આજે ઓપન થાય છે નવું નાટક 'કંકુ વિનાના થાપા'

સંસાર ચલાવવા સહનશક્તિ જ નહીં, સમજણશક્તિ પણ જોઈએ

kanku vinana thapa


આરંભ નિર્મિત અને સુરેશ રાજડા લિખિત-દિગ્દર્શિત નાટક ‘કંકુ વિનાના થાપા’ આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી ઓપન થઈ રહ્યું છે. સંબંધો સાચવવાના ન હોય, સંબંધોને જાળવવાના હોય એવી માર્મિક વાત સમજાવતા આ નાટકના કેન્દ્રમાં લગ્નજીવન અને લગ્નજીવન પછી પરણીને ઘરમાં આવનારી કન્યાના જીવનમાં આવનારા બદલાવ અને એ બદલાવ વચ્ચે શરૂ થતા ગજગ્રાહને રાખવામાં આવ્યો છે.

નિખિલ અને કલ્કી બન્ને એકબીજાના પ્રેમમાં છે અને બન્નેની ફૅમિલી તેમનાં મૅરેજ થઈ જાય એવી અપેક્ષા રાખે છે. નિખિલ કે કલ્કીને આ મૅરેજ સામે કોઈ વાંધો નથી, પણ કલ્કીની શરત છે કે તે મૅરેજ કર્યા વિના આ ઘરમાં છ મહિના રહેશે અને એ દરમ્યાન થનારા પતિ અને સાસુના સ્વભાવને બરાબર ઓળખવાનો પ્રયાસ કરશે. સ્વાભાવિક રીતે આ વાત માનવા કોઈ તૈયાર ન થાય, પણ કલ્કી મહામુશ્કેલીએ બધાને વાત મનાવે છે. પરિવારના સભ્યોને સમાજની ચિંતા છે એટલે કલ્કી એમાંથી પણ રસ્તો કાઢે છે અને એવું પ્રસ્થાપિત કરે છે કે તે આ ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે આવી છે. જોકે એ તો દુનિયાની દૃષ્ટિએ, બાકી તો કલ્કીએ આ છ મહિના દરમ્યાન પત્ની અને વહુની જવાબદારીમાં આવતી તમામ ફરજ નિભાવવાની છે. હસતાં-રમતાં બે-ચાર વીક તો પસાર થઈ જાય છે, પણ પછી થનારી વહુ અને થનારી સાસુ વચ્ચે કજિયો શરૂ થાય છે. બે મહિનામાં તો આ ઝઘડો એ સ્તરે પહોંચી જાય છે કે મૅરેજ પહેલાં જ સૌ છૂટા પડી જવાની નોબત પર આવી જાય છે, પણ યેનકેન પ્રકારે બધા સાથે રહેવા માટે સહમત થાય છે, પણ કસોટીની ક્ષણો તો આગળ પારાવાર આવવાની છે અને એ કસોટીમાંથી સાસુ, વહુ અને દીકરા સૌએ હસતે મોઢે બહાર નીકળવાનું છે. નાટકના દિગ્દર્શક સુરેશ રાજડા કહે છે, ‘લગ્ન વિના છ મહિના વહુ બનીને ઘરમાં રહેવાની જે શરત છે એ શરતવાળી વાત મને બહુ જ મહત્વની લાગી. મૅરેજ પછી સહનશક્તિ જન્માવવી પડે, પણ જો સમજણશક્તિ ડેવલપ કરવી હોય તો સજાગતાપૂર્વક સાથે રહેવું પડે એ આખી વાર્તાનો સાર છે જે અદ્ભુત છે.’

‘કંકુ વિનાના થાપા’માં રિદ્ધિ દવે, સુરેશ રાજડા, શેતલ રાજડા અને હરેશ પંચાલ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK