આજે ઓપન થાય છે નવું નાટક ‘મંછા’

જો ભગવાન છે તો ભૂત છે, છે અને છે જ

machcha



યુટોપિયા કમ્યુનિકેશન્સ અને કમલેશ મોતા પ્રસ્તુત ‘મંછા’ હૉરર-થ્રિલર નાટક છે. નાટકનાં લેખક સેજલ પોન્દા છે અને નાટકનું દિગ્દર્શન પ્રીતેશ સોઢાએ કર્યું છે. નાટકનાં લીડ ઍક્ટરમાં પરેશ વોરા, શિવાંગ ઠક્કર અને શીતલ કપોળે છે. ડર હોય છે તથા ડર હોવો જોઈએ, ડર વિનાની જિંદગી લક્ષ્મણરેખા વિનાના વ્યવહાર જેવી બની જાય છે અને એ જ વાત ‘મંછા’માં કહેવામાં આવી છે. નાટકના દિગ્દર્શક પ્રીતેશ સોઢા કહે છે કે જો ભગવાન હોય તો શેતાનને સ્વીકારવો જોઈએ અને જો ગુડ એનર્જીમાં માનતા હો તો બૅડ એનર્જીમાં પણ વિશ્વાસ રાખવો જોઈએ.

મુંબઈમાં વાઇફ અને દીકરા સાથે રહેતા સૉલિસિટર સમરન ભટ્ટ ક્લાયન્ટના એક કામ માટે કચ્છના લખપત ગામમાં આવે છે અને મંછાને મળે છે. મંછા એક આત્મા છે. ગામવાસીઓનું કહેવું છે કે મંછા જેકોઈને દેખાય છે તે વ્યક્તિનું બાળક મરી જાય છે. મંછાએ પણ પોતાના દીકરાના કારણે જીવ ગુમાવ્યો હતો. સમરન ભટ્ટની લાઇફમાં પણ એવું જ બને છે અને તેના દીકરાનું મોત થાય છે. સમરન ભટ્ટને આ વાત જબરદસ્ત રીતે ખટકી રહી છે. સમરન પોતાના મનની વાત કહેવા માટે ડિરેક્ટર જૅકીને મળે છે અને પોતાનો આખો અનુભવ કહે છે. આ અનુભવ આમ તો બે જ વ્યક્તિ એકમેકને શૅર કરી રહ્યા છે પણ હકીકત એ પણ છે કે મંછા પણ એ વખતે ત્યાં હાજર છે અને બધું સાંભળી રહી છે. મંછા શું કરશે, તેનાથી છુટકારો મેળવવા માટે બન્નેએ શું કરવું પડશે અને કેવી રીતે આગળ વધવું પડશે એ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે. નાટકના પ્રસ્તુતકર્તા અને જાણીતા ઍક્ટર-ડિરેક્ટર કમલેશ મોતા કહે છે, ‘નાટકની માવજત એ સ્તરે કરવામાં આવી છે કે રૂંવાડાં ઊભાં થઈ જાય. ગુજરાતી નાટકોમાં હૉરર સબ્જેક્ટ પર આ અગાઉ આવું કોઈ નાટક નથી બન્યું એવું કહેવાને બદલે એવું કહેવું મને વધારે ગમશે કે એ પ્રકારનું નાટક બન્યું નથી જે નાટક જોયા પછી તમે એના અનુભવમાંથી મહિનાઓ સુધી બહાર ન આવી શકો.’

‘મંછા’નો શુભારંભ આજે સાંજે ૭.૩૦ વાગ્યે ભવન્સ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK