આજે ઓપન થાય છે નવું ગુજરાતી નાટક ‘આઇ લવ શાહરુખ’

જો મીરા અને કૃષ્ણને સ્વીકારી શકો તો શાહરુખની મીરા શું કામ નહીં?

gujarati natak



મેઘા આર્ટ્સ નિર્મિત, કિરણ ભટ્ટ પ્રસ્તુત અને કમલેશ મોતા દિગ્દર્શિત નાટક ‘આઇ લવ શાહરુખ’ પ્રીતેશ સોઢાએ લખ્યું છે. જેને તમે મળ્યા પણ નથી, જેની યાદીમાં તમારું નામ પણ સામેલ નથી એવી વ્યક્તિને પ્રેમ કરવો વાજબી છે કે નહીં એ મુદ્દાને નાટકમાં સમાવવામાં આવ્યો છે. નાટકના મુખ્ય કલાકારોમાં કમેલશ મોતા, રિદ્ધિ વોરા, ગોપાલ પરમાર, શ્યામ માખેચા, બ્રિજેશ અને બાબુલ ભાવસાર છે.

નાટકના દિગ્દર્શક કમલેશ મોતા કહે છે, ‘આ આજના દરેક ઘરની પરિસ્થિતિ છે. વિરાટ કોહલી પાછળ છોકરીઓ મૅડ હોય છે અને છોકરાઓ દીપિકાની પાછળ ઘેલા છે, પણ આ ગાંડપણની સીમા જો પાર થઈ જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય એની વાત નાટકમાં દેખાડવામાં આવી છે.’

યંગ મીરા મુંબઈમાં રહે છે અને તે શાહરુખ ખાન પાછળ પાગલ છે. પાગલ એટલે રીતસરની પાગલ. સૂતાં-બેસતાં, ખાતાં-પીતાં તેને શાહરુખ અને તેણે કરેલાં કૅરૅક્ટર જ દેખાયા કરે છે. આ કૅરૅક્ટર તેના માટે જીવન જીવવાનું બહાનું છે અને એ તેની ફૅમિલીથી માંડીને તેના ફ્રેન્ડસર્કલ સુધ્ધાંને હવે સમજાઈ ગયું છે. શાહરુખની સ્ટાઇલ, શાહરુખના ફોટોગ્રાફ્સ, શાહરુખનાં ગીતો અને એ બધું જે શાહરુખની સાથે જોડાયેલું છે એ મીરાને વહાલું છે. સ્વાભાવિક રીતે શરૂઆતમાં સૌકોઈ એવું માને છે કે આ પ્રકારે કોઈના ફૅન હોવું એમાં કંઈ નવી વાત નથી, પણ મીરાની વાત જુદી છે. જે રીતે કૃષ્ણને જોયા વિના અને તેને મળ્યા વિના માત્ર મૂર્તિના સહારે મીરાબાઈએ આખી જિંદગી પસાર કરી લીધી હતી એ જ રીતે મીરા પણ શાહરુખ તેના જીવનમાં ન હોય તો પણ પોતાનું જીવન પસાર કરવા રાજી છે, પણ એ આજના સમયમાં શું શક્ય છે ખરું. શું કોઈના પપ્પા આ સ્વીકારી શકે, કોઈનો ફિયાન્સે પોતાની થનારી વાઇફ કોઈના માટે જીવ આપી દેવા સુધીની તત્પરતા દેખાડતી હોય એ સ્વીકારી શકે ખરો અને જો આ સવાલોનો જવાબ નકારમાં હોય તો પછી કરવાનું શું? શું મીરાને શાહરુખથી દૂર કરવાની કે પછી મીરાના શાહરુખપ્રેમને નજરઅંદાજ કરીને રહેવાનું?

‘આઇ લવ શાહરુખ’નો શુભારંભ આજે સાંજે સાડાસાત વાગ્યે ચોપાટી પાસે આવેલા ભારતીય વિદ્યા ભવન ઑડિટોરિયમથી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK