આજે ઓપન થાય છે નવું નાટક 'કર્મનું કુરુક્ષેત્ર'

ચિત્રગુપ્ત હિસાબ ભલે સ્વર્ગમાં કરે, પણ એનું સરવૈયું તો પૃથ્વી પર જ પૂરું થાય છે

karmanu kurukshetra


શિવમ આર્ટ્સ અને શીલા બુટાલાએ પ્રોડ્યુસ કરેલા અને મેહુલ બૂચે ડિરેક્ટ કરેલા નવા નાટક ‘કર્મનું કુરુક્ષેત્ર’નું લેખનકાર્ય જાણીતા ઍક્ટર-ડિરેક્ટર એવા મેહુલ બૂચે કર્યું છે તો તેની સાથે સહલેખન દીપ પટેલે કર્યું છે. ‘કર્મનું કુરુક્ષેત્ર’ કર્મના સિદ્ધાંતો પર આધારિત છે, પણ આજના સંબંધમાં એ વાત કહેવામાં આવી છે. નાટકના મુખ્ય કલાકાર અને જાણીતા પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલા કહે છે, ‘આપણે એવું ધારીએ છીએ કે કર્મનો હિસાબ તો મર્યા પછી ઉપર જઈને આપવાનો હોય છે, પણ એવું નથી. ઉપર તો ચિત્રગુપ્ત માત્ર કર્મનો હિસાબ કરે છે, પણ એ કર્મનું સરવૈયું તો માણસે અહીં જ સરભર કરીને જવું પડે છે.’

નાટકની વાર્તા હાડકોર બિઝનેસમૅન એવા અશ્વિન ભાનુશાલી અને સિદ્ધાંતવાદી મહેન્દ્ર મહેતાની ટક્કરની છે. અશ્વિન ભાનુશાલી પૈસા કમાવા માટે કોઈ પણ રસ્તો અપનાવી શકે અને કોઈ પણ કામ કરી શકે એવો નિષ્ઠુર છે. જગત પણ તેને ઓળખે છે પણ પોતે વિધાનસભ્ય હોવાથી બધા ચૂપ રહેવાનું પસંદ કરે છે. કૉર્પોરેટ હૉસ્પિટલ શરૂ કરનારા અશ્વિન ભાનુશાલી હૉસ્પિટલમાં બીમાર અને લાચાર પેશન્ટને લૂંટવાનું કામ પૂરા હકથી કરે છે અને એનો તેમને કોઈ અફસોસ પણ નથી. અશ્વિન ભાનુશાલીને એક દીકરી દિશા છે, જે મહેન્દ્ર મહેતાના દીકરા ઓજસને પ્રેમ કરે છે. બન્નેના રિલેશનથી કોઈ પરિવારને તકલીફ પણ નથી, પણ આ તકલીફ ત્યારે શરૂ થાય છે જ્યારે સિદ્ધાંતવાદી પપ્પાના રસ્તે ચાલી રહેલા દીકરા ઓજસના હાથમાં તેની જ ગર્લફ્રેન્ડના પપ્પાના કરપ્શનના પુરાવાઓ આવે છે. ઓજસ સામે બે રસ્તા છે. કાં તો પોતાનો પ્રેમ સાચવીને તે ચૂપ રહે અને કાં બધું ભૂલીને પપ્પાએ નાનપણથી ચીંધ્યો છે એ સિદ્ધાંત, પ્રામાણિકતા અને નિષ્ઠાનો માર્ગ અપનાવીને આગળ વધે. ઓજસ આ બીજો માર્ગ પસંદ કરે છે અને તેના જીવનમાં આતંક મચી જાય છે.

ડિરેક્ટર-ઍક્ટર અને રાઇટર એમ ત્રિવિધ ભૂમિકા ભજવતા મેહુલ બૂચ કહે છે, ‘સંબંધોના કુરુક્ષેત્રમાં અર્જુનને આગળ ધપાવવાનું કામ કૃષ્ણએ કર્યું હતું, પણ આજના સમયમાં પણ જ્યારે ધર્મસંકટ આવતું હોય છે ત્યારે તમારી આજુબાજુમાંથી જ કોઈ વ્યક્તિ કૃષ્ણ બનીને ઊભી રહી જતી હોય છે.’ ‘કર્મનું કુરુક્ષેત્ર’ રવિવારે રાતે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK