સાબરમતી જેલમાં ભજવાશે નાટક ‘મોહનનો મસાલો’

એક સામાન્ય માણસ કઈ રીતે મહાત્મા બન્યો એ વાત દરેક કેદી સુધી પહોંચાડવાના હેતુથી ગુજરાત સરકારે નાટકની આપી પરવાનગી

mohan no masalo


રશ્મિન શાહ

પ્રોડ્યુસર-ડિરેક્ટર મનોજ શાહનું ગુજરાતી નાટક ‘મોહનનો મસાલો’ રવિવારે સવારે ૯ વાગ્યે અમદાવાદની સાબરમતી જેલમાં ભજવાશે. મહાત્મા બન્યા એ પહેલાં ગાંધીજી એક સામાન્ય માણસ મોહનદાસ કરમચંદ ગાંધી હતા. મોહનદાસમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયા કેવી હતી અને એ કેવા સંજોગોમાં શરૂ થઈ એ વાતને નાટક ‘મોહનનો મસાલો’માં દર્શાવવામાં આવી છે. સાબરમતી જેલમાં અંદાજે ૧૫૦૦ જેટલા કેદીઓ છે. આ કેદીઓ સામે નાટક ભજવાઈ રહ્યું હોય એવું છેલ્લાં ૧૦ વર્ષમાં તો બન્યું હોવાનું કોઈને યાદ નથી.

સાબરમતી જેલમાં અનેક મહાનુભાવો પણ જેલવાસ ભોગવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ અહીં રહી ચૂક્યા છે, તો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ પણ ૧૯૭૧ની ઇમર્જન્સી વખતે સાબરમતી જેલમાં રહ્યા હતા. જોકે મજાની વાત એ છે કે જ્યારે મહાત્મા ગાંધી અંગ્રેજો સામે ચળવળ ચલાવતા હતા ત્યારે તેમની અરેસ્ટ સાબરમતી આશ્રમમાંથી કરવામાં આવી હતી અને પછી તેમને નજીકની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પુણેની યેરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. બાપુ જે જેલમાં રહી ચૂક્યા હોય એ જેલમાં બાપુના જીવન આધારિત નાટકનો પ્રયોગ થાય એ ઘટના ખરેખર મહત્વપૂર્ણ ગણાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK