આજે ઓપન થાય છે ગુજરાતી નાટક 'માધાપર-૧૯૭૧ લેડીઝ સ્પેશ્યલ'

ઇતિહાસને યાદ કરવાનો આવ્યો છે સમય

madhapar


સંજય ગોરડિયા પ્રોડક્શન દ્વારા નિર્મિત અને કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડિયા નિર્મિત ‘માધાપર-૧૯૭૧ લેડીઝ સ્પેશ્યલ’ સત્યઘટના પર આધારિત નાટક છે. નાટકનું દિગ્દર્શન વિપુલ મહેતાએ કર્યું છે જ્યારે અંકિત ત્રિવેદી અને ભૂમિકા ત્રિવેદીએ નાટક લખ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે સરિતા જોષી લાંબા સમય પછી આ નાટકના તખ્તા પર જોવા મળવાનાં છે. નાટકની પૃષ્ઠભૂમિ કચ્છનું માધાપર ગામ છે.

૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન પાકિસ્તાને સ્ટ્રૅટેજી સાથે ભારતના તમામ ઍરબેઝ પર હુમલો કરીને ભારતની ઍરફોર્સને લાચાર બનાવી દીધી હતી, પણ એ સમયે કચ્છના માધાપર ગામની મહિલાઓએ ઍરફોર્સને સહકાર આપીને ભુજની ઍરસ્ટ્રિપ તૈયાર કરવામાં મદદ કરીને મર્દાનગીનું કામ કરી બતાવ્યું હતું. આ આખી ઘટનાને આ નાટકમાં સમાવવામાં આવી છે. સરિતા જોષીએ કહ્યું છે કે ‘એ ઘટના વિશે સાંભળ્યા પછી મને નાટકમાં કામ કરવાની તીવþ છચ્છા થઈ આવી અને એકધારાં રિહર્સલ અને રીડિંગ પછી આ નાટક માટે મેં હા પાડી હતી.’

સ્વાભાવિક રીતે આ નાટકનું પોત મોટું અને વિશાળ હોવાથી નાટકની વાર્તામાં પુષ્કળ કલ્પના ભરવામાં આવી હોવાનું કહેતાં નાટકના નર્મિાતા સંજય ગોરડિયા કહે છે, ‘નાટકની જે મર્યાદાઓ છે એને સૌકોઈએ ધ્યાનમાં રાખવી પડે પણ ખુશી એ વાતની છે કે આ પ્રકારના ઑફબિટ સબ્જેક્ટ પર કામ કરવા માટે હવે ઉત્સાહભેર કલાકારો જોડાય છે.’

નાટકનાં મુખ્ય કલાકારોમાં સરિતા જોષી છે તો તેમની સાથે આઠ અન્ય મહિલા કલાકારો પણ છે. ‘માધાપર ૧૯૭૧ લેડીઝ સ્પેશ્યલ’ આજે રાતે ૯ વાગ્યે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમથી ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK