આ ગુજરાતી નાટક ત્રણ ભાષામાં

મોહનનો મસાલો નાટક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં શુક્રવારે પૃથ્વી થિયેટરમાં ભજવાશે

mohanano masalo


ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ માટે પૃથ્વી થિયેટરમાં ઉજવાનારા પ્રોડ્યુસર-ડિરેક્ટર મનોજ શાહનાં કુલ છ નાટકો ‘ઊંચા માયલો પોરગરામ’ના બૅનર હેઠળ જોવા મળશે જે પૈકી શુક્રવારે એક ઇતિહાસ રચાવાનો છે. આ અગાઉ ક્યારેય ન બન્યું હોય એ રીતે શુક્રવારે મનોજ શાહ નિર્મિત-દિગ્દર્શિત નાટક ‘મોહનનો મસાલો’ શુક્રવારે એક જ દિવસમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ભજવાશે. આ ત્રણે ભાષાના શોમાં મોહનદાસ કરમચંદ ગાંધીનું કૅરૅક્ટર એક જ ઍક્ટર પ્રતીક ગાંધી કરશે. કોઈ નાટક ગુજરાતીમાંથી હિન્દીમાં કે અંગ્રેજીમાં રૂપાંતરિત થયું હોય અને ભજવાયું હોય એવું અનેક વખત બન્યું છે, પણ એ રૂપાતંર વખતે કલાકારો બદલાઈ જતા હોય છે અને ભજવવાનો સમયગાળો પણ બદલાઈ જતો હોય છે, પણ ‘મોહનનો મસાલો’ રેકૉર્ડ-બ્રેક કરશે કે એક જ નાટક, એક જ દિવસે, એક જ કલાકાર સાથે ત્રણ અલગ-અલગ ભાષામાં શો કરે. ડિરેક્ટર-પ્રોડ્યુસર મનોજ શાહે કહ્યું હતું કે ‘માત્ર ભાષાનો જ ફરક નથી આવતો હોતો. ભાષાની સાથોસાથ વ્યવહાર, બોલચાલ, લહેકો, બૉડી-લૅન્ગ્વેજ અને એ સિવાય પણ ઘણુંબધું બદલાઈ જતું હોય છે જે ભાષા બદલાતાંની સાથે જ સ્પષ્ટ રીતે સ્ટેજ પર દેખાશે.’

એક કલાકાર, એક ડિરેક્ટર, એક જ નાટક ત્રણ ભાષામાં

શુક્રવારે બપોરે પહેલો શો ગુજરાતી ‘મોહનનો મસાલો’ ભજવાશે તો સાંજે હિન્દી ‘મોહન કા મસાલા’ અને રાતે અંગ્રેજી ‘મોહન’સ મસાલા’ ભજવાશે. એવું નથી કે માત્ર શુક્રવારે જ આ જલસો થવાનો છે, આગલા દિવસે એટલે કે ગુરુવારે પણ ‘ઊંચા માયલો પોરગરામ’માં ત્રણ નાટકો ભજવાવાનાં છે. આ ત્રણે નાટકો લૅન્ડમાર્ક પુરવાર થયાં છે.

ગર્વિષ્ઠ ગુરુવારે શું થશે?

બે દિવસના આ ફેસ્ટિવલના પહેલા દિવસે એટલે કે ગુરુવારે સવારે ધીરુબહેન પટેલ લિખિત નાટક ‘મમ્મી, તું આવી કેવી?’ ભજવાશે તો એ જ દિવસે ઉત્તમ ગડા અને સત્ચિત પુરાણિક લિખિત નાટક ‘કાર્લ માર્ક્સ ઇન કાલબાદેવી’ નાટક ભજવાશે, જ્યારે રાતે લેખક કાન્તિ પટેલની કૃતિ પર આધારિત અને સત્ય મહેતા દ્વારા નાટu-રૂપાંતરિત નાટક ‘ગઠરિયા કૅલિડોસ્કોપ’ નાટકનું મંચન થશે. જાણીતા ગુજરાતી સાહિત્યકાર ચન્દ્રવદન મહેતાના સર્જન પર આધારિત નાટક ‘ગઠરિયા’માં પુલકિત સોલંકી ચં. ચી. મહેતાનું કૅરૅક્ટર ભજવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK