આજે ઓપન થાય છે નવું નાટક 'લવ કરવામાં લફરું થયું'

તૂ નહીં કોઈ ઔર સહી

natak


ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન્સ અને આશિષ ત્રિવેદી નિર્મિત તથા ઇમ્તિયાઝ પટેલ લિખિત નાટક ‘લવ કરવામાં લફરું થયું’ જયદીપ શાહે ડિરેક્ટ કર્યું છે. નાટકના ટાઇટલ પરથી જ ખબર પડે છે કે આ એક કૉમેડી નાટક છે; પરંતુ એમાં માત્ર કૉમેડી નહીં, એક મેસેજ પણ છુપાયેલો છે. નાટકના લેખક ઇમ્તિયાઝ પટેલ કહે છે, ‘સંબંધોમાં શું કાળજી રાખવી જોઈએ અને કેવી કાળજી રાખવાથી સંબંધો નાનાઅમસ્તા ફૂલમાંથી વટવૃક્ષ બને એ વાત આ નાટકમાં કહેવામાં આવી છે. જો સંબંધોમાં ધ્યાન રાખવામાં ન આવે તો કેવા પ્રશ્નો આવીને ઊભા રહી જાય એ પણ નાટકમાં દર્શાવવામાં આવ્યું છે.’

ફૅશન-ફોટોગ્રાફર અને ડિઝાઇનર રામ મહેતા ફ્લર્ટી નેચરનો છે અને દરરોજ જમવા બહાર મળી જાય છે એટલે તે કાયમની ગુજરાતી થાળી એવાં મૅરેજ કરવા રાજી નથી, પણ રામની અત્યારની, લેટેસ્ટ ગર્લફ્રેન્ડ પરીનું મૅરેજ માટે જબરદસ્ત પ્રેશર છે, પણ પરીથી બચવા માટે રામ પાસે અનેક રસ્તા છે. એ રસ્તાઓ પૈકીના રામબાણ ઇલાજ જેવા રસ્તા તરીકે રામ ખોટું બોલી લે છે અને કહે છે કે હું ઑલરેડી મૅરિડ છું. ખોટું બોલ્યા પછી રામ પોતાની સેક્રેટરી પૂજાને પોતાની વાઇફ પણ ગણાવી દે છે. મજાની વાત તો એ છે કે પૂજાને પણ રામ માટે એકપક્ષી પ્રેમ તો ઑલરેડી હતો જ એટલે રામ માટે પૂજા પણ આફત બનવા માંડે છે. હવે રામ પૂજા અને પરી વચ્ચે બરાબરનો ફસાયો છે. છોકરીઓને રમાડવા નીકળેલા રામની હાલત એવી થઈને ઊભી રહી જાય છે કે રામે એ બન્નેના ઇશારા પર ચાલવાનો સમય આવી જાય છે.

નાટકનાં મુખ્ય કલાકારોમાં જય કાપડિયા, નેહા પ્રજાપતિ, ચિરાગ મહેતા, ઝીલ મહેતા છે. નાટકનો શુભારંભ આજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK