આજે ઓપન થાય છે નવું નાટક 'જો બકા પરણવું તો પડે જ!'

લગ્ન બે નહીં, બાર વ્યક્તિઓનો સંબંધ છે


jo baka




શિવમ સર્જનનું કૉમેડી નાટક ‘જો બકા પરણવું તો પડે જ!’ની વાર્તા મૅરેજની જરૂરિયાત તો સમજાવે છે, પણ એની સાથોસાથ એ પણ વાત કહે છે કે લગ્ન એ બે વ્યક્તિઓનો સંબંધ જોડવાનું કામ જ નહીં, પણ એ બન્ને વ્યક્તિ સાથે જોડાયેલી બાર વ્યક્તિઓને જોડવાનું કામ પણ કરે છે. નાટકના મુખ્ય કલાકાર રાજેન્દ્ર બુટાલા, મુનિ ઝા, દીપ્તિ તલસાણિયા, શીતલ અંતાણી અને ક્રિષ્ના મણિયાર છે તો નાટકના રાઇટર-ડિરેક્ટર ઇકબાલ મુનસી છે. નાટકના પ્રોડ્યુસર-ઍક્ટર રાજેન્દ્ર બુટાલા કહે છે, ‘સંબંધોને તાજા રાખવાની કળા વ્યક્તિમાં હોવી જોઈએ. જો માણસ ખુશમિજાજ ન હોય તો બે મહિનામાં સંબંધો વાસી થઈ જાય અને જો વ્યવહાર જાળવવાની આવડત વ્યક્તિમાં હોય તો સંબંધો જિંદગીભર તાજા રહે.’

નાટકની વાર્તા ધીરુભાઈના પરિવારની આસપાસ ફરે છે. ધીરુભાઈ વિધુર છે તો તેમનો દીકરો બકુલેશ પણ વિધુર છે અને બકુલેશનો યુવાન દીકરો પાર્થ પરણવા માગે છે, પણ તેને કોઈ દીકરી આપવા રાજી નથી. માત્ર પુરુષોના આ ઘરમાં આખો દિવસ ચડભડ ચાલ્યા કરે છે અને આ ચડભડથી થાકીને એક દિવસ દાદા ધીરુભાઈ નક્કી કરે છે કે તે લગ્ન કરીને ઘરમાં વહુ લઈ આવશે. એવું જ દીકરો બકુલેશ નક્કી કરે છે અને સામા પક્ષે પાર્થ પણ બસ આ જ સમયગાળામાં પ્રેમમાં પડે છે. ધીરુભાઈની જિંદગીમાં રૂપા આવી છે, બકુલેશની લાઇફમાં લીના આવી છે તો પાર્થને પિયુ નામનો પ્રેમ મળ્યો છે. બસ, હવે ધમાલ શરૂ થાય છે. સૌને પોતાનું ઘર વસાવવું છે અને સૌકોઈ ઘર વસાવીને બીજાની જિંદગીમાં રાહત આપવા માગે છે, પણ આ રાહત આપવાની દિશામાં આગળ વધવા જતાં અઢળક ડખા શરૂ થઈ જાય છે અને એ ડખા વચ્ચે અનેક ઘટનાઓ એવી પણ બને છે જે તકલીફોમાં પણ રમૂજ ભરે છે. આજે સાંજે ૭.૪૫ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમમાં ‘જો બકા પરણવું તો પડે જ!’ ઓપન થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK