયા, નમþતા પાઠક, દૃષ્ટિ પંડ્યા, દેવયાની ઠાકર અને તુષાર કાપડિયા છે. નાટકના ડિરેક્ટર-ઍક્ટર જય કાપડિયા કહે છે, ‘જૉઇન્ટ ફૅમિલીની જ માત્ર વાત નથી; બાળકના વિકાસ માટે દાદા, કાકા, કાકી, દાદી અને કઝિનની પણ અત્યંત આવશ્યકતા છે એ વાતને પણ નાટકમાં દર્શાવવામાં આવી છે.’

વાત એક એવા કપલની છે જેનાં હજી હમણાં જ મૅરેજ થયાં છે. જૉઇન્ટ ફૅમિલીનું બંધન તેમને નડી રહ્યું છે. આઝાદી માણવા મળી નથી રહી અને માત્ર આ એક જ કારણસર આ કપલ સંયુક્તમાં રહેવાનું છોડીને જુદું રહેવા ચાલ્યું જાય છે જેથી કોઈ જાતનાં પારિવારિક કે સામાજિક બંધનો રહે નહીં. પણ સંયુક્ત ફૅમિલીની જરૂરિયાત બન્નેને ત્યારે સમજાય છે જ્યારે ઘરમાં બાળક આવવાના દિવસો આવી જાય છે. ડિલિવરી અને બાળકના ઉછેર માટે હવે બધાની જરૂરિયાત ઊભી થાય છે, પણ કોઈને નીચા નમવું નથી કે થૂંકેલું ચાટવું નથી એટલે સંજોગો એવા ઊભા થાય છે કે મમ્મી-પપ્પા બન્ને વચ્ચે મતભેદની માત્રામાં જબરદસ્ત ઉછાળ આવી જાય છે. હવે ઘરમાં બાળક એકમાત્ર એવું છે જે મમ્મી અને પપ્પાની આ બુલફાઇટને જોઈને મનમાં ને મનમાં હિજરાયા કરે છે.

‘મમ્મી v/s પપ્પા’નો શુભારંભ આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK