નવુ ગુજરાતી નાટક : મૅરેજ પહેલાં રાધા-કૃષ્ણ, મૅરેજ પછી ટૉમ ઍન્ડ જેરી

આજે ઓપન થાય છે નવું નાટક પરણેલાંને પરમવીરચક્ર આપો

parnapela



કૌસ્તુભ ત્રિવેદી તથા રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ પટેલ નિર્મિત મનોરંજન મેનિયાનું નવું નાટક ‘પરણેલાંને પરમવીરચક્ર આપો’ નામ મુજબ જ કૉમેડી નાટક છે. પરણેલાંઓ કેવી-કેવી તકલીફોમાંથી બહાર આવતાં હોય છે એની જો યાદી બનાવવામાં આવે તો દેશની બૉર્ડર પર રક્ષા કરનારા જવાનો જેટલી જ બહાદુરી તેમનામાં દેખાય આવે એવું દર્શાવતાં નાટકના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ પટેલ કહે છે, ‘લગ્નજીવનને ટકાવી રાખવા માટે અને યોગ્ય રીતે નિભાવવા માટે ખરેખર મહેનત કરવી પડતી હોય છે અને એને અવગણવાની ક્યારેય ભૂલ ન કરવી જોઈએ એ જ આ નાટકનો સૂર છે.’

આકાશ અને અવનિ બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે. બન્નેને લાગે છે કે એકબીજા વિના તે બન્ને રહી નહીં શકે. નૅચરલી, બન્ને આગળના સ્ટેપ પર આગળ વધે છે અને મૅરેજ કરી લે છે. લવ-મૅરેજ થઈ ગયા પછી ધીમે-ધીમે વાતાવરણ બદલાય છે અને ઘરમાંથી પ્રેમનું બાષ્પીભવન થઈ જાય છે અને પ્રેમની જગ્યાએ શંકા-કુશંકા, વાંધાવચકા અને એકબીજા પર આરોપ-પ્રતિઆરોપનો દોર શરૂ થઈ જાય છે. જે સંબંધોમાં બન્ને પોતાની જાતને રાધાકૃષ્ણના રૂપમાં જોતાં હતાં એ જ સંબંધો લગ્નમાં પરિણમ્યા પછી હવે બન્ને ટૉમ ઍન્ડ જેરી જેવાં થઈ ગયાં છે. ઝઘડાઓની માત્રા અતિશય વધી જાય છે અને એક તબક્કે આકાશ અને અવનિ નક્કી કરે છે કે જુદાં થઈ જવું, પણ જુદાં થવાના આ નિર્ણયની સાથે જ તેમના જીવનમાં અમુક ઘટનાઓ એવી ઘટવી શરૂ થઈ જાય છે જે તે બન્નેના માટે પણ સાવ જ અણધારી છે. આ અણધારી ઘટના આકાશ અને અવનિને હવે જુદાં પણ થવા દેતી નથી. સાથે રહી નથી શકતાં અને પાસે રહેવું નથી તો હવે કરવું શું?

‘પરણેલાંને પરમવીરચક્ર આપો’ના મુખ્ય કલાકારોમાં વિપુલ વિઠલાણી, સ્નેહા સાલવી, અક્ષય પટેલ અને કલ્યાણી ઠાકર છે. નાટકનો શુભારંભ આજે રાતે નવ વાગ્યે પ્રબોધન ઠાકરેથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK