આજે ઓપન થાય છે નવું નાટક ‘માસ્તર બ્લાસ્ટર’

કહો જોઈએ, કોણ કોને બગાડશે?

mastar blastar


ઇમ્તિયાઝ પટેલ લિખિત અને અનુરાગ પ્રપન્ન અભિનીત-દિગ્દર્શિત નાટક ‘માસ્તર બ્લાસ્ટર’માં એક એવા શિક્ષકની વાત છે જે તેના આદર્શ અને પ્રામાણિકતાના જોરે આખી જિંદગી જીવ્યા છે અને લોકોમાં તેમના નામના દાખલા પણ અપાય છે. આદર્શવાદી શિક્ષક એવા અમોલ ટીચર માને છે કે જીવનમાં સત્ય સિવાય અને પ્રામાણિકતા સિવાય બીજુ કંઈ હોતું જ નથી. આ તેમની માન્યતા જ નથી, પણ તેમણે અનેક વખત આ વાત પુરવાર પણ કરી છે. અમોલસર પાસે ભણવું એ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ તેમના પેરન્ટ્સ માટે પણ ગર્વની વાત છે. અમોલસરને જીવનમાં કોઈ વાત ક્યારેય ડગાવી શકતી નથી, પણ જીવનનો એક સમય એવો પણ આવી જાય છે જ્યારે અમોલસર પોતે જ ડગમગી જાય છે. નાટકના ડિરેક્ટર અનુરાગ પ્રપન્ન કહે છે, ‘જો આદર્શને છોડી દો તો એ તમારો સાથ છોડી દે છે, પરંતુ જો આદર્શને કપરા સંજોગોમાં પણ પકડી રાખો તો એ કપરા સમયને પણ તમારી પાસે ઊભો નથી રહેવા દેતો. આ જ વાત નાટકના માધ્યમથી સૌને કહેવાનો અને સમજાવવાનો પ્રયાસ થયો છે.’

અમોલસરે બધા જ સ્ટુડન્ટ્સને સુધાર્યા છે અને તેમને સાચા માર્ગે પણ વાળ્યા છે. હવે તેમની પાસે એક વિદ્યાર્થી એવો આવે છે જે માને છે કે તેનો રાજકારણી પપ્પા જગતઆખાને ચલાવી શકે તો પોતે પણ એ જ કરી શકે છે. અમોલસર પાસે ભણવા આવેલા એ વિદ્યાર્થીએ નહીં સુધરવાનો નિર્ણય લીધો છે અને એટલે જ તે લાંચ-રુશવતના સહારે પોતાનું કામ અમોલસર પાસે કઢાવી લેશે. હવે સચ્ચાઈ અને અનીતિ વચ્ચેનો જંગ શરૂ થાય છે. નાટકના મુખ્ય પાત્રમાં અનુરાગ પ્રપન્ન છે તો તેની સાથે અનાહિતા, પ્રથમ ભટ્ટ, પૂર્વી મહેતા અને તપન ભટ્ટ છે.

‘માસ્તર બ્લાસ્ટર’નો શુભાંરભ આજે બપોરે ૪ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK