આજે ઓપન થાય છે નવું નાટક : ખુશ રહો યાર, લાઇફ ઇઝ બ્યુટિફુલ

ટુંકી અમસ્તી જીંદગી અને લાંબોલચક ઝઘડો

life is beautifull



મુદ્રા પ્રોડક્શન દ્વારા નિર્મિત ઍક્ટર રસિક દવે દ્વારા ડિરેક્ટેડ અને દિલીપ રાવલ લિખિત નાટક ‘ખુશ રહો યાર, લાઇફ ઇઝ બ્યુટિફુલ’ના મુખ્ય કલાકારોમાં રસિક દવે ઉપરાંત અમિત દિવેટિયા, મીરા આચાર્ય, મહેશ ઉદેશી, શિલ્પા જોષી, રવિ પરમાર અને હરેશ પંચાલ છે. આ નાટકની ખાસિયત એ છે કે નાટકમાં તખ્તાના જાણીતા ઍક્ટર્સ હોવા છતાં પણ નિખિલ પરમાર અને નિકિતા શાહ જેવા નવા ઍક્ટર્સની લીડ પેર છે. નાટક વિશે વાત કરતાં ડિરેક્ટર રસિક દવે કહે છે, ‘જિંદગી બહુ નાની છે તો એ નાની જિંદગીને શું કામ લોકો ઝઘડો કરવામાં ખર્ચતા હશે. આ સવાલ સૌકોઈને ખબર છે અને એનો જવાબ પણ દરેક પાસે છે, પણ એમ છતાં આ જવાબનો ઉપયોગ કોઈ કરતું નથી હોતું. આ જવાબનો ઉપયોગ કેમ અને કેવી રીતે કરવો જોઈએ એ વાતને નાટકમાં સમાવવામાં આવી છે.’

‘ખુશ રહો યાર, લાઇફ ઇઝ બ્યુટિફુલ’માં બે ફૅમિલીની વાત છે. એક પરિવારનો દીકરો અને બીજા પરિવારની દીકરી વચ્ચે મૅરેજ થાય છે. બન્ને પ્રેમમાં છે અને એટલે જ ભાગીને મૅરેજ કરે છે. આ રીતે થયેલાં મૅરેજના કારણે નૅચરલી બન્ને ફૅમિલી વચ્ચે ખટરાગ શરૂ થાય છે,

પણ એ ખટરાગ વચ્ચે એક અજાણી વ્યક્તિ દાખલ થાય છે અને તે એ મતભેદને દૂર કરવાની કોશિશ કરે છે. આ અજાણી વ્યક્તિ કોઈ વખત ભેદી પણ લાગે એવી છે, પણ એ ભેદી વ્યક્તિનો આશય શુભ છે. આવો શુભ આશય એ શું કામ કેળવે છે એ પ્રશ્ન છે. ‘ખુશ રહો યાર, લાઇફ ઇઝબ્યુટિફુલ’ની આ સ્ટોરીલાઇન સાથે બૅન્ગલોરમાં બનેલી એક સત્ય ઘટનાને જોડવામાં આવી છે.

આજે રાતે નવ વાગ્યે બોરીવલીના પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમથી નાટકનો શુભારંભ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK